Book Title: Tapascharya
Author(s): Niranjanmuni
Publisher: Ajaramar Active Assort

View full book text
Previous | Next

Page 10
________________ (૨૩) તપથી બાહ્ય શરીરનું શોષણ થાય છે, પરંતુ આત્માનું પોષણ થાય છે અને સૌંદર્યતાને પ્રાપ્ત કરે છે. - શ્રી ગુણવનિજી આર્યાજી (૨૪) ઔષધી લેવાથી જેમ રોગ મટી જાય છે, તેમ તપ પણ ઔષધી સમાન છે. ભવરોગને મટાડે છે. - શ્રી રાજેશ્વરીજી આર્યાજી (૨૫) શરીરના રાગને તોડવા માટે તપ એક ઉત્તમ સાધન છે - શ્રી હંસાકુમારીજી આર્યાજી (ર૬) શરીરની શોભા અંલકારથી છે, તેમ આત્માની શોભા તપ રૂપી અલંકારથી છે. - શ્રી ઇન્દુકુમારી જી આર્યા (૨૭) તપ ત્યારે જ શુધ્ધરૂપે હજો કે જ્યારે કોઇ કામના ન હોય, માત્ર નિર્જરાનું જ લક્ષ હોય. - શ્રી રશ્મિનાજી આર્યાજી (૨૮) તપનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જાને. - શ્રી શોભનાજી આર્યા (૨૯) તપ એક એવી આરાધના છે જે ભણેલા કે અભણ ગરીબ કે તવંગર કોઇ પણ હશે તે કરી શકશે. - શ્રી અમરલતાજી આર્યાજી, (૩૦) તપ તેજાબ સમાન છે. જેમ સુવર્ણ અલંકાર મલીન થતા તેજાબ-ક્ષારમાં નાખવાથી મલીનતા દૂર થઈ જાય છે. અને ચળકાટ આવી જાય છે, તેમ તપ દ્વારા આત્મા પર લાગેલી કર્મ મલિનતા દૂર થતા મુક્ત બની જાય છે. - શ્રી અંજનાજી આર્યા (૩૧) તપ કેટલું કર્યું એ મહત્ત્વનું નથી, પરંતુ કેવુ કર્યું એ મહત્ત્વનું છે. - શ્રી વસન્તપ્રભાજી આર્યાજી (૩૨) તપ એ જ્યોતી છે. જે અજવાળવાનું કામ કરે છે. - પૂ. રાજેમતીજી આર્યા (૩૩) તપ અનુપમ છે જેને કોઈ ઉપમાં આપવામાં આવતી નથી. જે અનુત્તર સુખને અપાવે છે. - શ્રી ગીતાકુમારી આર્યાજી (૩૪) તપ એક છે પરંતુ ફાયદા અનેક છે. શરીર રાગ વિજય, આહાર-સંજ્ઞા વિજય, સ્વાદ વિજય, ઇચ્છા પર સંયમ વિગેરે. - શ્રી પ્રાર્થનાજી આર્યાજી (૩૫) તપ એક એવું કર્મ છે, જે કરવાથી જ પ્રાપ્ત થાય છે. - શ્રી ઝંખનાજ આર્યા (૩૬) તપથી શુધ્ધિ, સિધ્ધિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. - શ્રી રસિલાજી આર્યાજી. (૩૭) તપથી સત્ય, શિવ, સુન્દરમની પ્રાપ્તિ થાય છે. - શ્રી રક્ષાબાઈ આર્યાજી (૩૮) તપ સંશય રહીત, તપ શોક રહીત, તપ સરાગ રહીત કરવાનો છે તો જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. - પૂ. કેવલમુનિજી (૩૯) તપ વિના તાપ અને પાપ ઘટતા નથી માટે તપ કરવું જરૂરી છે. - પૂ. ઉપાધ્યાય વિનોદમુનિજી (૪૦) તપની યશોગાથા દરેક ધર્મદર્શનોમાં બતાવી છે. માત્ર વાત કરીને નહિ પણ એનું રિઝલ્ટ બતાવ્યું છે. - પૂ. ગિરીશચન્દ્રજી સ્વામી (૪૧) તપ સાકર સમાન છે. સાકર જેમ બધામાં ભળી જાય છે તેમ તપ પણ બધામાં ભળી જાય છે. - પૂ. વિનયમુનિજી (૪૨) તપ દરીયા સમાન છે. જેમ દરિયામાંથી અનેક રત્નો મળે છે તેમ તપ કરવાથી અનેક સિધ્ધિઓ, લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. - પૂ. ગૌતમ મુનિજી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 626