________________
વગેરે પ્રથમ તો હિતની વાતો કરીને મંડળો ભરાવા લાગ્યાં છે. તે પણ સુધારાને અનુસરી ઠરાવો કરશે. તે ઠરાવો જો કે કોઈ માનશે નહીં. પણ એકાદ એવા મુદ્દા માટે કેટલાક લોકમત કેળવાઈ ગયો હશે, કે સરકાર કોઈ એવો કાયદો કરે, તેમાં એ લોકો ટેકો આપવાના અને જ્ઞાતિના મૂળ આગેવાનો આંખો ચોળીને બેસી રહેવાના અને કાયદો “અમુક જ્ઞાતિના અમુક માણસોની સહાનુભૂતિથી” ઠોકાઈ જવાનો. જેમ કૉન્ફરન્સની જૈનસંઘમાં ખાસ કશી અસર ન પડી હોય, પણ રાજ્યસત્તાએ દીક્ષાનો કાયદો કરવામાં તેની મદદ લઈ લીધી. જો કે એ કામ પૂરતો જ તેનો જન્મ હતો. હવે વિશ્વધર્મના વિચારો ફેરાવવામાં તેનો, યુવક સંઘ, કોંગ્રેસના પ્રધાનો વગેરેનો ઉપયોગ થશે અને તે પ્રમાણે થઈ રહ્યો છે. માટે જ્ઞાતિઓની પવિત્રતા ટકાવી રાખવામાં સંઘની પણ રહ્યા છે. આવા સંમેલનો જ્ઞાતિઓને ફટકો મારશે. ધર્મનાં સૂક્ષ્મ તત્ત્વો સમજનારા પરદેશથી આવશે, પાળનારા આવશે, અભ્યાસીઓ આવશે. પણ તમારું રહસ્ય સમજવા અને તેના ઉપર ક્યાંથી ઘા કરી શકાશે, તેનો અભ્યાસ કરવા. પ્રો. ગ્લાઝેનાપનું પુસ્તક જૈનીઝમ પણ આજ દષ્ટિથી લખેલું છે. “ક્યાં ક્યાં જૈનોનું બળવાન પાસું છે? ક્યાં નબળું પાસું છે? આપણને મદદ કરનાર કોણ કોણ જૈનો છે?” વગેરે પોતાના રાષ્ટ્રીય હિતના મુદ્દા ધ્યાનમાં રાખીને એ લખવામાં આવેલું છે.
વળી એક બીજો સો પાનાનો નિબંધ લખીને તેણે છેવટે સાબિત કરવા પ્રયત્ન કર્યો છે કે “જૈનધર્મ હિંદુધર્મનું એક સ્વરૂપ
૮૨