Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 30
________________ કળાઓના હેવાલો ત્યાં પૂરા પાડવામાં આવતા ગયા, તેમ તેમ તેઓ આગળ વધતા ગયા. પરંતુ, એમ ને એમ એ દેશોમાં પણ એકાએક મહાન કરીગરો ઉત્પન્ન થતા ગયા છે, એમ સમજવાનું નથી. જેમ સુતાર, લુહાર, સોની, રંગારા, ચિતારા વગેરે અહીં હતા, તેમ જ ત્યાં પણ હોય જ, એ સ્વાભાવિક છે. તેમાં પણ ચડતી ઊતરતી હોશિયારીવાળા હોય, એ પણ સ્વાભાવિક છે. પરંતુ એટલું ચોક્કસ છે કે તેઓ ભારતવર્ષના કારીગરો કરતાં તે વખતે ઊતરતી શક્તિવાળા હતા. અને તેમને પુષ્કળઅતિપુષ્કળ ઉત્તેજન આપવામાં આવ્યું છતાં તેઓ આગળ વધી શકે તેમ નહોતા, પરંતુ રાજકીય અને બીજી લાગવગ વધારીને અહીંના કારીગરો ઉપર સીધી કે આડકતરો અંકુશ મૂકાતો ગયો. પછી ત્યાંના એ ધંધાર્થીઓ પૂરા જોરમાં આવી ગયા. બસ, હવે એક વખત હરીફાઈમાં આગળ વધી ગયા પછી ઉપર પ્રમાણે બન્નેય તરફના રાજકીય રક્ષણને લીધે તેઓની પ્રગતિ ખૂબ જ વધી ગઈ. વકરા વધતા ગયા. નવા નવા અખતરા થતા ગયા અને તેમાંથી વિજ્ઞાન જન્મતું ગયું. વિજ્ઞાન માત્ર વિચારમાં જ વધ્યું હોત અને તે કારીગરો મારફત વ્યવહારું ન બનાવ્યું હોત, તો તે માત્ર સમજવા વાંચવા પૂરતું જ રહેત. આ હરીફાઈમાં પડેલા માણસોમાંના કેટલાક જેમ જેમ વધારે બુદ્ધિ ચલાવતા ગયા, અને તેના ધ્યાનમાં જે નવા નવા અખતરા આવતા ગયા, તેમ તેમ તેઓ લખી રાખતા ગયા, તેને માટે પછી રાજ્યોએ સંસ્થાઓ સ્થાપી આપી. એવાં લખાણોનો

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94