Book Title: Tapascharya
Author(s): Niranjanmuni
Publisher: Ajaramar Active Assort

View full book text
Previous | Next

Page 9
________________ અ તિપ માટેના મંતવ્યો (૨) (૩) (૧) ___ भव कोडी संचियं कम्मं तपसा निजरइज्जइ । કરોડો ભવના કર્મ તપશ્ચર્યા કરવાથી નષ્ટ થઈ જાય છે. - ભગવાન મહાવીર સ્વામી તપશ્ચર્યાથી શરીરને ક્ષીણ નથી કરવાનું પણ મનને ક્ષીણ કરવાનું છે. - ભગવાન બુધ્ધ તપશ્ચર્યા એક એવું રતન છે જે પોતાના વતનની વાટ બતાવે છે. - પૂ.ગ. ભાવચન્દ્રજી સ્વામી આત્માની શક્તિને પાર પામવી હોય તો તપશ્ચર્યા જીવનમાં જરૂરી છે. - પૂ.ભાસ્કરજી સ્વામી તપની શરૂઆત એટલે કર્મોનો અંત. - પૂચેતનમુનિ (બંધુબેલડી) જ્યાં તપ ત્યાં નહિ કર્મ, અને જ્યાં કર્મ ત્યાં નહિ ત૫. - પૂ.ધર્મેશચન્દ્રજી સ્વામી તપશ્ચર્યા એટલે કર્મોનો મૃત્યુઘંટ. - પૂ. ગિરીશચન્દ્રજી સ્વામી તપ એ મંગલ છે. જે એનું સેવન કરે છે એનું મંગલ થઈ જાય છે. - પૂ.ઉપાધ્યાય શ્રી વિનોદચન્દ્રજી સ્વામી (૯) કર્મના મેલને ધોવા માટે તપ એ સાબુ સમાન છે. - પૂ.શ્રી નવિનચન્દ્રજી સ્વામી (બો.સં.) (૧૦) તપશ્ચર્યા એ વ્યસનોથી મુક્ત થવાનું સુંદર સાધન છે. - શતાવધાની પૂ. રત્નચન્દ્રજી સ્વામી (૧૧) તપશ્ચર્યા સમયપૂર્વક કરવામાં આવશે તો આનંદ આવશે. જીવન પરમાનંદ બની જશે. - પૂ. નાનચન્દ્રજી સ્વામી (૧૨) તપશ્ચર્યા એ સ્વાનુભવનો વિષય છે બોલવાનો નહિ. એક વખત લાગી જાય તો કામ થઈ જાય. - પૂ. શામજી સ્વામી (૧૩) લક્ષ્મીવેલ વધે ને ખુશ થઈ જવાય છે, તેમ સાધક આત્માને ખાઈને ખુવાર થયા છે. પરંતુ તપ કરીને તો મોક્ષમાં સવાર થયા છે. - પૂ. વિમલચન્દ્રજી સ્વામી (૧૪) બાર ભાવના એ પણ તપ જ છે. એનું ચિંતન કરવું એટલે તપની જ આરાધના છે. - પૂ. ડો. ચિંતનચન્દ્રજી સ્વામી (૧૫) તપની વેલ વધે એમાં ખુશી જ હોય છે. - પૂ. ડુંગરસિંહજી સ્વામી (૧૬) તપનો કરે વિકાસ એથી દૂર થાય ચીકાસ. - પૂ. ચુનીલાલજી સ્વામી (૧૭) તપ એ મોતી છે અને જ્ઞાન-દર્શન-ચારિત્રમાં પરોવી દો એટલે માર્ગ સહેલો બની જશે. - પૂનવલચન્દ્રજી સ્વામી (૧૮) તપ એટલે લાંધણ નહિ પણ આંગણ સજાવવાનું છે. - પૂ.આ. રુપચંદ્રજી સ્વામી (૧૯) તપશ્ચર્યા એ આપણી પ્રકૃતિ છે. વારંવાર ખાવુ એ વિકૃતિ છે અને તપમય જીવન જીવવું એ સંસ્કૃતિ છે. - મહા: શ્રી કલાબાઇ આર્યાજી (૨૦) થાય તો તપ કરશે, પણ કોઈ તપસ્વીની અશાતના નહિ કરતા. - શ્રી દમયંતીબાઈ આર્યા (૨૧) તપનો માર્ગ મોકળો થાય તો મોક્ષનો માર્ગ ટૂકડો થાય. - શ્રી સરલાજી આર્યાજી. (૨૨) અગ્નિ જેમ કચરો બાળી નાખે છે, તેમ તપ પણ કર્મરૂપી કચરાને બાળી નાખે છે. - શ્રી પ્રભાવતીજી આર્યા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 626