________________
નાટ્યશાસ્ત્ર, વિશ્વકર્માનું શિલ્પશાસ્ત્ર વગેરે પણ જુદાં જુદાં વિજ્ઞાનો જ છે, એ તો સ્પષ્ટ જ દેખાય છે. એક વિજ્ઞાનને બીજા વિજ્ઞાનનો કેટલોક આધાર હોય છે. એક વિજ્ઞાન સાથે બીજું વિજ્ઞાન અમુક જાતનો થોડો ઘણો સંબંધ ધરાવતું હોય છે. એક વિજ્ઞાનનાં પેટા વિજ્ઞાનો ઘણાં હોય છે અને એક મુખ્ય વિજ્ઞાન પણ બીજા કોઈ મોટા વિજ્ઞાનનું પેટા વિજ્ઞાન હોય છે.
પરંતુ જગતમાં કોઈ પણ એવો ધર્મ એવું દર્શન કે એવી શોધ નથી કે જે તત્ત્વજ્ઞાનરૂપે હોય.
આ જગતમાં તત્ત્વજ્ઞાન તરીકે કોઈ પણ દર્શન હોય, તો તે કેવળ જૈનદર્શન છે. એટલે કે જગતમાં સંભવિત સર્વ વિજ્ઞાનોના સમન્વયમય જે તત્ત્વજ્ઞાન છે, તે જિનોએ બતાવ્યું છે, માટે જૈન તત્ત્વજ્ઞાન કહેવાય છે. જૈન શબ્દ કાઢી નાંખીએ તો પણ તે તત્ત્વજ્ઞાન જ છે, તે જ તત્ત્વજ્ઞાન છે, તે સિવાય કોઈ કાળે બીજું તત્ત્વજ્ઞાન સંભવી શક્યું નથી. સંભવી શકતું નથી, સંભવી શકશે નહિ. આધુનિક વૈજ્ઞાનિકોની તો શક્તિ બહારનું જ એ કામ છે અને તેને સંપૂર્ણ કરતાં કેટલો વખત જાય, તે કહી શકાય તેમ છે જ નહિ, માટે કોઈથી હાલમાં સંપૂર્ણ શોધી શકાય તેમ છે જ નહીં, કેમ કે કોઈ પણ દુન્યવી સાધનો સંપૂર્ણ શોધને માટે— હંમેશને માટે અપૂર્ણ જ છે.
આ બાબતની સાબિતી માટે નીચેની વિચારસરણી ઉપયોગી થશે.
આજે સર્વ વિદ્વદુમંડળમાં એ તો પ્રસિદ્ધ છે કે, જૈનોનો
૫