Page #1
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ અને સર્વજ્ઞતા
'પતિવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખ
પ્રકાશક
શ્રતરત્નાકર શારદાબેન ચિમનલાલ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર
‘દર્શન”, રાણકપુર સોસાયટી સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪.
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ અને સર્વજ્ઞતા
પંડિતવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખ
પ્રકાશક
શ્રતરત્નાકર શારદાબેન ચિમનલાલ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર
“દર્શન”, રાણકપુર સોસાયટી સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪.
Page #3
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ અને સર્વશતા (“જૈન સત્ય પ્રકાશ” અંક ૭માં ઉપસ્થી). લેખક : પંડિતવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખ
દ્વિતીય આવૃત્તિ : સંવત ૨૦૬૧
પ્રકાશક
શ્રતરત્નાકર શારદાબેન ચિમનલાલ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર
“દર્શન”, રાણકપુર સોસાયટી સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૪.
- પ્રાપ્તિસ્થાન પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ મેમોરિયલ ફાઉન્ડેશન ૩, લક્ષ્મી નિવાસ, પાઈ નગર, એસ. વી. પી. રોડ,
બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૯૨.
કિંમત રૂા. ૩૦-૦૦
મુક :
નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
સંપૂર્ણતાની સર્વોચ્ચતાએ બિરાજમાન તત્ત્વજ્ઞાન કે તત્ત્વદર્શન કે ધર્મ એટલે જૈનધર્મ. સ્યાદ્વાદ એ ધર્મનું એક અતિ મહત્ત્વપૂર્ણ અંગ. એ ધર્મ-શાસનના સ્થાપનારા ૨૪ તીર્થંકરોની સર્વજ્ઞતા-જ્ઞાન; તે જ્ઞાન, દર્શન અને ચારિત્રની ત્રિવેણીનું એક ઉત્તમ પાસું. આ સ્યાદ્વાદ અને સર્વજ્ઞતાની સામે આજનાં વિજ્ઞાન, શોધખોળો, વિકાસ, ‘જમાનો’ સુધારાવાદ, આધુનિક શિક્ષણ, જીવન-વ્યવસ્થાઓ, સિદ્ધાંતોની કહેવાતી વિદ્વત્તાપૂર્ણ સમીક્ષા ઇત્યાદિ તો એટલાં વામણાં છે કે મેરુ પર્વત અને એક રજકણની સરખામણીનો ‘રશિયો” પણ વધારે પડતો લાગે.
ખ્રિસ્તીધર્મની ચર્ચ સંસ્થા દ્વારા ઘડવામાં આવેલું અને પશ્ચિમનાં રાષ્ટ્રો દ્વારા અમલમાં મૂકવામાં આવેલું વિનાશનું કાવતરું છેલ્લાં ૫૦૦ વર્ષથી વિધ્વંસ વરસાવી રહ્યું છે. તે કાવતરાના મૂળને પારખી તેની સામે સહુને સાવધ કરનારા પંડિતવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખે ખૂબ ઊંડાણથી અને ખૂબ વિપુલતાથી લેખન કર્યું છે. કોઈક નજૂમી જેમ પોતાના કાચના ગોળામાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય સ્પષ્ટતાથી જુએ તે રીતે
Page #5
--------------------------------------------------------------------------
________________
પંડિતજીએ આ કાવતરાને ભેદ્યું છે અને તેના ચાર તબક્કાઓને પિછાણ્યા છે. તે તબક્કાઓ એટલે રાજકીય વિલીનીકરણ, સામાજિક વિલીનીકરણ, આર્થિક વિલીનીકરણ અને ધાર્મિક વિલીનીકરણ. ભારતના સંદર્ભમાં ત્રણ તબક્કઓ તો પૂરા થયા. પ્રજાવત્સલ રાજાઓની રાજયવ્યવસ્થા ગઈ અને આજની રાક્ષસી લોકશાહી રાજ્યવ્યવસ્થા કાયમ થઈ ગઈ. સામાજિક વ્યવસ્થાનું માળખું તૂટ્યું અને એક વખતની વ્યવસ્થિત સુખી અને સંતોષી જીવન જીવતી પ્રજા વર્ણસંકર પશુઓના ટોળા જેવું જીવન જીવવા બાધ્ય થઈ ગઈ. આર્થિક વ્યવસ્થાઓ તુટી અને વૈશ્વીકરણ અને ઉદારીકરણના યુગમાં ગેટ અને કંડેલ કરારોની નાગચૂડમાં ભીંસાઈને પ્રજા બેકારી, ગરીબી, ભૂખમરાની ખાઈમાં ધકેલાઈ ચૂકી છે.
હવે વારો છે પ્રજાના શ્વાસોચ્છવાસ સમી તેના સાંસ્કૃતિક અસ્તિત્વની જીવાદોરી જેવી ધર્મવ્યવસ્થાને ખોરવવાનો. આ તબક્કો પણ પ્રથમ વિશ્વધર્મપરિષદ ભરાઈ (૧૮૯૩માં) ત્યારથી ચાલુ જ છે. ૧૦૦ વર્ષના ગાળામાં ધર્મક્ષેત્રે જે ધોવાણ કરવામાં આવ્યું છે તેની કલ્પના પણ ચારે તરફથી અસ્તિત્વ સામેનાં આક્રમણોથી ઘેરાયેલા સામાન્ય માનવીને આવવી મુશ્કેલ છે. ભારતના જાહેર જીવનમાંથી ધર્મને હાંકી કાઢી ‘સેક્યુલર સ્ટેટ’નું કાયદા (બંધારણ) દ્વારા નિર્માણ, ધર્મની મહાસત્તાની સદંતર અવહેલના, ધાર્મિક ભાવનાની જાહેર ઠેકડી, ધર્મના માર્ગમાં એક પછી એક ઉમેરાતા અંતરાયો વગેરે; આ બધું એક નિયોજિત યોજના મુજબ ચાલી રહ્યું છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
આ સ્થિતિ સામે પંડિતજીએ એમના એક વિસ્તૃત નિબંધમાં છેક ૧૯૩૬ કે ૧૯૩૯માં સમાજને ચેતવ્યો હતો. તે નિબંધ એટલે જ “સ્યાદ્વાદ અને સર્વજ્ઞતા”. આજથી લગભગ ૬૫ વર્ષ પૂર્વે લખાયેલ આ લેખ પ્રથમ “જૈન સત્ય પ્રકાશના અંક ૭માં છપાયો અને ત્યાર બાદ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા દ્વારા સને ૧૯૩૮માં પ્રકાશિત “ગૂર્જર સાહિત્ય સંગ્રહ-ભાગ ર”માં તેનો સમાવેશ કરવામાં આવ્યો. મહોપાધ્યાયન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત “દ્રવ્ય-ગુણ-પર્યાય”ના રાસનો સંગ્રહ જે ગ્રંથમાં છે તે જ ગ્રંથમાં પંડિતજીનો આ લેખ પણ સ્થાન પામ્યો, તે જ સૂચક છે કે આ લેખ કેટલો મહત્ત્વપૂર્ણ છે.
હાલમાં ધર્મ પરનાં આક્રમણોની તીવ્રતા જે રીતે વધી રહી છે, ખ્રિસ્તી ધર્મની ધર્માતરણની ક્રિયા જે વેગ ધરી રહી છે, ભારતના મૂળ ધર્મને નષ્ટ કરવાનાં જે પરોક્ષ પગલાં લેવાઈ રહ્યાં છે–તે બધું જોતાં ૬૫ વર્ષો પૂર્વે પંડિતજીએ જે લખ્યું તે આજના દિવસ અને ઘડી માટે લખ્યું તેવું ફલિત થાય છે; અને તેથી એ નિબંધને પુનઃ પ્રકાશિત કરી સુજ્ઞ વાચકોના હાથમાં મૂકીએ છીએ, જેથી બીજું કંઈ નહીં તો છેવટે દરેકના પોતાના વ્યક્તિગત જીવનમાં ધર્મ તેના મૂળ સ્વરૂપમાં ટકી શકે. એક શાશ્વત સત્ય છે જે ધર્મને ટકાવશે, ધર્મ તેને ટકાવશે. તેથી ધર્મને ટકાવવા માટે નહીં તો પણ પોતે ટકી રહેવા માટેના પુરુષાર્થમાં આ નિબંધ માર્ગદર્શક બની રહેશે તો પંડિતજીનો પ્રયત્ન સાર્થ બનશે.
– પ્રકાશક
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
(૧)
સ્યાદ્વાદ અને સર્વશતા
જૈનદર્શન બહુ જ ઊંચી કોટિનું દર્શન છે. આનાં મુખ્ય તત્ત્વો વિજ્ઞાન-શાસ્ત્ર (સાયન્સ-Science)ના આધાર ઉ૫૨ રચાયેલાં છે. આ મારું કેવળ અનુમાન જ નથી, પણ મારો સંપૂર્ણ અનુભવ પણ છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ વધતું જાય છે, તેમ તેમ જૈનધર્મના સિદ્ધાંતો પણ સિદ્ધ થતા જાય છે.”
સ્વર્ગસ્થ ડૉ. એલ. પી. ટેસીટેરી (ઇટાલી)
જૈનધર્મ એક વૈજ્ઞાનિક ધર્મ છે.”
–દરબારી લાલજી
ઉપર જણાવેલા બન્નેય જૈનધર્મના અભ્યાસીઓના
Page #9
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાય કરતાં જૈનધર્મના એક અભ્યાસી તરીકે મારો અભિપ્રાય કંઈક જુદો પડે છે. તે આ લેખમાં વિદ્વાનો સમક્ષ નમ્રતાપૂર્વક રજૂ કરવા રજા લઉં છું.
જૈનધર્મને એક સામાન્ય આચારવિચારવાળો ધર્મ માની લઈ, જેઓ તેને જગતનો એક અમૂલ્ય વારસો નથી સમજતા, તેઓને તે બન્નેય લેખકો સમજાવવા માગે છે કે, “જૈનધર્મ એક સામાન્ય વસ્તુ નથી, પરંતુ તેનું ચણતર વિજ્ઞાનના વિચારો ઉપર રચાયેલું છે.” પરંતુ આ સ્વરૂપ પણ ખરી રીતે જૈનધર્મ માટે ન્યૂનોક્તિવાળું જણાય છે. જૈનધર્મ માત્ર વિજ્ઞાનશાસ્ત્રસિદ્ધ છે અને એટલા પૂરતો જ માત્ર વૈજ્ઞાનિક ધર્મ છે, એવું નથી પણ “તત્ત્વજ્ઞાનશાસ્ત્રસિદ્ધ છે, તત્ત્વજ્ઞાનમય છે.”
તત્ત્વજ્ઞાન શબ્દ અને વિજ્ઞાન શબ્દ : નીચે પ્રમાણે જુદા જુદા અર્થમાં પ્રચલિત છે. એટલે બન્નેયમાં અર્થ ભેદ છે તે નીચે પ્રમાણે–
વિજ્ઞાન શબ્દનો અર્થ કોઈ પણ એક સાયન્સ-કોઈ પણ એક વિષયનું પદ્ધતિસર શાસ્ત્ર, એવો થાય છે. દાખલા તરીકે : યંત્રવિજ્ઞાન, શબ્દવિજ્ઞાન, ભૂમિતિવિજ્ઞાન, ભૂસ્તરવિજ્ઞાન, ભૂતલવિજ્ઞાન, ભૂગર્ભવિજ્ઞાન, ખગોળવિજ્ઞાન, સુતારીશિલ્પ વિજ્ઞાન, બાંધકામશિલ્પવિજ્ઞાન, ચિત્રવિજ્ઞાન, આરોગ્ય વિજ્ઞાન, પ્રમાણવિજ્ઞાન, માનવિજ્ઞાન, અધ્યાત્મવિજ્ઞાન વગેરે નાનાં મોટાં વિજ્ઞાનોનું એક મોટું લિસ્ટ થવા જાય, પરંતુ આમાં દરેક વિજ્ઞાન મુખ્યપણે સ્વતંત્ર હોય છે અને એવાં સંખ્યાબંધ વિજ્ઞાન જગતમાં હોય છે. ,
Page #10
--------------------------------------------------------------------------
________________
તત્ત્વજ્ઞાન તો જગતમાં એક જ હોઈ શકે, કેમ કે તત્ત્વજ્ઞાનનો વિષય જ એટલો બહોળો છે, કે જે આખા વિશ્વ ઉપર ફરી વળે છે. તત્ત્વજ્ઞાન જગતનાં સર્વ વિજ્ઞાનોનો પરસ્પર સંબંધ, સમન્વય અને ગૌણ મુખ્ય ભાવનું પ્રતિપાદન કરે છે. સંપૂર્ણ વિશ્વદર્શનનું નામ તત્ત્વજ્ઞાન (ફિલોસોફી-Philosophy) છે.
આ ઉપરથી સમજી શકાશે કે તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં મોટો તફાવત છે. તત્ત્વજ્ઞાન વ્યાપક છે અને લાખો વિજ્ઞાનો તેના પેટમાં સમાય છે.
- હાલના સંશોધકો અનેક વિજ્ઞાનોની શોધો ચલાવી રહ્યા છે અને દરેકમાં દરરોજ નવું નવું શોધ્યાની જાહેરાત કરે છે, છતાં એટલું તો કહે જ છે કે, “હજુ કોઈ પણ વિજ્ઞાન પૂરું શોધી શકાયું નથી. દરેકમાં નવી શોધ થાય છે કે જૂની શોધ ખોટી પડે છે અથવા કેટલીક જૂની શોધ વધારે સ્પષ્ટ પણ થાય છે. પરંતુ દરેકનો છેડો આવી ગયો છે, એમ સમજવાનું નથી, હજુ પાશેરામાં પહેલાં પૂણી કંતાઈ છે. શોધાયું માનીએ છીએ, તેના કરતાં કંઈક ગણું હજુ અણશોધ્યું રહ્યું છે.”
આ ઉપરથી આપણે એમ તો સમજી શકીશું જ કે, જ્યારે એક પણ વિજ્ઞાન સંપૂર્ણ શોધાયું નથી, ત્યારે સંપૂર્ણ વિજ્ઞાનો શોધવાની તો વાત જ શી? અને જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનો શોધાયાં નથી, તો તત્ત્વજ્ઞાન શોધાયાની તો વાત જ શી ? અને
જ્યારે તત્ત્વજ્ઞાનના સંશોધનની વાત પણ થઈ શકતી નથી, તો પછી જગત માટે અબાધ્ય સાંગોપાંગ અને શુદ્ધ : જીવનમાર્ગ શોધી આપવાની તો વાત જ ક્યાં રહી ?
Page #11
--------------------------------------------------------------------------
________________
છતાં “કાન્ટ” વગેરે ફિલસૂફો એ તત્ત્વજ્ઞાનના અભ્યાસની પાઠશાળામાં પાટી ઉપર ધૂળ જ નાંખી છે, એમ કહેવું પડશે અને બીજા પણ અનેક આધુનિક વિદ્વાનો એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે.
પ્રાચીન કાળનાં દર્શનો અને ધર્મ તરફ જોઈશું, તો તે પણ બધાં વૈજ્ઞાનિક ધર્મો જણાશે. આગળની ભૂમિકા ઉપર કોઈ ચડેલાં જણાતાં નથી. એટલું ખરું કેટલાક ધર્મ સામાન્ય ભૂમિકા કરતાં ઉપરની ભૂમિકા ઉપર હશે, ત્યારે કેટલાક એક કરતાં વધુ વિજ્ઞાનોના પાયા ઉપર રચાયેલા માલૂમ પડશે.
દા. ત. વેદાંત, “જગતમાં કેવળ એકલું બ્રહ્મ છે-જગત માત્ર બ્રહ્મમય જ છે”, એમ કહીને જગતન. એકીકરણનું વિજ્ઞાન પૂરું પાડે છે, ત્યારે વૈશેષિકદર્શન વગેરે પૃથક્કરણ સમજાવે છે. ન્યાયદર્શન પ્રમાણશાસનું વિજ્ઞાન સમજાવે છે. ત્યારે મીમાંસકો શપ્રમાણના વિજ્ઞાનને દઢ કરે છે. સાંખ્ય પ્રકૃતિ અને પુરુષમાં જગતને વહેંચે છે અને યોગદર્શન યોગવિદ્યાનું વિજ્ઞાન પૂરું પાડે છે. બૌદ્ધદર્શન જગતની અનિત્યતા અને વૈરાગ્યભાવનાનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે વેદાંત માત્ર જગત નિત્ય જ છે, એમ કહીને નિત્યતાનું વિજ્ઞાન પૂરું પાડે છે. છંદ અવેસ્તા મન-વચનકાયાની પવિત્રતા ઉપર ભાર મૂકે છે. ત્યારે ખ્રિસ્તી ધર્મ સહનશીલતા અને પરદુઃખભંજન પરોપકારની નીતિનું માત્ર જ્ઞાન આપે છે. કુરાનેશરીફ શ્રદ્ધા અને મક્કમતા દઢ કરે છે.
ચાણકયનું અર્થશાસ, ચરકનું આરોગ્યશાસ, પાણિનિનું વ્યાકરણશાસ, મમ્મટનું કાવ્યપ્રકાશ, ભરતનું
Page #12
--------------------------------------------------------------------------
________________
નાટ્યશાસ્ત્ર, વિશ્વકર્માનું શિલ્પશાસ્ત્ર વગેરે પણ જુદાં જુદાં વિજ્ઞાનો જ છે, એ તો સ્પષ્ટ જ દેખાય છે. એક વિજ્ઞાનને બીજા વિજ્ઞાનનો કેટલોક આધાર હોય છે. એક વિજ્ઞાન સાથે બીજું વિજ્ઞાન અમુક જાતનો થોડો ઘણો સંબંધ ધરાવતું હોય છે. એક વિજ્ઞાનનાં પેટા વિજ્ઞાનો ઘણાં હોય છે અને એક મુખ્ય વિજ્ઞાન પણ બીજા કોઈ મોટા વિજ્ઞાનનું પેટા વિજ્ઞાન હોય છે.
પરંતુ જગતમાં કોઈ પણ એવો ધર્મ એવું દર્શન કે એવી શોધ નથી કે જે તત્ત્વજ્ઞાનરૂપે હોય.
આ જગતમાં તત્ત્વજ્ઞાન તરીકે કોઈ પણ દર્શન હોય, તો તે કેવળ જૈનદર્શન છે. એટલે કે જગતમાં સંભવિત સર્વ વિજ્ઞાનોના સમન્વયમય જે તત્ત્વજ્ઞાન છે, તે જિનોએ બતાવ્યું છે, માટે જૈન તત્ત્વજ્ઞાન કહેવાય છે. જૈન શબ્દ કાઢી નાંખીએ તો પણ તે તત્ત્વજ્ઞાન જ છે, તે જ તત્ત્વજ્ઞાન છે, તે સિવાય કોઈ કાળે બીજું તત્ત્વજ્ઞાન સંભવી શક્યું નથી. સંભવી શકતું નથી, સંભવી શકશે નહિ. આધુનિક વૈજ્ઞાનિકોની તો શક્તિ બહારનું જ એ કામ છે અને તેને સંપૂર્ણ કરતાં કેટલો વખત જાય, તે કહી શકાય તેમ છે જ નહિ, માટે કોઈથી હાલમાં સંપૂર્ણ શોધી શકાય તેમ છે જ નહીં, કેમ કે કોઈ પણ દુન્યવી સાધનો સંપૂર્ણ શોધને માટે— હંમેશને માટે અપૂર્ણ જ છે.
આ બાબતની સાબિતી માટે નીચેની વિચારસરણી ઉપયોગી થશે.
આજે સર્વ વિદ્વદુમંડળમાં એ તો પ્રસિદ્ધ છે કે, જૈનોનો
૫
Page #13
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાંત સ્યાદ્વાદછે. સ્યાદ્વાદ એટલે શું? આ જગતમાં એવું અટપટું છે કે તે કેવું છે તે સંપૂર્ણપણે કહેવું મુશ્કલે છે, એટલું જ નહિ પણ અશક્ય છે. ઉપનિષદૂકારો પણ તિ નેતિ કહીને જગતનું નિરૂપણ અશક્ય છે–એમ કહે છે. જૈનો પણ એમ જ માને છે છતાં તે એટલું તો કહે જ છે કે જગતનું સંપૂર્ણ સ્વરૂપ કહેવાને માટે અશકય જ છે, છતાં કેટલુંક સ્વરૂપ આપણે સૌ બોલીએ છીએ, માટે તેનો સ્વાદ્વાદ થઈ શકે છે. સ્યાદ્વાદ એટલે કથંચિદ્વાદ. સામે પક્ષે કથંચિઅવાદ રહે છે. અર્થાત્, જગત સાદું વક્તવ્ય છે અને સ્યાદ્ અવ્યક્તવ્ય છે. જગત સર્વ વિજ્ઞાનમય કેવી રીતે છે, તે જાણવામાં આવવા છતાં સ્યાદ્ કથંચિ) વાદ કહી શકાય છે. જે કાંઈ બોલાય છે, તેના સિવાય પણ એ વસ્તુ વિશે બીજું કાંઈક હોય છે ખરું, પણ બોલાતું નથી અથવા એ બોલાતું હોય તે વખતે પણ પ્રથમનું જે બોલાયેલું છે તે પણ એ વખતે બોલી શકાતું નથી. તેથી આ જગતનો સ્યાથી જ વાદ થઈ શકે છે. સ્યાદ્ વિના વાદ થઈ શકતો નથી, બોલી શકાતું નથી.
આ રીતે જૈનદર્શનમાં જગતનું નિરૂપણ સ્યાથી કરવામાં આવ્યું છે, તે પણ ઘણું જ વિવિધ છે. એકીકરણની દષ્ટિથી, પૃથક્કરણની દૃષ્ટિથી, વિશેષ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, સત, અસતુ, વગેરે દૃષ્ટિબિંદુઓથી એ ઉપરાંત એક રીતે, બે રીતે, ત્રણ રીતે, ચાર રીતે, પાંચ રીતે, છે રીતે, સાત રીતે, આઠ રીતે, નવ રીતે, એમ અનેક રીતે જગત સમજાવ્યું છે અને તે દરેક રીતમાં પરસ્પર એક બીજી પદ્ધતિને ગૌણમુખ્ય ભાવ આપેલો છે. ઉપરાંત ચૈતન્ય વિજ્ઞાન, પ્રાણી
Page #14
--------------------------------------------------------------------------
________________
વિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન, ભૂતલ, ભૂસ્તર વગેરે વિજ્ઞાનો, રાનીતિ, શિલ્પ, જ્યોતિષ, ગણિત, શબ્દશાસ્ત્ર, યોગ, વગેરે લાખો વિજ્ઞાનો બતાવ્યાં છે. તેનો પરસ્પર સંબંધ બતાવી, જીવનમાં ઉપયોગ અને તત્ત્વજ્ઞાનમાં સમન્વય બતાવેલો છે. માટે બહુ જ સારી રીતે અભ્યાસ કરનારને આ દર્શન તત્ત્વજ્ઞાન દર્શન જ લાગશે, જ્યારે બીજું કોઈ પણ દર્શન જ્ઞાનના સંગ્રહે વિજ્ઞાનરૂપ ભાસશે. વેદાંત એટલે વેદોનો સાર, પણ વેદો તત્ત્વજ્ઞાનમય નથી. મીમાંસકો પણ માત્ર “વિચારકો જ છે, અર્થાત્ સાંગોપાંગ તત્ત્વ પ્રાપ્ત કરી શક્યા નથી’” વગેરે.
જૈનોના નયો તે તે વિજ્ઞાનના અભિપ્રાયો વ્યક્ત કરે છે અને જૈનોનું પ્રમાણ તત્ત્વજ્ઞાન દૃષ્ટિનો અભિપ્રાય વ્યક્ત કરે છે. બીજાની પ્રમાણ વ્યવસ્થા કરતાં જૈનોની પ્રમાણ વ્યવસ્થા આ રીતે જુદી પડે છે. આ ઉપરથી જોતાં વેદાંતદર્શન, ન્યાયદર્શન વગેરે દર્શન શબ્દો નયદૃષ્ટિથી એકાદ બે કે તેથી વધારે વિજ્ઞાનો સૂચવે છે. ત્યારે સ્યાદ્વાદ શબ્દ તત્ત્વજ્ઞાન સૂચવે છે. સ્યાદ્વાદ શબ્દનો પ્રયોગ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી છે અને તે દૃષ્ટિથી જ પ્રયોગ થઈ શકે, માટે સ્યાદ્વાદ શબ્દનો પ્રયોગ જ તત્ત્વજ્ઞાનપણું સૂચવે છે.
એ શબ્દ તત્ત્વજ્ઞાનશાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે. તત્ત્વજ્ઞાનશાસ્ત્રમાં જ નયસંબંધી વિચાર હોઈ શકે. બીજા દર્શનો તો એક એક નયરૂપ જછે, એટલે તેમનામાં નયસંબંધી વિચાર ન હોય, એ સ્વાભાવિક છે. તેઓના પ્રમાણની વ્યાખ્યાઓ પણ એકદેશીય જ હોય છે.
આ ઉપરથી જુદાં જુદાં વિજ્ઞાનોના જ્ઞાતાઓ સર્વજ્ઞ ન
Page #15
--------------------------------------------------------------------------
________________
હોઈ શકે, એ દેખીતું જ છે અને જ્યાં સુધી જૈનદર્શનને પણ વૈજ્ઞાનિક માનીએ ત્યાં સુધી તેના પ્રતિપાદક સર્વજ્ઞ હોઈ જ શકે એમ કહેવું વધારે પડતું છે. થીઅરીઓ-(Theory)નો જ્ઞાતા પોતાના વિજ્ઞાન વિષે થીઅરી(Theory)થી સૂક્ષ્મ હકીકતો સમજાવી શકે ખરો, પણ એટલા પૂરતો તેને સર્વજ્ઞ કહી ન શકાય. અલબત્ત, માન આપવા માટે આલંકારિક ભાષામાં તેને ઉપમાથી સર્વજ્ઞ કહેવામાં વાંધો નથી. જેમ કે ભા સર્વજ્ઞ, કપિલ સર્વજ્ઞ, વગેરે અને એટલી વાત સાચી પણ ખરી કે પોતાના વિષયના બીજા બધા વિદ્વાનો કરતાં તેઓ વધારે સર્વ જાણનારા, માટે સર્વજ્ઞ ખરા.
પરંતુ તત્ત્વજ્ઞાનના સ્યાદ્વાદનું નિરૂપણ સંપૂર્ણ સર્વજ્ઞ વિના થઈ જ ન શકે. જો જૈનદર્શનને વૈજ્ઞાનિકદર્શનને બદલે તત્ત્વજ્ઞાન દર્શન માનીએ તો તેના બતાવનારા સર્વજ્ઞ સિવાય સંભવી શકે જ નહીં. સર્વવિજ્ઞાનો ધ્યાનમાં આવે, તેના સંબંધો ધ્યાનમાં આવે અને તે ઉપરથી જીવનમાર્ગ સમજાય, ત્યારે તત્ત્વજ્ઞાનનું સંપૂર્ણ પ્રતિપાદન કરી શકાય. એટલે સર્વ વિજ્ઞાનોના અને તત્ત્વજ્ઞાનના જ્ઞાતા તે જ સર્વજ્ઞ. એટલે કાં તો જગતમાં સ્યાદ્વાદ નથી, અનેક વિજ્ઞાનો નથી, તત્ત્વજ્ઞાન નથી અને સર્વજ્ઞ પણ નથી અને જો લાખો કરોડો વિજ્ઞાનો હોય અને તે સર્વનો સમન્વય કરનારું તત્ત્વજ્ઞાન શાસ્ત્ર હોય અને તે સ્યાદ્વાદથી ગોચર કરાવનાર પણ હોય, તો અવશ્ય જગતમાં સર્વજ્ઞ સંભવી શકે છે.
એટલે કે, તત્ત્વજ્ઞાનને જાણનારા સિવાયના માત્ર વૈજ્ઞાનિકો સર્વજ્ઞ ન જ હોઈ શકે. સર્વજ્ઞ હોય તે જ તત્ત્વજ્ઞાની
Page #16
--------------------------------------------------------------------------
________________
હોઈ શકે અથવા તો તત્ત્વજ્ઞાની હોય તે સર્વજ્ઞ હોય જ અને તેથી હું માનું છું કે જૈનદર્શન તત્ત્વજ્ઞાનમય છે, કેવળ વિજ્ઞાનમય નથી.
આ જ વાત આચાર્ય મહારાજ શ્રીહરિભદ્રસૂરિ પણ કહે
दृष्टशास्त्राऽविरुद्धार्थं सर्वसत्त्वसुखावहम् । मीतं गभीरमाह्लादिवाक्यं यस्य, स सर्वविद् ॥१॥ एवं भूतं तु यद् वाक्यं जैनमेव, ततः स वै । સર્વો, નાચ, તિવ્ય થતા વચૈવ મતે પરા पक्षपातो न मे वीरे, द्वेषो न कपिलादिषु । યુમિદ્વિવ યસ્થ, તસ્ય, વાર્ય: પઃિ રૂા.
જેનું વાક્ય જગત અને શાસ્ત્ર (થીઅરીઓ Theory) કરાતાં વિરુદ્ધ અર્થ ન સમજાવતું હોય, સર્વ પ્રાણીઓને હિતકર હોય, માપસર હોય, ગંભીર અને આનંદદાયક હોય, તે સર્વજ્ઞ સમજવો. (૧)
એવા પ્રકારનું જે વાક્ય, તે તો કેવળ જૈન વાક્ય જ છે : તેથી તે જ સર્વજ્ઞ છે, બીજા કોઈ સર્વજ્ઞ હોઈ શકે નહીં. આ વાત સ્યાદ્વાદની ઉક્તિથી જ સાબિત કરી શકાય છે. (૨)
મને મહાવીર ઉપર પક્ષપાત નથી અને કપિલ વગેરે ઉપર દ્વેષ નથી. છતાં એટલું તો ખરું જ છે કે–જેની વાત યુક્તિયુક્ત હોય, તેનો તો સ્વીકાર કરવો જ પડે ને ? (૩).
સ્યાદ્વાદને આજે ખરા અર્થમાં સમજવો એ સ્યાદ્વાદની
Page #17
--------------------------------------------------------------------------
________________
પહેલી પૂજા છે. તેમજ “જેમ જેમ આધુનિક વિજ્ઞાન ખીલતું જાય છે, તેમ તેમ જૈન સિદ્ધાંતો સાબિત થતા જાય છે,” તે પણ અર્ધ સત્ય કે ખોટું છે. કેમ કે એક નક્કી થઈ ગયેલી બાબતને ફરીથી શોધવા માટે શક્તિ, ધન અને સમયનો વ્યય કરવો એ જગતને સત્યથી વંચિત રાખે છે. એટલે કે જગતમાં કેટલું નુકસાન થાય છે, એ દેખીતું જ છે. એટલે હાલની શોધોથી જૈન સિદ્ધાંતનાં કેટલાંક તત્ત્વો સાબિત થતાં હોય, તેટલા ઉપરથી જૈનદર્શનનું તત્ત્વજ્ઞાનદર્શનનું માન સચવાતું નથી. મી. ટેસીટેરીએ વાક્યો ઉચ્ચારીને જૈનોને પણ હાલના વિજ્ઞાનની ખિલવણીમાં સામેલ કરવાની યુક્તિ વાપરે છે, “પોતાના શાસ્ત્રના સિદ્ધાંતો સાબિત કરવાની લાલચથી પણ જો તેઓ આકર્ષાય, તો હાલના વિજ્ઞાનને સારો ટેકો મળે,” એ આશયથી જૈનદર્શનના વખાણ કરે છે, બાકી તેમાં કશી ખાસ વિશેષતા નથી અને એવા વખાણથી ભોળવાવાનું યે નથી. જગત મિથ્યા પ્રયાસ છોડીને એ "સિદ્ધમતને વળગીને આગળ ચાલવું તેને બદલે આજની યુરોપીય દુનિયા ભાંગફોડમાં પડેલી છે અને તત્ત્વજ્ઞાનદર્શનને વળગેલાઓને પણ વિજ્ઞાનની આકર્ષક અને ઉત્તેજક વાતો કરીને તત્ત્વજ્ઞાન અને તેને અનુસરતા યોગ્ય જીવોને આર્ય જીવનથી દૂર કરે છે.
૧. સિદ્ધ મોપયયો પામ નિમણ
1 - પુવવવવસૂત્ર હે લોકો ! સિદ્ધિ-ચોક્કસ તરીકે સાબિત થઈ ચૂકેલા શ્રી જિનમતને પ્રયત્નપૂર્વક નમો.
Page #18
--------------------------------------------------------------------------
________________
(૨)
આધુનિક વિજ્ઞાન અને જૈન તત્ત્વજ્ઞાનની અબાધ્યતા
જૈન શાસ્ત્રોમાં છ દ્રવ્યો અને તેના સ્વભાવ, ગુણો વગેરે જે વર્ણવ્યા છે, તે ત્રણ કાળને માટે એકસરખા જ હોય છે, તેમાં કદી ફેરફાર થઈ શકતો નથી. છ દ્રવ્યમાંના જીવ અને પુદ્ગલ દ્રવ્ય એ બે દ્રવ્યોનાં કાર્યો દરેક માણસો પોતાના અનુભવમાં લઈ શકે છે. બીજાં ચાર દ્રવ્યોની અસર એકાએક સામાન્ય માણસના ખ્યાલમાં આવી શકે તેમ નથી.
પુદ્ગલ દ્રવ્યનાં અનેક પરિણામો અને એ ચેતનશક્તિનાં અનેક કાર્યો સૌ સમજી શકે છે.
ચેતનાશક્તિની વિવિધતા વિશે તો હાલનું વિજ્ઞાન લગભગ અંધારામાં આથડે છે. વિવિધ પ્રાણીઓ ઉપરથી પોતાની
૧૧
.
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રાણીવિદ્યા તેમણે ઉત્પન્ન કરી છે અને તેના ઉપરથી ઇંદ્રિયવિજ્ઞાનશાસ્ત્ર પણ ઉત્પન્ન કર્યું છે તથા માનસશાસ્ત્રના પણ અનેક પ્રયોગોની નોંધો રાખવા માંડી છે. એ બધાની પાછળ રહેલી ચૈતન્ય નામની વ્યાપક શક્તિ શું છે તેનો પત્તો હજુ લાગેલો જ નથી ત્યારે ચૈતન્ય અને તેના અધિષ્ઠાનરૂપ આત્મા તથા તેનાં કાર્યોના વિશાળ વૈવિધ્ય વિશે ગ્રંથોના ગ્રંથો જૈનદર્શનમાં ભર્યા છે અને તે પણ માત્ર છૂટક નોંધરૂપે નથી, પરંતુ શાસ્ત્રીય પદ્ધતિ ઉપર રચાયેલ યોગ્ય પદ્ધતિસર તેનું વિસ્તૃત-અતિવસ્તૃત વર્ણન છે. અનુભવગમ્ય, અતિવિપુલ ધન હોય તો પ્રયોગગમ્ય અને બુદ્ધિગમ્ય કરી શકાય તેવું પણ વર્ણન છે.
પુદ્ગલદ્રવ્ય વિશે હાલનું વિજ્ઞાન ઘણું આગળ વધ્યું હોય એમ કહેવામાં આવે છે, પરંતુ આધુનિક વિજ્ઞાનના ઇતિહાસના લેખકો જ તેને “પાશેરામાં પહેલી પૂણી” કહીને તેની અત્યલ્પતા જણાવે છે અને વાત પણ ખરી છે કે તે ક્ષેત્ર પણ એટલું બધું વિશાળ છે કે તેનો પાર સામાન્ય બુદ્ધિથી કરોડો વર્ષ પછી પણ માનવજાત લાવી શકે એમ નથી જ..
જૈનદર્શનમાં પુદ્ગલ દ્રવ્યના પાંચ વર્ણો ઃ બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ વગેરે પરમાણુ અને સ્કન્દગત પરિણામો તથા છ પ્રકારના શબ્દો ત્રણ પ્રકારનો બંધ, બે પ્રકારનું સૌમ્ય, બે પ્રકારનું સ્થૌલ્ય અનેક પ્રકારની આકૃતિઓ, પાંચ પ્રકારનો ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત વગેરે સ્કન્ધગત પરિણામો બતાવેલાં છે.
પુગલમાંથી શરીર બંધાય છે. ભાષા, મન અને
૧૨
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્વાસોચ્છવાસમાં પુદ્ગલ દ્રવ્યો ઉપયોગી છે. જીવન-મરણ, સુખ-દુઃખ પણ તેને લીધે થાય છે.
આ કહ્યા પછી તે દરેકના એટલા બધા પેટા ભેદો સમજાવે છે કે, જ્યાં આપણી બુદ્ધિ કામ જ ન કરે. દા. ત. પાંચ વર્ણ એટલે રંગ તો સમજયા. હવે કોઈ પણ એક લાલ વગેરે રંગ લઈએ. તેનો એક નાનામાં નાનો અંશ, તે વર્ણપરિચ્છેદ કહેવાય. એવા અમુક રંગના પરિચ્છેદો ભેગા થાય, ત્યારે એક વર્ગણા ગણાય અને એવી અનંત વર્ગણાનો એક રંગસ્પર્ધક થાય, એવા વર્ણસ્પર્ધકો જગતમાં અમુક સંખ્યામાં કુલ છે. વ્યવહારમાં તેનો વિચાર જૈનશાસ્ત્રકારો આ પ્રમાણે કરે છે. જગતમાં જેટલી લાલ ચીજો હોય, તેને એકઠી કરો. લાખો કરોડો બલ્ક અનંત એવી લાલ ચીજો આપણને મળી શકશે. દરેક ચીજો એક લાલ રંગની જ ગણવાની. પરંતુ તે દરેકનો લાલ રંગ પણ એક સરખો હોય જ નહીં. કોઈકમાં ઘેરો લાલ હશે, કોઈમાં સામાન્ય લાલ હશે, કોઈમાં ખૂલતો લાલ હશે, કોઈમાં ઝાંખો લાલ હશે. તેનું કારણ શું? તેનું કારણ એટલું જ કે લાલ વર્ણના સ્પર્ધકોની સંખ્યા ઓછીવત્તી છે. જેમાં લાલ વર્ણના ઓછા સ્પર્ધકો હોય, તેમાં લાલાશની કમી હોય અને વધુ સ્પર્ધકો હોય, તેમાં લાલાશ વધારે હોય. એ જ પ્રમાણે ગંધ વગેરે વિશે પણ સમજી શકાય.
આમ કરવાથી, જગતમાંની ત્રણેય કાળની તમામ લાલાશનું માપ અને ઓછાવત્તાપણાનું શાસ્ત્રીય ધોરણ નક્કી કરી આપ્યું. શું બાકી રહે છે, કે જેને શોધવા જુદી મહેનત કરવી પડે ? હાલનું વિજ્ઞાન આ પ્રમાણે પોતાની સ્વતંત્ર શક્તિથી
૧૩.
Page #21
--------------------------------------------------------------------------
________________
સાંગોપાંગ ત્રણેય કાળના રંગનું તો માપ આપી શકશે જ નહીં.
આ પ્રમાણે જ બાકીનાં બીજાં બધાં પુદ્ગલના પરિણામો વિશે સમજવું. સંસ્થાન વિશે-ગોળમટોળ, પ્રતરગોળ, સમચોરસ, ઘનચોરસ, ત્રિકોણ વગેરે આકૃતિઓની શરૂઆત, પરમાણુને બિંદુ તરીકે રાખીને પરમાણુની વૃદ્ધિથી એટલા બધા અસંખ્ય પ્રકાર પાડી બતાવ્યા છે કે જગતમાંની કોઈ પણ આકૃતિ તેની બહાર રહી શકતી નથી. તમામ સંભવિત આકૃતિઓનો તેમાં સમાવેશ થઈ જાય છે. હવે બીચારા આધુનિક ભૂમિતિ શાસ્ત્રનો તેની આગળ શો હિસાબ ?
યથાયોગ્ય યોજેલાં સ્થાન, પથારી, ભોજન વગેરે સામગ્રી જીવનકર અને આયુષ્કર રહે છે, અને એ બધાં વિપરીત હોય તથા ઝેર, શત્રુ, અગ્નિ વિગેરેથી મરણ નીપજે છે. ઇષ્ટ વર્ણાદિ સુખ આપે છે અને અનિષ્ટ દુઃખ આપે છે.
આ દરેક વિશે એટલાં બધાં વિગતવાર શાસ્ત્રીય વર્ણનો છે કે, જેમાં કાંઈ પણ બાકી રહેવા પામતું નથી.
૫૨માણુઓ ભેગા કેમ થાય છે ? છૂટા કેમ પડે છે ? એક પરમાણુમાં અનંત શક્તિઓ કેવી રીતે છે ? તેનું વર્ણન ૨૮ વર્ગ વર્ગણાઓ, ગ્રાહ્ય-અગ્રાહ્ય વર્ગણાઓ, અચિત્ત મહાસ્કન્ધો, પરિણામો, જેની જુદી-જુદી અનંત અસરો ચેતન સાથેના સંબંધોથી પુદ્ગલો ઉપર થતા નવાં નવાં પરિણામો-આ બધાંનું શાસ્ત્રીય વર્ણન એટલું બધું વિસ્તારપૂર્વક, પદ્ધતિસર, સૂક્ષ્મ વિચારથી ભરેલું, જૈનશાસ્ત્રોમાં છે કે જે જગતના કોઈ પણ
૧૪
Page #22
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાં નથી. કોઈ પણ વૈજ્ઞાનિક શોધી શકે તેમ નથી. તેમાં આજની ઇલેક્ટ્રિકસિટી, રેડિયમ, ટેલિવિઝન, ફોનોગ્રાફ વગેરેનાં તત્ત્વોનો ક્યાંકનો ક્યાંક સમાવેશ થઈ જાય છે. કોઈ બાબતમાં સંજ્ઞાભેદ, નામભેદ, વ્યાખ્યાભેદ, ઉપયોગી જણાય, તેટલા ઉપરથી તેની શાસ્ત્રીય વ્યવસ્થાને ક્ષતિ આવતી નથી. વખત જતાં હાલનું વિજ્ઞાન પણ એવા ઘણા ભેદોમાંથી પર થઈ ઘણી બાબતમાં એકમત થતું જાય છે.
પ્રાચીન ગ્રંથોમાં મોટા મોટા સિદ્ધાંતો-વૈજ્ઞાનિક નિર્ણયો, ઘણા જ ટૂંકાણમાં અને સૂત્રાત્મક રીતે લખેલા હોય છે. ત્યારે હાલનાં પુસ્તકોમાં એક સૂત્ર જેટલી વાતને માટે મોટું ચાળીશપચાસ રૂપિયાનું વૉલ્યુમ હોય છે, એવાં સૂત્રાત્મક વાક્યોના પણ
જ્યાં સંખ્યાબંધ ફકરાઓથી વસ્તુઓનું વર્ણન કરેલું છે, તેમાં કેટલી બધી બાબતો સમાતી હશે? જરૂરી નકશા, જરૂરી ચિત્રો, જરૂરી સમજનાં દૃષ્ટાન્તો પણ તેમાં સંખ્યાબંધ હોય છે. વાંચ્યા વિના, વિચાર્યા વિના, તુલના કર્યા વિના, સમજ્યા વિના, “આવું કંઈ છે જ નહીં” એવું બોલતા, માત્ર હાલના વિજ્ઞાન પર ફિદા થતા આ દેશના યુવાનોને જોઈને બહુ જ ગ્લાનિ થઈ આવે છે કે “અરે ! બીચારા પોતાના ઘરની વસ્તુ સમજ્યા વિના બીજી તુચ્છ વસ્તુ ઉપર કેવા મુગ્ધ બની ગયા છે”? બાળક જેમ માત્ર ચળકતા રમકડા ઉપર રાજી રાજી થાય અને ઊંચ-નીંચુ થાય, તેમાં ઉંમર લાયકને માત્ર હાસ્યવિનોદ સિવાય કંઈ પણ ન જણાય. અહીં તો હાસ્યવિનોદનો પણ અવકાશ નથી. કારણ કે પોતાના બંધુઓનો બુદ્ધિભ્રંશ થવાથી તેઓ અવળે માર્ગે દોરાઈ
૧૫
Page #23
--------------------------------------------------------------------------
________________
જઈ પોતાનું હિત બગાડે છે, તેની ગ્લાનિ થાય છે.
ભારતના જૈન, બૌદ્ધગ્રંથ વૈદિક તથા બીજા છૂટક સાહિત્યમાં વર્ણવાયેલ વિજ્ઞાનનો જ બરાબર ખ્યાલ કરી લે, તેને પછી આધુનિક વિજ્ઞાન તરફ જરા પણ આશ્ચર્ય રહેતું જ નથી. બાકી તો કારીગરોની કરામતો અનેક હોય, તે કાંઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતો ગણાતા નથી. એલ્યુમિનિયમનો, કોલસાનો, વીજળીનો હજાર હજાર રીતે ઉપયોગ, એ તો કારીગરની કરામત છે. ધન, સંપત્તિ, અનુકૂળ સાધનોથી કારીગરો જેવી ધારે તેવી કરામતો બતાવી શકે છે. એમાં વૈજ્ઞાનિક આવિષ્કાર શો? છાપાંમાં રોજ નવા નવા અખતરા, પ્રયોગો, ચમત્કારિક વર્ણનો વાંચવા છતાં અમારા દિલ ઉપર તેથી લેશ માત્ર પણ આશ્ચર્ય થતું નથી. પરંતુ એ જ વાતોને જ્યારે જ્ઞાનીઓનાં વચનોમાં ભવ્ય સ્વરૂપે જોઈએ છીએ, ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે અને એવા મહાજ્ઞાનીઓ તરફ પૂજ્ય ભાવ પણ જરૂર થાય છે. કેટલાક લોકો જૈન ભૌગોલિક પદાર્થો, પ્રાણીઓનાં આયુષ્યો અને ઊંચાઈઓ ઉપરથી જૈન તત્ત્વજ્ઞાનનો ઉપહાસ કરે છે. પરંતુ તે ઉપહાસ કરનારા સમજુ લોકોની દૃષ્ટિમાં સવિશેષ ઉપસનીય છે, યા તો દયાપાત્ર છે.
કેમ કે–વિશ્વરચના કેવા પ્રકારની છે? પ્રાણીજ સૃષ્ટિ ક્યારની છે ? વિશ્વરચનાના એક ભાગરૂપ ભૂરચના કેવા પ્રકારની ભૂતકાળમાં હતી? હાલ કેવી છે? હાથી કરતાં દોઢા બમણા ગેંડાની જાતનાં પ્રાણીઓનાં હાડકાંની શોધ ઉપરથી મોટામાં મોટું પ્રાણી કેવડું હોઈ શકે? દક્ષિણ અમેરિકાથી માંડીને
૧૬
Page #24
--------------------------------------------------------------------------
________________
મધ્ય હિંદ સુધીના અર્ધચન્દ્રાકારના સમુદ્રમાં દબાઈ ગયેલા દેશની શોધ વગેરે ઉપરથી જ નથી. જ્યાં સુધી તે કોઈ પણ ચોક્કસ ધોરણ ઉપર જ નથી. જયાં સુધી તે કોઈ પણ ચોક્કસ ધોરણ ઉપર ન આવી શકે, ત્યાં સુધી શાસ્ત્રીય પદ્ધતિસર વર્ણવાયેલાં જૈન શાસ્ત્રના વિધાનો કયા આધારથી કયા માપથી ખોટાં ઠરાવવાં? વિજ્ઞાન વિશે પ્રસિદ્ધ થતા જુદા જુદા લેખો વાંચતાં તો કેટલીક એટલી બધી વિચિત્ર વાતો આવે છે કે શાસ્ત્રની વાતો માનવાને કાંઈ પણ આનાકાની કરવાની રહેતી જ નથી. એક તારાનું અમુક વર્ષે તેજ અહીં આવે છે, એક તારો અમુક કરોડ વર્ષે અમુક પ્રમાણમાં આપઘાત કરતો જાય છે. એક પરમાણુ એક રજકણનો અમુક કરોડનો ભાગ છે વગેરે.
સારાંશ કે ત્યાં પણ કરોડો, અબજો અને સંખ્યાતઅસંખ્યાત તથા અનંતથી વાતો કરવી પડે છે.
હાલના વૈજ્ઞાનિકો વિશે પણ ઉપરચોટિયું સમજનારાઓને અહીંનાં શાસ્ત્રમાનાં વિશાળતા પ્રતિપાદક ખરાં વર્ણનો વાંચીને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. પરંતુ જેને બન્નેયનો અને બન્નેયની ખૂબીનો ખ્યાલ હોય, તેઓને બેમાંથી એકેયમાં આશ્ચર્ય થાય તેમ નથી.
ફક્ત આપણી હાલની ઊછરતી પ્રજાને આપણાં વિધાનો ઉપર જે અશ્રદ્ધા થાય છે, તેનું કારણ શાસ્ત્રના વિશાળ વર્ણનો નથી, હાલના વિજ્ઞાનની શ્રેષ્ઠતા પણ નથી, તેઓની મનોવૃત્તિ પણ નથી. પરંતુ, કારણ માત્ર એક જ છે કે–શિક્ષણ સંસ્થાઓમાં વર્તમાનપત્રોમાં અને જાહેર સભાઓમાં અહીંના જ્ઞાન-વિચાર
૧૭.
Page #25
--------------------------------------------------------------------------
________________
તરફ અણગમો ઉત્પન્ન કરવાની અને ત્યાંના વિજ્ઞાન તરફ આકર્ષણ ઉત્પન્ન કરવાની યુક્તિયુક્ત ખૂબી ભરેલી ગુપ્ત કે પ્રગટ, સાક્ષાત્ કે પરંપરાએ અવશ્ય ગોઠવણ હોય છે. એ ગોઠવણ શાળા-કૉલેજોનું શિક્ષણ લેતા યુવાનો ઉપર અજબ અસર કરે છે, જે ત્યાંનાં ઘટક તત્ત્વોની કાયમ તરણ કરે છે. તેમાંના જે વધારે મોટી ઉંમરના અને દેશસેવાને નામે બહાર પડેલા હોય, તે જ દેશનાયકો. તેમની અને તેમના સૈન્યરૂપ યુવકોની પ્રગતિમાં વેગ એટલે આધુનિક વિજ્ઞાનને વેગ, આધુનિક વિજ્ઞાનને વેગ એટલે ગૌરાંગયુરોપીય પ્રજાની પ્રગતિને વેગ અને જગતમાંની કોઈ પણ પ્રજાની વિશેષ પ્રગતિ એટલે કોઈ પણ બીજી પ્રજાઓની વિશેષ અવનતિ, એ તેઓ ભૂલી જાય છે.
યુવકોને આગળ વધારવાની હિલચાલનું મૂળ આ રીતે ગોઠવાયેલું છે. એ સૂક્ષ્મ બુદ્ધિથી જ સમજાશે.
અહીં એક એ પ્રશ્ન થશે કે ભલે મોઘમ રીતે દરેક પદાર્થનું વિગતવાર વર્ણન જૈનશાસ્ત્રોમાં કરેલું હોય, પરંતુ તેટલાથી તે વ્યવહારોપયોગી ન થાય. દરેકે દરેક વસ્તુને વ્યવહારોપયોગી બનાવ્યા વિના તે બધું નકામું પડે છે. વળી વ્યવહારોપયોગી વસ્તુઓમાં પણ હલકી જાત તથા ચડિયાતી જાત હોય છે. તેના કરતાં પણ સારી જાતની વસ્તુ જોઈતી હોય, તે શોધખોળથી મેળવી શકાય છે. માટે શોધોની જરૂર પડે છે. શાસ્ત્રોમાં બતાવેલું શાસ્ત્રીય વિજ્ઞાન વ્યવહારમાં ઉપયોગી થઈ શકતું નથી.
૧૮
Page #26
--------------------------------------------------------------------------
________________
આ પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં તમારી સાથે એક વાત નક્કી કરી લઈએ કે—શાસ્ત્રીય વિજ્ઞાનની શોધની તો આપણને જરૂર ન હતી. કેમ કે આપણા શાસ્ત્રોમાં તે સાંગોપાંગ છે. એ તો તમે કબૂલ કરી લ્યો છો.
હવે તમારા વ્યવહારોપયોગિતા માટેના પ્રશ્નોના જવાબ આપીએ. એ વિશે પણ શાસ્ત્રમાં બહુ સુંદર ઉલ્લેખો છે. જૈનશાસ્ત્રનાં સૂત્રોની વર્ણન શૈલી એવી સુંદર છે કે જગતમાં કોઈપણ તે એક ચીજ ઊતરતામાં ઊતરતી કેવી હોઈ શકે ? અને ચડિયાતામાં ડિયાતી કેવી હોઈ શકે ? તેનું વર્ણન આપેલું છે.
દાખલા તરીકે :- શ્રીકલ્પસૂત્રમાં-સિદ્ધાર્થમહારાજા નાહવા જાય છે ત્યારે નાહવામાં કેવી કેવી ચીજો વાપરે છે ? અને કેવી રીતે ન્હાય છે ? તથા કેવી રીતે તેમને ન્હવરાવવામાં આવે છે ? તથા દેવોનાં સ્નાન, તીર્થંકરોનાં સ્નાન. એ વાંચતાં અને તેનો વિચાર કરતાં આપણા મનમાં થાય છે કે—આથી ઊંચી રીતે નાહવાનું જગતમાં સંભવિત નથી.
આ જ પ્રકારે સુંદ૨માં સુંદર પુરુષ કેવો હોય, સુંદરમાં સુંદર સ્ત્રી કેવી હોય, સુંદરમાં સુંદર શરીર કેવું હોય, સુંદરમાં સુંદર મોઢું કેવું હોય, સુંદ૨માં સુંદર મહેલ કેવો હોય, સુંદ૨માં સુંદર ચિત્ર કેવું હોય, સુંદ૨માં સુંદર સંગીત કેવું હોય, સુંદરમાં સુંદર નાટક-નૃત્ય કેવું હોય ? (દાખલા તરીકે સૂર્યાભ દેવના જ, સ્વ-વગેરે અક્ષરોના આકારનાં તથા બીજાં અનેક પ્રકારનાં નૃત્યના વર્ણનનાં પાનાનાં પાનાં ભરેલાં છે. તે દરેક વર્ણનનાં વ્યવસ્થિત સૂત્રો છે. જેમાં તે તે વસ્તુનું સર્વોત્કૃષ્ટ વર્ણન કરેલું
૧૯
Page #27
--------------------------------------------------------------------------
________________
હોય છે, તેમ જ હલકામાં હલકી વસ્તુના પણ વર્ણનનાં જુદાં સૂત્રો હોય છે. એ પ્રકારે રચાયેલાં સૂત્રોના ટુકડાઓ જ્યાં જરૂર પડે ત્યાં ના કહીને જોડી દે છે. એમ કરીને આખા વિશ્વની ઘટનાને વર્ણવવા સૂત્રાત્મકતા ઉત્પન્ન કરી લીધી છે. એમ કરીને સાહિત્યમાં જે ખૂબી દેખાય છે તેનો વિચાર અહીં નહીં કરીએ. પરંતુ વ્યવહારમાં આવતા, આવી શકતા, આવી શકે તેવા અનેક પદાર્થો ઘણી જ ભવ્ય ભાષામાં બતાવ્યા છે જેમાંના અનેક પ્રકારો આજનું વિજ્ઞાન પણ વાપરી શકતું નથી, વાપરી શકશે પણ નહીં.
એટલે વ્યવહારુ ઉપયોગ વિશે પણ આ રીતે આપણને જૈનશાસ્ત્રોમાંથી અનેક પ્રયોગો મળી શકે તેમ છે. પ્રજાનો જેવો દેશ, કાળ અને સ્થિતિ, તે પ્રમાણે તેનો તે ઉપયોગ કરી શકે છે.
એ વાત પણ તમારી ખરી માની લઈએ, પરંતુ એ વર્ણન તો શાસ્ત્રોમાં છે ને? તેથી રંધાય શું? એવી ચીજો કોઈ બનાવી જાણતું ન હોય, કોઈને ત્યાં મળે નહીં, કોઈ તેનો ઉપયોગ જાણે નહીં, તો શા કામનું?
એ બરાબર છે, પણ તેનો જવાબ આપતાં પહેલાં એટલું તો તમારી પાસે કબૂલ કરાવી લેવું જ પડશે કે અમારા પૂર્વ પુરુષોની જાણ બહાર એ વસ્તુઓ નહોતી જ. એટલું કબૂલ કરો, એટલે તમને તમારા એ પ્રશ્નનો પણ જવાબ આપવા તૈયાર છીએ અને જવાબ એ છે કે
એવી વસ્તુઓ મેળવવાનો આધાર કારીગરો અને તે તે
૨૦
Page #28
--------------------------------------------------------------------------
________________
બાબતના ધંધાર્થીઓ ઉપર છે.
ઇતિહાસ પાકી સાક્ષી પૂરે છે કે આ દેશમાં પરદેશીઓના આવ્યા પહેલાં દરેકે દરેક વસ્તુઓના બનાવનારા અને વેચનારા દુનિયાના કોઈ પણ ભાગ કરતાં મોટી સંખ્યામાં અને સારી કુશળતાવાળા અહીં હતા. આ દેશમાં રહેતા પ્રજાજનોની જરૂરની દરેકે દરેક ચીજો તેઓ બનાવતા હતા. એટલું જ નહીં પરંતુ, દેશાવરના લોકોની રુચિ અનુસાર તેઓના વપરાશની ચીજો પણ તેઓ બનાવતા હતા. કારીગરોમાં ચડતા ઊતરતા દરજજાના પણ અનેક વર્ગો હતા. એક જ ધંધાને લગતા સામાન્ય કળાવાળા કારીગરો જેમ હતા, તેમ જ એ જ ધંધામાં પારંગત અને પરમ નિષ્ણાત કાર્યકરો પણ હતા. જાડા ખાદીના વેજા વણનારા હતા, ત્યારે બીજી તરફ ઢાકાની મલમલ વણનારા પણ હતા. ગામડાંઓમાં પૂતળીઓ વાળા કોર છેડા નાંખનારા હતા, ત્યારે બીજી બાજુ પટોળા વણનારા પણ હતા. એમ જ સુતાર, દરજી, લુહાર, સોની તથા બીજા અનેક કારીગરો વિશે હતું. જયપુર, દિલ્હી, બંગાળનાં અમુક શહેરો કારીગરો માટે પ્રખ્યાત હતા. જુદી-જુદી કારીગીરી માટે જુદાંજુદાં ખાસ મથકો હતાં અને મથકરૂપે સ્થળો આખા ભારતમાં અનેક હતાં. એ રીતે પ્રજાને વ્યવહારોપયોગી અનેક ચીજો મળતી હતી. જો કે આ દરેક ચીજો પ્રાચીન કાળનાં વર્ણન કરતાં ઊતરતા પ્રકારની હતી. કારણ માત્ર પ્રજાની શક્તિ ઉત્તરોત્તર એટલી ઘટી હતી કે તેના પ્રમાણમાં કળા અને કારીગીરીમાં ફેર પડતો ગયો હતો. પરંતુ આજના કરતાં પરદેશીઓના આવ્યા
૨૧
Page #29
--------------------------------------------------------------------------
________________
પહેલાં ઘણી જ ચીજો દરેકે દરેક દેશો કરતાં ઉત્તમોત્તમ મળતી હતી. આખી દુનિયા કરતાં ચડિયાતી વસ્તુઓ હતી અને પ્રજાજીવન પણ એ ચીજોથી પોતાની જરૂરિયાત પૂરીને ચલાવી શકાય તેવું વ્યવસ્થિત અને મર્યાદિત હતું. આ બાબતમાં સો સૈકા પહેલાંનો પ્રજાજીવનનો ઇતિહાસ જોવાથી એ વાત કોઈપણને કબૂલ કરવી પડે તેમ છે.
પરદેશીઓના આગમન પછી તેઓએ યુક્તિપ્રયુક્તિઓ કરીને આ વિશાળ દેશમાં એવી રીતે પ્રવેશ કર્યો કે—જેથી કરી અહીંની કળા-કારીગીરીને કદી ન લાગેલો અસાધારણ ફટકો પડ્યો.
જો એ ફટકો પડ્યો ન હોત તો, આજે પણ આ આર્યપ્રજાની કળા-કારીગીરી અને જરૂરિયાતની ઉત્તમ ચીજો ઉત્પન્ન કરવાનું કૌશળ અજોડ જ હોત.
પરદેશના કારીગરોને ઉત્તેજન આપવા માટે પ્રથમ અહીંના માલ માટે ત્યાં વિચિત્ર જકાતી ધોરણ ગોઠવવામાં આવ્યાં. અહીં જેમ જેમ રાજકીય લાગવગ વધતી ગઈ, તેમ તેમ અહીં પણ જકાતી ધોરણ બદલાવી નાંખવામાં આવ્યું. જેમ જેમ સત્તા વધી તેમ તેમ અહીંના કારીગરો વધુ ને વધુ મુશ્કેલીઓમાં મૂકાતા ગયા. ત્યાંના કારીગરોને વધુ ઉત્તેજના મળતી ગઈ ને તેઓ પગભર થતા ગયા. તે તે કારીગરો પોતપોતાના ધંધામાં વગર હરીફાઈએ નવું નવું શોધતા ગયા અને જેમ જેમ વકરાનું ક્ષેત્ર તેમને મળતું ગયું, તેમ તેમ તેઓ આગળ ને આગળ વધતા ગયા અને સાથે સાથે શોધખોળોને નામે આપણી ઘણીખરી
૨૨
Page #30
--------------------------------------------------------------------------
________________
કળાઓના હેવાલો ત્યાં પૂરા પાડવામાં આવતા ગયા, તેમ તેમ તેઓ આગળ વધતા ગયા. પરંતુ, એમ ને એમ એ દેશોમાં પણ એકાએક મહાન કરીગરો ઉત્પન્ન થતા ગયા છે, એમ સમજવાનું નથી.
જેમ સુતાર, લુહાર, સોની, રંગારા, ચિતારા વગેરે અહીં હતા, તેમ જ ત્યાં પણ હોય જ, એ સ્વાભાવિક છે. તેમાં પણ ચડતી ઊતરતી હોશિયારીવાળા હોય, એ પણ સ્વાભાવિક છે. પરંતુ એટલું ચોક્કસ છે કે તેઓ ભારતવર્ષના કારીગરો કરતાં તે વખતે ઊતરતી શક્તિવાળા હતા. અને તેમને પુષ્કળઅતિપુષ્કળ ઉત્તેજન આપવામાં આવ્યું છતાં તેઓ આગળ વધી શકે તેમ નહોતા, પરંતુ રાજકીય અને બીજી લાગવગ વધારીને અહીંના કારીગરો ઉપર સીધી કે આડકતરો અંકુશ મૂકાતો ગયો. પછી ત્યાંના એ ધંધાર્થીઓ પૂરા જોરમાં આવી ગયા. બસ, હવે એક વખત હરીફાઈમાં આગળ વધી ગયા પછી ઉપર પ્રમાણે બન્નેય તરફના રાજકીય રક્ષણને લીધે તેઓની પ્રગતિ ખૂબ જ વધી ગઈ. વકરા વધતા ગયા. નવા નવા અખતરા થતા ગયા અને તેમાંથી વિજ્ઞાન જન્મતું ગયું. વિજ્ઞાન માત્ર વિચારમાં જ વધ્યું હોત અને તે કારીગરો મારફત વ્યવહારું ન બનાવ્યું હોત, તો તે માત્ર સમજવા વાંચવા પૂરતું જ રહેત.
આ હરીફાઈમાં પડેલા માણસોમાંના કેટલાક જેમ જેમ વધારે બુદ્ધિ ચલાવતા ગયા, અને તેના ધ્યાનમાં જે નવા નવા અખતરા આવતા ગયા, તેમ તેમ તેઓ લખી રાખતા ગયા, તેને માટે પછી રાજ્યોએ સંસ્થાઓ સ્થાપી આપી. એવાં લખાણોનો
Page #31
--------------------------------------------------------------------------
________________
સંગ્રહ વધતો ગયો. ઉત્તરોત્તર શોધકો થતા ગયા. કારખાનાં થયાં. એમ યંત્રવાદ ઉત્પન્ન થયો. અનેક દેશમાં ફરતા મુસાફરો નવા-નવા અનુભવોનો ઉમેરો તેમાં કરતા ગયા. આ હાલના વિજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ છે. થોડા ઘણા પ્રાચીન વિચારકોના વિચારોને વિશેષ પુષ્ટિ આપી સિદ્ધાંત તરીકે નક્કી કર્યા એટલે વિજ્ઞાન ઊભું થયું.
ઇંગ્લૅન્ડ અને યુરોપની સામાન્ય બુદ્ધિની પ્રજા ભારત અને ચીન જેવી સંસ્કૃતિવાળી મોટી મોટી પ્રજાઓ સાથે એકલે હાથે હરીફાઈ કરી શકે તેમ હતી જ નહીં. એટલે યંત્રોની મદદ વિના તેઓને ચાલે તેમ હતું જ નહીં. આ હરીફાઈમાંથી ઉત્પન્ન થયેલી યંત્રવાદની તીવ્ર ભૂખમાંથી યંત્રવાદ ઊભો થઈ ગયો અને તે શાસ્ત્રીય સ્વરૂપ લેતો ચાલ્યો. કોઈપણ તેની સાથે જોડાયેલી અનેક વસ્તુઓમાં શોધખોળ શરૂ થઈ. દુનિયાની જાણવાની એવી શાખા નહીં હોય, કે જેને જાણવા માટે તે ગૌરાંગ પ્રજાના માણસો તે વખતથી રોકાઈ ગયેલ ન હોય.
હવે તમે સમજી શકશો, કે વિજ્ઞાન અને યંત્રવાદ એટલે યુરોપની કળા અને કારીગરોને આગળ વધવાનું અને આ દેશની કળા અને કારીગરોને નબળાં પાડવાનું એક સાધન.
આ દેશમાં ‘સુધારક' શબ્દ ધારણ કરનાર એક વર્ગ પરદેશીઓએ ઘણા વખતથી ઉત્પન્ન કરેલો છે. તે વર્ગ મારફત તે પ્રજાઓ આ દેશમાં પોતાના કારીગરોની જાહેરાત ફેલાવી શકે છે અને તેઓના માલના વકરાનાં ક્ષેત્રો ઉઘાડી શકે છે. એ વર્ગમાં તેઓની પ્રતિષ્ઠા ટકી રહે તે માટે નવું નવું આકર્ષક તત્ત્વ મૂલ્યે
૨૪
Page #32
--------------------------------------------------------------------------
________________
જાય છે, તેમ તેમ એ વર્ગ કાયમ ત્યાંની કળાના ટેકામાં ઊભો રહે છે, તેમાં કોણ કોણ માણસો હોય છે, તે સમજવું જરૂરનું નથી. પણ એક સંખ્યા જાણ્યે અજાણ્યે કાયમ તે વર્ગ તરીકે ટકી રહેલી છે અને તેનો વિરોધી વર્ગ ઉત્પન્ન થતો જાય છે, તેમ તેમ સુધારક વર્ગ વધારેને વધારે સાવચેત રહે છે અને તે હરીફાઈમાં ઊભો રહી વધુ આગળ વધવા તત્પર રહે છે. પરદેશી લોકો બન્નેયને ઉત્તેજે છે. સુધારક વર્ગ જેમ જેમ જાહેરમાં આવે તેમ તેમ પોતાના માલનો વકરો વધે અને વિરોધી વર્ગ જેટલા જોરથી વિરોધ કરે તેટલા જોરથી સુધા૨ક ગણાતો વર્ગ વધુ ને વધુ મક્કમ થવા મહેનત કરે. બસ, આ બે વર્ગની હરીફાઈ ચાલ્યા કરે. એટલે પરદેશી ઉસ્તાદો નિશ્ચિતપણે ગણતરી કરીને વચ્ચેથી પોતાનો ધંધો વધાર્યે જાય. તેઓને માત્ર આ બે વર્ગની હરીફાઈ છાપાં મારફત હંમેશા ટકાવી રાખવી પડે, એટલે પછી બેડો
પાર.
દાખલા તરીકે—એક વખત સુધારક વર્ગ એવો હતો કે “વિલાયતી માલ જોઈએ. અસલ વિલાયતી જોઈએ. નકલ નહીં. બસ ફેન્સી જોઈએ. ફેશનેબલ જોઈએ” ત્યારે વિલાયતી માંગનારા સારા ગણાતા હતા, વિલાયતી વેચનારા સારા ગણાતા હતા અને વધુ પૈસા પેદા કરી શકતા હતા. વિલાયતી પસંદ કરનારા સમજુ ગણાતા હતા અને તેની વાત કરનારા વિદ્વાન શિરોમણિ ગણાતા હતા. આ આખું વાતાવરણ વિદેશી માલના વકરા માટે બસ હતું.
હવે, ભારતભૂમિમાં જ પરદેશી મૂડીનાં કારખાનાં
૨૫
Page #33
--------------------------------------------------------------------------
________________
ઊભાં કરી, તે મારફત આગળ વધવાની યોજનાને અમલમાં મૂકવા અહીં સ્વદેશીની ભાવના ફેલાવવામાં આવી અને પરદેશી ભાવનાને ધિક્કારવામાં આવી. “સ્વદેશી” “સ્વદેશી”ની બૂમ ઊઠી રહી. પરદેશીનો બોયકૉટ થવા લાગ્યો. એટલે પેલા સુધારક ગણાતા વર્ગનો ઉપયોગ સ્વદેશી હિલચાલમાં કરવામાં આવ્યો.
આજ સુધી જે માલ બનાવવા માટે કારખાનાં વિલાયતમાં હતાં, તેવો જ માલ બનાવવાના કારખાનાં આ દેશમાં કરવાં. તેમાં પરદેશી મૂડી, દેશી કાચો માલ, દેશી મજૂરી અને પરદેશી શોધનાં યંત્રોથી માલ ઉત્પન્ન કરવો. પરંતુ એ માલના વકરાનું ક્ષેત્ર ક્યાંથી કાઢવું? એ માલનું વકરાના ક્ષેત્ર ઊભું કરવા સ્વદેશી હિલચાલને મોટા પ્રમાણમાં ઉત્તેજન આપવામાં આવ્યું. એટલે ત્યાંની વધી પડેલી મૂડીને રોકવાનું અહીં ક્ષેત્ર ખડું થઈ ગયું. ત્યાંનાં કારખાનાઓની જમીન છૂટી થઈ, ઘણી મૂડી છૂટી થઈ, કામ કરનારા છૂટા થયા, જેથી હવે પછી નવા નવા અખતરાઓ માટે તે બધું રોકવા માટે તે ગોઠવણ
ત્યાં થઈ શકે અને ઊતરતા દરજ્જાના કારીગરો, વધારાની મૂડી વગેરે અહીં રોકવાની ગોઠવણ પણ થઈ શકે, બેકારીની બૂમ ઉપાડીને ત્યાંના કારીગરો અને મજૂરોને અહીં પણ આયાત કરવાનો માર્ગ ખુલ્લો ર્યો. દેશી લોકો તેનાં યંત્રોના ધંધામાં ભળે તેવી સગવડો થઈ. વ્યવસ્થિત મજૂરો મળે માટે મજૂર સંઘો સ્થપાય છે. મોટી સંખ્યામાં સસ્તા મજૂરો મળે માટે સ્ત્રીવર્ગને આર્થિક સ્વતંત્રતાને નામે દેશનાયકો મારફત ઉશ્કેરવામાં આવે
૨ ૬
Page #34
--------------------------------------------------------------------------
________________
છે. જેમ જેમ આ દેશની જમીન ઉપર ચાલતાં યંત્રોથી ઉત્પન્ન થયેલો માલ બજારમાં આવતો જાય, તેમ તેમ સ્વદેશી કહીને પ્રજા “મેઈડ ઈન ઇંડિયા'નો ઘણી જ દૃષ્ટિઓથી નક્કી કરેલો માર્કો જોતી જાય ને ખરીદ કરતી જાય.
હવે અહીં કેટલાક કહેશે કે—“તમારી આ કલ્પના ભૂલભરેલી છે. કેમ કે દેશના આગેવાનોએ તો શુદ્ધ સ્વદેશી માલ વાપરવાની જ ભલામણ કરી છે. આપણા દેશના લોકો એવા અણસમજુ છે કે મિલનો માલ સ્વદેશી સમજીને ખરીદે છે.”
અમારી કલ્પના ભૂલભરેલી નથી. દેશના આગેવાનો શુદ્ધ સ્વદેશીની ભલામણ કરે અથવા તેમની પાસે એવી ભલામણ કરાવવામાં આવે, તો જ શુદ્ધ કે અશુદ્ધ પણ કોઈપણ પ્રકારના સ્વદેશી ઉપર જ પ્રજાનું મન કેન્દ્રિત થાય. “મોતને વળગવામાં આવે તો તાવ આવે’ એવી આપણી કહેવત છે, તે અહીં બરાબર લાગુ પડેછે. મુત્સદ્દીઓ દરેક કામ એ રીતે જ કરે છે.
અર્થાત્ “પરદેશથી આવતા માલને બદલે આપણે આપણા દેશમાં બનતો શુદ્ધ સ્વદેશી જ માલ વાપરવો જોઈએ’ એવી દેશમાં ઘોષણા કરતા જાય, તેમ તેમ એક વર્ગ વાતોમાં ભળતો પણ જાય, કે (એવો વર્ગ ઉત્પન્ન કરવો પણ જોઈએ) જે સ્થળે સ્થળે શુદ્ધ સ્વદેશીનો સંદેશો પહોંચાડે, પરંતુ તે વર્ગ પણ કાપડ સિવાય કોઈપણ વસ્તુ શુદ્ધ સ્વદેશી વાપરતો હતો જ નહીં, કેમ કે તેમની પણ જરૂરિયાતો અને માનસ તો વિલાયતી જ હતાં. માત્ર તેમનો વિલાયતી લોકોએ આ રીતે ઉપયોગ કર્યો. પેન્સિલને બદલે તેઓએ કલમ વાપરી નથી. મોટર, રેલવેને
૨૭
Page #35
--------------------------------------------------------------------------
________________
બદલે તેમણે ગાડાનો ઉપયોગ કર્યો નથી. બહારનાં ચશ્માંને બદલે તેમણે ખંભાતના ચશ્માંનો ઉપયોગ કર્યો જ નથી ઇત્યાદિ. અને જો કદાચ દેશની ચીજોનો ઉપયોગ કર્યો હશે, તો તેઓ દેશમાં ચાલતાં દેશી કે પરદેશી માલિકીનાં યંત્રોથી ઉત્પન્ન થયેલા માલનો જ કર્યો હશે. આથી આ પ્રજાની અંદર સહેજસાજ કે યંત્રવાદ ઘૂસ્યો હતો, તે વધારે પગભર થયો. આજે ઇન્ડસ્ટ્રી માટે
ઔદ્યોગિક ખિલવણી માટે કાચા માલને પાકો બનાવવા આ દેશમાં પુષ્કળ હિલચાલ ચાલી રહેલી છે. આના પુરાવા માટે સરકારી ઔદ્યોગિક ખાતાઓ, કાઠિયાવાડ ઔદ્યોગિક પરિષદ વગેરેના હેવાલો વાંચો. અહીંના ઉદ્યોગો ગૂંગળાવવા કરેલા કાયદા હવે કાઢી નાંખવાના છે, પ્રજા તરફથી પરિષદો દ્વારા તેવી માંગણીઓ કરાવવામાં આવે છે. શુદ્ધ સ્વદેશી તો માત્ર નામનો શબ્દ જ રહ્યો છે.
પરદેશી બુદ્ધિશાળીઓને મન શુદ્ધ સ્વદેશીની ઘોષણા ઇષ્ટ હતી, તેમાં બે હેતુ સમાયેલા હતા. “શુદ્ધ સ્વદેશીની હિલચાલ દેશનાયકોએ પોતાની સમજથી અને બુદ્ધિથી ઉપાડેલી છે અને આપણી મૂળ પ્રાચીન કારીગીરીની ખીલવટ માટે છે” એવી પ્રજામાં ભ્રમણા ફેલાય અને પ્રજા એ હિલચાલ તરફ વિશ્વાસ કરતી થાય. દેશનાયકો દંડાતા જાય, લાઠી ખાતા જાય, જેલમાં જાય, તેમ તેમ એ હિલચાલમાં વેગ આવતો જાય, પ્રજા તેના તરફ મોટા પ્રમાણમાં વળતી જાય, તેમ તેમ સ્વદેશી માટે વકરા ક્ષેત્ર સારા પ્રમાણમાં તૈયાર થતું જાય. પરંતુ, ખ્યાલમાં જ હતું કે “ભલે હમણાં શુદ્ધ સ્વદેશીની ભાવના ફેલાય, તેમાંથી
૨૮
Page #36
--------------------------------------------------------------------------
________________
આપણે સ્વદેશી મેઈડ ઈન ઈંડિયાના માર્યા ઉપર પ્રજાનું મન કેન્દ્રિત કરી દઈશું અને એ બાબતનું સ્પષ્ટ બીજ આપણને નહેરુ યોજનામાં મળશે. ' અર્થાત્ “દેશનાયકો વગેરે સુધારક વર્ગ એટલે – પરદેશીઓના હેતુઓ પાર પાડી આપનાર પરદેશીઓએ ગોઠવવા ધારેલ ભાવિ કાર્યક્રમોની જાહેરાત ફેલાવનાર– તેઓએ જ આ દેશમાં ઉત્પન્ન કરેલ-એક વર્ગ” આ વ્યાખ્યા એટલી બધી વ્યાપક છે કે તેને જ્યાં લાગુ પાડવી હશે ત્યાં લાગુ પાડી શકાશે. પરદેશીઓ આ દેશમાં આવ્યા પછી અનુક્રમે પ્રજાજીવનના અનેક અંશોમાં પોતાના સ્વાર્થો ગોઠવ્યે જાય છે. તેની જાહેરાત કરનારો એક વર્ગ કાયમ તેમને મળી રહે છે તેનું નામ સુધારકો, દેશનાયકો, સ્વયંસેવકો, કોંગ્રેસવાદીઓ, પ્રધાનો કોમ્યુનિસ્ટ, સામ્યવાદી વગેરે જુદા-જુદા વખતે પહેલાં જુદાં જુદાં નામો છે, મૂળ વર્ગ એક જ છે. પરદેશી વ્યાપાર, કેળવણી, રેલવે, મ્યુનિસિપાલિટીના જમાનામાં તેને ટેકો આપનારા એક વખત હતા. તે જ વર્ગ આજે ખેતી, ગ્રામ્યોદ્યોગ, ડેરી, કંપનીઓ, વિશ્વધર્મ વગેરે પ્રોગ્રામો માટે પ્રધાનો અને દેશનાયકોના સ્વરૂપમાં પરદેશીઓને મળી ગયો છે.
લંબાણ ભયથી ખેતી, હસ્તોદ્યોગની ખીલવટ, કેળવણી, ગ્રામ્યોદ્ધાર વગેરેમાં તે કેવી રીતે મદદગાર છે, તે અત્રે લાગુ પાડી બતાવી નથી.
સારાંશ કે–શુદ્ધ સ્વદેશી એટલે “મેઈડ ઈન ઇંડિયાના માલની જાહેરાત માટેનું ઉત્તમોત્તમ સાધન. આ
Page #37
--------------------------------------------------------------------------
________________
હિસાબે
૧. મારવાડ વગેરે પ્રદેશના ખેડૂતો હાથે કાંતીને ખાદી પહેરે છે, તે શુદ્ધ સ્વદેશી.
૨. વિલાયતી માલ શુદ્ધ પરદેશી.
૩. દેશની મિલનો માલ દોઢ શુદ્ધ પરદેશી.
૪. અને કૉંગ્રેસની ખાદી, તે ડબલ શુદ્ધ પરદેશી.
આવો વિચિત્ર અર્થ થાય છે. આ ઘણો જ વિચિત્ર કોયડો છે. ન સમજાય તેવો, ન ધ્યાનમાં આવે તેવો, ન ગળે ઊતરે તેવો છે. પરંતુ બરાબર સમજાવવામાં આવે, તો સમજાય તેવો છે અને અર્થશાસ્ત્રના નિયમોથી સમજ્યા પછી માણસ અજબ'ના સ્થાને અચંબિત થઈ જાય તેવો છે. (આને સ્પષ્ટ સમજાવવા માટે એક સ્વતંત્ર નિબંધ લખવો જોઈએ.)
આ શુદ્ધ સ્વદેશી ફેલાવનારા શરૂઆતમાં આપણા દેશના જ આગેવાનો નથી. પણ તેમની સાથે પરદેશીઓ છે. તેમના મિત્ર તરીકે તેમની સાથે રહ્યા છે, તેમની સાથે આ દેશના ગરીબોના ઉદ્ધારની વાતો લાગણીપૂર્વક કરી છે અને છેવટે તેમને “રેંટિયો” એ જ પ્રજાની સ્વતંત્રતાનું હથિયાર’ ઠસાવ્યું છે અને દેશનાયકના ધ્યાનમાં એ વાત ઊતર્યા પછી, ઠસ્યા પછી તેઓ સાહેબો બીજા કામમાં પડ્યા છે. પછી ગતિ મળી ગઈ. ભારતમાં યંત્રવાદનો વિશેષ પ્રવેશ કરાવવા માટે આ યોજના વિના તત્કાળ સ્થિતિજ્ઞ તેઓની સામે તે વખતે બીજો ઉપાય નહોતો. તે સમજીને જ એવી ભાઈબંધીઓ વધારવામાં આવી હતી, તે હવે
જ
૩૦
Page #38
--------------------------------------------------------------------------
________________
સમજાશે. આ ભાઈબંધીમાં અને લાગણીભરી હિલચાલમાં દીનબંધુ એન્યૂઝ, મી. પોલૉક વગેરે-પોતાના દેશના ભલા માટે અસાધારણ પ્રયત્ન કરનારા અને એ દેશના બાહોશ સેવકોના નામ લઈ શકાય તેમ છે.
- આ ચર્ચા આટલે રહેવા દઈ હવે મૂળ વિષય ઉપર આવીશું.
સ્વદેશી એટલે “આ દેશનાં યંત્રોથી ઉત્પન્ન થયેલ માલનો વપરાશ એ સિદ્ધાંત સ્થિર થાય છે.
- સારાંશ કે-પરદેશમાં દૂર દૂર રહેલો જે યંત્રવાદ આજસુધી આ દેશના હસ્તોદ્યોગની પ્રાચીન કારીગીરીને રૂંધતો હતો, તેની સાથે સાથે હવે આ દેશની છાતી ઉપર સ્વદેશીને નામે ચડી બેઠેલો તે યંત્રવાદ વધુને વધુ તેને રૂંધી નાંખશે, તેમાં આશ્ચર્ય શું? તેનું આખરી પરિણામ એ છે કે રડ્યા ખડ્યા પણ પ્રાચીન હસ્તોદ્યોગ જમીનદોસ્ત. જો કે પ્રથમના એ કારીગરોને પ્રથમના જેવી ચીજો બનાવી જાણે તેવા હવે તો રહેવા દીધા નથી. તેઓની કોઈ સ્થિતિ જ સ્થિર રહી નથી. એટલે તેઓ ન ટકે, એ પણ સ્વાભાવિક જ છે. સાણંદ વગેરે પ્રદર્શનોમાં દેશી કારીગીરીને ઉત્તેજન આપવાની વાતો કરી તેવાં પ્રદર્શન તાલુકાઓમાં પણ વ્યાપક કરીને પછી તેને યંત્રોથી ઉત્પન્ન થયેલા માલોની જાહેરાતનાં મથકો બનાવવાની યુક્તિઓ છે.
હવે જે વસ્તુ મોટાં કારખાનાંથી બનાવી શકાય તેમ ન હોય, તેમાં યંત્રવાદનો શી રીતે પ્રવેશ કરાવી શકાય? તેને માટે
૩૧
Page #39
--------------------------------------------------------------------------
________________
ગૃહોદ્યોગની, હસ્તોદ્યોગની, ગ્રામોઘોગની હિલચાલ શરૂ કરવામાં આવી છે.
દાખલા તરીકે-શાક સમારવું હોય, છાશ ઝેરવી હોય, સોપારીનો ભૂકો કરવો હોય, બીડી સળગાવવી હોય, નખ કાપવા હોય, એવા પ્રસંગોમાં પણ યંત્રોથી જ કામ લેવું અને તેવા યંત્રો ઉત્પન્ન થઈ ચૂકેલા છે. તેનો મોટા પ્રમાણમાં પ્રચાર કરવા માટે ગૃહોઘોગ અને હસ્તોદ્યોગની ખિલવણીની હિલચાલ છે અને આ હિલચાલને મોખરે તો રેંટિયા દાદા જ બેસવાના. સરકારી ઉદ્યોગશાળાઓમાં પણ રેંટિયા દાદાને સરકારી પ્રધાનો પણ સ્થાન આપવાના જ. તેની પ્રતિષ્ઠાની આડ નીચે મોટા પ્રમાણમાં પરદેશી યંત્રવાદ સ્થાન પામવાનો છે અને રેંટિયા દાદા બેઠા બેઠા ઝોકાં ખાધા ક૨શે, કે એકાદ ખૂણો સંભળીને ખૂણો પાળતા બેઠા હશે. તેનું પૂજન પણ થતું હશે, તેને કદાચ રંગબેરંગી શણગાર પણ પહેરાવવામાં આવ્યા હશે. કારણ કે હવે પછીના યંત્રવાદને પગભર કરનાર એ દાદાનો પોતાના ઉપર ઉપકાર છે, એટલું તેનું માન જરૂર એ યંત્રવાદ રાખવાનો જ. આ રીતે હવે પરદેશી યંત્રવાદને આ દેશમાં મજબૂત સ્થાન આપવા છતાં આ દેશના શુદ્ધ સ્વદેશી વાદી સુધારકો આ વાત કબૂલ કરશે નહિ. પરંતુ, તેઓ પરદેશી વસ્તુઓના કટ્ટર વિરોધી રહેવાના, એ વાત તો સ્પષ્ટ જ છે. પરદેશી માલના વિરોધી રહેવાના, પણ પરદેશી માલના આત્માના વિરોધી નહીં જ રહેવાના. પરદેશી માલ કે પરદેશી યંત્રવાદનો આત્મા, તે હાલનું વિજ્ઞાન. પરદેશી માલના કે પરદેશી યંત્રવાદના
૩૨
Page #40
--------------------------------------------------------------------------
________________
વિરોધીઓ છતાં હાલના વિજ્ઞાનના તે ભક્ત રહેવાના જ. હાલના વિજ્ઞાનના ભક્ત તે પરદેશી માલના અને પરદેશી યંત્રવાદના મોટામાં મોટા ભક્ત, એ વાત જરા સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી જોવાથી તરત જ સમજાઈ જશે.
પરદેશી વિજ્ઞાનના ભક્ત તેના ગુણ ગાવાના જ. એ ગુણ ગાવામાં જ પરદેશી માલ અને પરદેશી યંત્રવાદની અજબ જાહેરાત પડી છે. માલની જાહેરાત કરતાં પણ એ સીધી, વધારે સજ્જડ, આડકતરી જાહેરાત છે.
“હાલનું વિજ્ઞાન સુંદર છે, સરસ છે, ઉત્તમ છે, ઉપકારક છે.” આ ભાવનાનો એ અર્થ થાય છે કે—તે ખીલવું જોઈએ. તે કયારે વધે ? તેના જોર ઉપર ઉત્પન્ન થતો માલ વધુ પ્રમાણમાં ખપે. તેમાંથી નફો મળે, મૂડી વધે અને તે મૂડી વિજ્ઞાનની વધુ ખીલવટમાં રોકાય, તો જ વિજ્ઞાન આગળ ખીલે ને ? એમને એમ તો ખીલી શકે જ નહીં. આ રીતે હાલના વિજ્ઞાનની જાહેરાત કરનારાઓ પરદેશી સંસ્કૃતિ, માલ અને કારીગીરીની ઉસ્તાદીપૂર્વક જાહેરાત કરનારા છે. આ દેશમાં આવો વર્ગ પોતાને માટે ઉત્પન્ન કરી લેવાનું માન તો એ કુશળ પરદેશીઓને જ આપવું જોઈએ. એવા માણસો જાહે૨ સભાઓમાં, છાપાઓમાં, મ્યુનિસિપાલિટીઓમાં અને અનેક ઠેકાણે માન પામે, એ પણ એટલું જ સ્વાભાવિક છે. આ ઉપરથી દેશનાયકો, સુધારકો અને હાલનું વિજ્ઞાન, એટલે શું ? “મેઈડ ઇન ઇન્ડિયા” એટલે શું ? તે બરાબર વાચકોના સમજવામાં આવ્યું હશે. એક ડૉક્ટર થાય એટલે ત્યાંના દવાના કારખાનાને
•
૩૩
Page #41
--------------------------------------------------------------------------
________________
વાર્ષિક પાંચ-પંદર હજારનો વકરો, એક મ્યુનિસિપાલિટી એટલે નળ, ગટરો, ઇલેક્ટ્રિકના સામાનનો લાખોનો વકરો, પછી પગારો માનપાન આપવા કેમ ભારે પડે?
તમારા પ્રશ્નનો જવાબ એ છે કે સુધારક ગણાતા વર્ગે આ દેશની કારીગીરીને મોટો દગો દીધો છે. એ વર્ગ કાયમ પ્રજાની વસ્તુ સ્થિતિથી અજાણ રહ્યો છે અને છાપાંઓના વલણ ઉપર દોરાઈ ગયો છે. કેમ કે તેઓએ શિક્ષણ એવું લીધું છે અને તેઓને બહારના સંજોગો પણ તેવા જ આખે રાખવામાં આવેલા છે. દેશનાયક તરીકે ગણાતો વર્ગ પણ વિદેશી કેળવણી પામેલો જ વર્ગ છે. તેને દેશના જ્ઞાન-વિજ્ઞાન, સાચા અર્થશાસ્ત્ર, સાચા સમાજશાસ્ત્ર, સાચા ઇતિહાસ, સાચી ભૂગોળનું જ્ઞાન જ મળ્યું નથી. એટલે એ બાજુ તેઓને માટે તદ્દન અજાણી છે..
- આજે પણ તે લોકોમાંના બુદ્ધિમાન માણસો જૈન-બૌદ્ધ અને વૈદિક સાહિત્યમાં પ્રવેશ કરે, તેનો સંપૂર્ણ અભ્યાસ કરે અને દેશમાં વારસારૂપે પણ જે છૂટુંછવાયું વેરાયેલું પડ્યું છે, તેનોયે સંગ્રહ કરે, ઘણી મિલ્કત તેમાં રોકવામાં આવે, તો આધુનિક વિજ્ઞાન કરતાં લાખોગણી મિલકત મેળવી શકે તેમ છે. પરંતુ, આ તરફ કોઈનું ધ્યાન જાય તેમ નથી. જાય તો તેને માટે પૈસા મળે તેમ નથી. કેમ કે રાજા-મહારાજાઓની મૂડી પણ પરદેશી યંત્રવાદ અને કારીગીરીના ઉપયોગમાં અને હાલના વિજ્ઞાનની ખીલવટમાં ગોઠવાઈ ગઈ છે. શીખવા-શીખવવાનાં
સ્થાનો પણ નથી. જે છે, તે બીજું જ શીખવે છે. કેળવણી અને દેશસેવાને નામે સૌ ખર્ચ કરે છે, પણ તે બીજી રીતે. એટલે પણ
૩૪
Page #42
--------------------------------------------------------------------------
________________
દેશની મૂડી તેમાં કામમાં આવતી નથી. બુદ્ધિમાન વર્ગ પણ પગારદાર તરીકે, પેન્શનર તરીકે કે સુધારક તરીકે પરદેશીઓથી ખરીદાઈ ગયેલો છે. લાખો કરોડો વર્ષે ઘડાયેલી આ દેશની બુદ્ધિ અને શોધો કાંઈ પાંચ-પચ્ચીસ વર્ષમાં હાથ ન કરી શકાય, તેમાં વળી તેની સામે પાછી આવી જબ્બર પરદેશી હરીફાઈ. એટલે ભારતીય વિજ્ઞાનનો ચમત્કાર ન દેખાતો હોય, તેનું કારણ પરદેશી સ્વાર્થો અને તેની સાથે સંકળાયેલ સુધારક, દેશનાયક વગેરે વર્ગો છે. જેથી કરીને જેમ જેમ અહીંના મૂળ ધંધાર્થીઓ તૂટતા જાય છે. તેમ તેમ અહીંના વિજ્ઞાનની ખૂબી અદૃષ્ટ થતી જાય છે. પરંતુ, એટલું ધ્યાનમાં રાખવું કે પ્રથમ અહીંની મૂળ કારીગીરીને ગ્રહણ કરી લીધા પછી જ યુરોપ તે મૂળ ધંધાઓનો અહીંથી નાશ કરે છે અને પાછી એ જ વસ્તુ પોતાની મારફત પોતાના વિજ્ઞાન તરીકે ખીલવી પ્રચાર કરી તેમાંથી ધન કમાય છે.
દાખલા તરીકે–થલી નૃત્ય એ અદ્ભુત કળાવાળું નૃત્ય છે. આ જાતની કળા જાણનારો એક વર્ગ દક્ષિણ ભારતમાં જીવે છે અને અમુક પ્રજાજનોમાં પોતાની કળા બતાવીને આજીવિકા ચલાવે છે. આ તરફથી કેટલાક કેળવાયેલા માણસો તેમાં રોકાયા. તેઓએ યુરોપમાં તે કળા બતાવી; તેની સાથે યુરોપના પણ શીખનારા થયા. લાગવગ, સગવડ, પૈસા વગેરે સાધનોથી એ તૈયાર થાય એટલે સિનેમાની ફિલ્મોમાં તે મોટા પ્રમાણમાં દેખાય. એ ફિલ્મો જે પ્રદેશમાં કથકલી નૃત્યના મૂળ ધંધાદારીઓ રળી ખાય છે, ત્યાં પહોંચે, એટલે એ વર્ગની દશા
૩૫
Page #43
--------------------------------------------------------------------------
________________
જોવા જેવી થાય. અત્યારે એ નૃત્ય કરનારાઓને છાપાઓમાં માન મળે, જાહેરાત મળે, સુધારકો પણ એ નૃત્યની કદર પીછાણે એટલે ધીરે ધીરે હાલનું વિજ્ઞાન તેને પડખે ચડે. સોએક વર્ષે તો-હજારો વર્ષ સુધી જીવીને એ કળાને જીવતી રાખનારો મૂળ વર્ગ તો-જોવા જ નહીં મળે. તેઓની અત્યારની વાહ વાહ અને વખાણનું આ ભાવિ પરિણામ.
હજુ પણ સુધારક ગણાતો વર્ગ સમજે. હાલના વિજ્ઞાનની જાહેરાત મૂકી દે. ખોટા શુદ્ધ સ્વદેશીને બદલે વાસ્તવિક રીતના મહાશુદ્ધ સ્વદેશી તરફ વળે. તો જ ભારતના તત્ત્વજ્ઞાનની ખૂબી સમજાય.
પરંતુ વાસ્તવિક સ્થિતિ જ એવી છે કે-એ વર્ગ એવા સંજોગોમાં ફસાયેલો છે કે તેમાંથી તે છૂટી શકે તેમ નથી. એટલે હજુ પણ પ્રજાજનો જે કાંઈ મૂળ જીવન મોટી સંખ્યામાં જીવી રહેલ છે, તેમાં જ ભારતીય સભ્યતા, કળા, કારીગીરી, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાનનો આત્મા છુપાયેલો છે.
- જ્યારે-સ્વદેશી, હાલના શુદ્ધ સ્વદેશી, હાલનું વિજ્ઞાન, દેશનાયકો, સુધારકો, કેળવાયેલા, એ વગેરેમાં પરદેશી લાગવગનો આત્મા ગોઠવાયેલો છે.
પ્રાચીન કળા, ખરું શુદ્ધ સ્વદેશી, ભારતીય તત્ત્વજ્ઞાન, ચાલુ ભારતીય આર્ય જીવન વગેરેમાં ભારતનો આત્મા છુપાયેલો છે.
શાસ્ત્રોમાં જે ભવ્ય વર્ણનો છે, તેને વ્યવહારમાં જીવંત
૩૬
Page #44
--------------------------------------------------------------------------
________________
રાખવાનું કાર્ય કારીગરો અને તે તે ધંધાર્થીઓનું છે અને તે તે ધંધાર્થીઓનો ટકી શકવાનો આધાર પ્રજા તરફના ઉત્તેજન ઉપર છે. વિજ્ઞાનને નામે વ્યવહારમાં પોતાના કારીગરો અને ઉદ્યોગોને પ્રગતિમાં મૂકવાની યોજના સિવાય બીજો કોઈ પણ અર્થ હાલના વિજ્ઞાનની જાહેરાતમાં નથી. વિજ્ઞાનની બાબતમાં ખરી રીતે ભારતનાં તત્ત્વજ્ઞાનને અને વિજ્ઞાનોને તે કદી પહોંચી શકે તેમ છે જ નહીં. પરંતુ માત્ર વ્યવહારમાં તો વચ્ચે પ્રવેશ કરવા આજે માટે બધી તૈયારીઓ છે. વળી વિજ્ઞાનના મૂળ સિદ્ધાંતો તો બહુ જ થોડા હોય છે. પરંતુ, કેટલીક કારીગરોની વિશિષ્ટતા હોય છે. જેમ કે લોખંડ, પદાર્થની સિદ્ધિ થયા પછી ખાણમાંથી તે કેમ મેળવવો અને તેનો વિવિધ ઉપયોગ કેવી રીતે કરવો ? એ તેના નિષ્ણાત કારીગરો ઉપર આધાર રાખે છે.
પ્રજા જીવનમાં મહાત્માઓ, રાજાઓ, વ્યાપારીઓ, વિચારકો વગેરે વર્ગો હોય છે, તેમાંનો એક કારીગર વર્ગ પણ હોય છે. તેનું સ્થાન કાંઈ સર્વોત્તમ નથી હોતું. સંશોધકોને જે માન મળે છે. તે માન કારીગરોને નથી પણ મળતું. પરંતુ, આખી પ્રજામાં સૌ સૌને સ્થાને મહત્ત્વ આપવામાં આવે તો જ વાજબી ગણાય છે અને દરેક પ્રજામાં એમ જ હોય છે. અનેક ધંધાર્થીઓની પોતપોતાનાં કાર્યોમાં વિશિષ્ટતાઓ હોય છે, તેટલા ઉપરથી કાંઈ તેઓ પ્રજાનો સર્વોપરી વર્ગ ગણાતો નથી.
વિલાયતી માલ ખરીદ કરાવવાના જમાનામાં ત્યાંના કારીગરોની પ્રતિષ્ઠા આ દેશમાં ઉત્પન્ન કરવામાં આવી હતી. આજે સ્વદેશી માલ ખરીદવાના વાતાવરણનો જમાનો ઉત્પન્ન
૩૭
Page #45
--------------------------------------------------------------------------
________________
કરવામાં તથા દેશ દેશના વિજ્ઞાનને પ્રતિષ્ઠા આપવામાં આવે છે.
આ દેશનો અમુક વર્ગ જાહેરમાં વિજ્ઞાનનો ભક્ત રહે, એટલે બસ છે. વિજ્ઞાનની પાછળ અનેક વસ્તુઓનો વકરો ચાલુ રહે છે. વળી વિજ્ઞાન સાથે ત્યાંના ધંધા અને સત્તાને જ ઉત્તેજન છે. અહીંની પ્રજાની સત્તા, ઉત્તેજન, અહીંના વિજ્ઞાનને મદદ વગેરે બંધ જ પડતાં જાય, તેમ તેમ અહીંની પ્રજા નબળી પડતી જાય.
આ પ્રમાણે આધુનિક વિજ્ઞાનની જાહેરાત આપનારા આ દેશનાં પ્રજાની મુશ્કેલીને આડકતરી રીતે વધુ નોતરે છે તેનો તેઓને ખ્યાલ પણ રહેતો નથી અને તેઓ ગણાય છે. દેશનેતાઓ. તેનો અર્થ એમ સમજવો જોઈએ કે આ દેશને વધુ પરતંત્ર કરવા માટે નેતા, તે હાલના દેશનેતા. કેમ કે-વિજ્ઞાનની ગુલામી એ પણ ત્યાંની પ્રજાની ગુલામી જ છે. ઘરમાં ઇલેક્ટ્રિકની લાઈટ કરવાનો સામાન ભલે દેશમાં બનેલો હોય, પરંતુ તેમાં થતી શોધની ગુલામી કાયમ માટે આપણી પ્રજાને તેમાં રાખી જ મૂકે. કોડિયામાં દીવો કેમ કરવો ? એ બાબતમાં આપણે તેમને પૂછવું જ પડે તેમ નથી.
પરંતુ ઇલેક્ટ્રિક દીવાની વપરાશમાં કાયમ એ દેશ આપણા આચાર્ય તરીકે રહેવાનો જ. ગાડું બનાવવામાં આપણો વૈજ્ઞાનિક સ્વતંત્ર રહેવાનો. પરંતુ, મોટર બનાવવામાં પરતંત્ર રહેવાનો જ. પેટ્રોલથી ચાલતી મોટર આપણે અહીં બનાવીએ, ત્યાં તો બીજા કોઈ પાવરથી ચાલતી મોટર ત્યાં ઉત્પન્ન થાય, વેગ વધે, સગવડ વધે, એટલે વળી એ વિજ્ઞાન જાણવું પડે. જાણ્યા પછી અહીં બનાવી શકાય. તે પણ આપણે બનાવીએ,
૩૮
Page #46
--------------------------------------------------------------------------
________________
એટલે વળી એ આગળ વધે. પરિણામે આપણી ગુલામી વધતી જ જાય. માટે વિજ્ઞાનની પ્રતિષ્ઠા કરનારા આ દેશની પ્રજાનો મોટામાં મોટો અપકાર કરે છે. એ બહુ જ સૂક્ષ્મતાથી સમજ્યા વિના સમજાય તેમ નથી.
મી. ટેસીટેરીએ જે વાક્ય ઉચાર્યું છે તેમાં આપણા જૈન વિજ્ઞાનની પ્રશંસા કરી છે, એમ આપણાને ઉપર ઉપરથી દેખાય છે. પરંતુ વાસ્તવિક રીતે તેમણે પોતાની ગૌરાંગ પ્રજાની એ વાક્ય મારફત અભુત સેવા કરી છે. એ પણ સૂક્ષ્મતાથી સમજીશું. તો જ સમજાશે. એ ઉત્તરાર્ધમાં એમ કહેવા માંગે છે કે “જેમ જેમ આધુનિક વિજ્ઞાન શોધાતું જાય છે, તેમ તેમ જૈન શાસ્ત્રકથિત વૈજ્ઞાનિક તત્ત્વો સાબિત થતાં જાય છે. -
સારાંશ કે-“તમારે જૈનોને પણ તમારાં શાસ્ત્રોની અંદરની વાતો સાબિત કરવી હોય, તો આધુનિક વિજ્ઞાનની શોધો આગળ વધારવામાં તમારે પણ ટેકો આપવો જોઈએ” એ ભાવ ઉત્પન્ન કરીને-“આખા જગતમાં દીર્ઘ દૃષ્ટિભરી બુદ્ધિયુક્ત જે જૈન વર્ગ છે, કે જેઓમાંનો મોટો ભાગ આધુનિક વિજ્ઞાન તરફ ઉદાસીન છે, તેમાંનો જેટલો ભાગ આવી દલીલોથી પણ તેના તરફ ખેંચાઈ આવે તો ઠીક એવો તેને ખેંચવાનો તેમાં પ્રયત્ન છે. એમ કહીને જૈનોમાં પણ આધુનિક વિજ્ઞાનની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. આ તેના વાક્યમાં ખૂબી ભરેલી છે.
ભલે આધુનિક વિજ્ઞાન એ દેશોની પ્રજાઓને આગળ વધારતું હોય અને આપણને પાછળ પાડતું હોય, તો પણ એટલું
૩૯
Page #47
--------------------------------------------------------------------------
________________
તો કબૂલ કરવું જ પડશે કે-જ્યારે અદ્ભુત શોધખોળથી ભરેલું વિજ્ઞાન કુદરતી રીતે ઉત્પન્ન થઈ ચૂક્યું છે, આપણે તેની સામે ટકી શક્યા નથી, ટકી શકીએ તેમ નથી, તો પછી તેના લાભથી વંચિત રહેવું એ કેટલી મૂર્ખતા છે ?”
એ વિજ્ઞાનની ઉત્પત્તિ સામે આપણે પ્રથમથી જ કાંઈ પણ કરી શક્યા નથી અને જાપાન વગેરે તેની મદદથી સાધારણ પ્રગતિ કરી રહેલ છે. તો પછી આપણા બાપના કૂવામાં બૂડી મરવાનો જ વિચાર રાખીશું તો શું બૂડી મર્યા વિના રહીશું ? માટે જો આપણે આપણી પ્રજાનો ઉદ્ધાર ચાહતા હોઈએ, તો આપણે પણ હાલના વિજ્ઞાનનો સ્વીકાર કર્યે જ છૂટકો છે, તેમજ તેણે પણ આપણા જીવનમાં ઘણી રીતે પાકે પાયે પ્રવેશ કરેલ છે, તે કોઈ રીતે હવે નીકળી શકે તેમ નથી. ગમે તેટલા ધમપછાડા કરવામાં આવે, પણ તમારું કાંઈ પણ હવે વળે તેમ નથી, શાહમૃગને શિકારી મારવા આવે, ત્યારે બચાવ માટે રેતીના ઢગલામાં માથું ઘાલે, તે શી રીતે બચી શકે ? “અમારું સારું છે”, “અમારું જૂનું સુંદર હતું”, “ઘણું ઉત્તમ છે.” “તેમાં ઘણી અદ્ભુતતા છે.” એવાં એવાં ગાણાં ગાવાથી હવે શું વળવાનું છે ? તમો પોતે પણ જીવનની ઘણી ખરી જરૂરિયાતો હાલના વિજ્ઞાનની મદદથી પૂરી કરો છો એ નિર્વિવાદ સિદ્ધ છે. તો પછી તેની સામે બખાળા કાઢવા અને-“એ ખોટું એ ખોટું” એમ બોલ્યા કરવું એમાં ડહાપણનો ક્યાં અંશ છે ? તે સમજી શકાતું નથી. વધારે સ્પષ્ટ ભાષામાં કહીએ, તો એ મૂર્ખાઓનો જ પ્રલાપ છે. તે સિવાય બીજું કાંઈ પણ નથી.’’
૪૦
Page #48
--------------------------------------------------------------------------
________________
તમારા આ શબ્દો તમોએ પોતે ઉપજાવી કાઢેલા નથી, પરંતુ આધુનિક વિજ્ઞાનની આ દેશમાં પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરનારા વર્ગે કૉલેજોમાં, વર્તમાનપત્રોમાં જાહેર ભાષણોમાં, પાઠ્યપુસ્તકોમાં આજ સુધી ફેલાવ્યે રાખેલી દિલીલોની ધીરે ધીરે થયેલી એક સામટી અસરને પરિણામે તમે આમ બોલી શકો છો. તમારા આ દરેક શબ્દો ઉછીના લેવાયેલા છે. સ્વયં વિચાર શક્તિથી જન્મેલા નથી. એ પ્રચાર કરનારા પ્રચાર કરે, તેની સામે અમારે કાંઈપણ કહેવાનું હોય જ નહીં, તેનો જવાબ પણ આપવાનો હોય નહીં. પરંતુ અમારા ભાઈઓ ઉપર તેની અસર થઈ હોય છે, એટલે તેમાંના જે કોઈ નિખાલસ દિલના હોય, તેની સમજ માટે અમારે જવાબ આપવો પડે છે.' પરંતુ, જેઓ તેમાં રૂઢ વિચારના અને માત્ર ચુસ્ત બની બેઠેલા અંધશ્રદ્ધાળુ હોય છે, તેમને માટે કોઈ પણ પ્રયત્ન કરવો નકામો થાય છે.
પરદેશી પ્રજાઓ પોતાના સ્વાર્થ માટે જે કાંઈ પ્રયત્નો કરે, તે ક્ષમ્ય છે અને તેની અસર નીચે અમારા થોડા ઘણા જે ભાઈઓ આવી જાય, તેથી જે કાંઈ નુકસાન આ મહાપ્રજાને થવું જોઈએ, તે થવાનું જ છે. તે અમે કલ્પીને જ બેઠા છીએ. એવા થોડા ઘણા આ દેશની સંસ્કૃતિ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કળા, ધર્મ અને તેને અનુસરતા રીતરિવાજની નિંદા કરવાના જ છે. રૂઢિને નામે ખોટા વહેમોને નામે, જુલમને નામે, સામાજિક જુલમને નામે, ધાર્મિક જુલમને નામે, ધમધતાને નામે તેઓ પરદેશીઓની સાથે ઊભા રહેવાના જ છે અને આ પ્રયત્નથી જ
Page #49
--------------------------------------------------------------------------
________________
તેઓને સારા પગારો, મોટી આવકો, આ જમાનાની ઊંચા પ્રકારની પ્રતિષ્ઠા, એશઆરામ અને સુખસગવડ મળી રહ્યાં છે અને મળશે. પરદેશીઓની સેવાઓનો એ બદલો છે. પરંતુ, પરદેશીઓની ખૂબી એ છે કે-તે વર્ગ એ વાત સમજી શકે નહીં. તેઓ તો એમ જ સમજે છે કે-“અમે તો અમારા દેશનો ઉદ્ધાર કરીએ છીએ.” પરદેશી લોકો આ દેશમાં પોતાની લાગવગ અનેક રીતે ઊભી કરી શકે છે. પ્રથમ પ્રજામાં સારી લાગવગ ઊભી કરી. ૧૮૫૭ના બળવા પહેલાં રાજાઓમાં લાગવગ સારી ઉત્પન્ન કરી લીધી હતી. પછી અમલદાર સ્વરૂપના આ દેશના પ્રજાજનોની લાગવગ ઊભી કરી કામ ચલાવ્યું હતું અને હાલમાં દેશનાયક તરીકે ગણી કાઢેલા પ્રધાનોના સ્વરૂપમાં પોતાની લાગવગ ઊભી કરીને આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ બધી પરિસ્થિતિને અંગે જે કાંઈ નુકસાન આ દેશની મૂળ પ્રજાને થવાનું હશે, તે થવાનું જ છે. તેના બચાવની આશા પણ અમે રાખી નથી.
પરંતુ આવો વર્ગ તેત્રીસ કરોડમાં ગણ્યાગાંઠ્યો છે, છાપાંઓમાં જે મોટા હેવાલો આવે છે, તે ઉપર ભરમાવાને કારણ નથી. આવા કેટલાક વર્ગ સિવાય બાકીનો પ્રજાનો મોટો ભાગ કરોડોની સંખ્યામાં રહેલો આ દેશની સંસ્કૃતિ પ્રમાણે જીવે છે. તેમાંથી ચલિત કરવાને પરદેશીઓને અનેક પ્રયત્નો કરવા પડે છે. તે જ સાબિત કરે છે કે-“હજુ અહીંના વિજ્ઞાન તથા તત્ત્વજ્ઞાનની પ્રજાના જીવન ઉપર મોટામાં મોટી અસર છે. ભારત વર્ષ એવો એક દેશ છે જે કે જેની પ્રજાનો મોટો ભાગ હજુ
૪૨
Page #50
--------------------------------------------------------------------------
________________
પોતાનું મૂળ જીવન જીવી રહેલ છે અને પોતાની પ્રજા તરીકેની મહત્તા ટકાવી રહેલ છે.”
જાપાન, ઇટાલી વગેરે યુરોપીય રાષ્ટ્રોની મદદથી લડાઈમાં ઊતરે છે, તેનો અર્થ એ છે કે તે પોતાની સ્વયં શક્તિ ગુમાવી બેઠેલ છે અને એશિયાવાસીઓ અંદર લડીને નબળા પડે છે, તેમાં યુરોપને નુકસાન શું? એબીસીનીયા ઉપર ઇટાલીનો છાપો એ તો માત્ર પ્રાથમિક શરૂઆત હતી. પરંતુ એશિયામાં લડાઈનાં બીજો નાંખીને યુરોપવાસીઓએ સામસામે મદદ કરીને, તે તે કાળી પ્રજાઓની સત્તાઓ ખોખરી કરી નાખ્યા પછી હાથમાં આવે, તે વહેંચી લેવાની છૂપી યુક્તિરૂપે ઇટાલી, જર્મન, પ્રજાસંઘથી છૂટાં પડેલ છે, છૂટાં પડવા દીધેલ છે અને પ્રજાસંઘ ખાલી ઘૂઘવાટ કરીને બેસી રહે છે. વખત જતાં જાપાન, ઇટાલી વગેરેના પૃષ્ઠબળથી અને ચીન, ઇંગ્લેન્ડ વગેરેના પૃષ્ઠબળથી થોડું ઘણું જોર કરશે. પરંતુ, આખર એ બન્નેય એશિયાનાં રાષ્ટ્રોને યુરોપના જ મુત્સદ્દીઓના હાથમાં રમવાનું રહ્યું એ આગ સળગતી સળગતી ભારતમાં પણ કોઈ જુદા જ રૂપે કદાચ આવે, તો ભારતની પ્રજામાં જે કાંઈ સ્વતંત્રતા, જીવનની સ્વતંત્રતા ટકી છે, તેના ઉપર ફટકો લાગશે. આ દેશમાં રાજા તરીકે, જાગીરદાર તરીકે, ધર્મગુરુઓ તરીકે કે ધનિક સદ્ગહસ્થો તરીકે થોડા ઘણા જે હિંદુ પ્રજાજનો સત્તામાં ટકી રહેવા પામ્યા છે, તેના ઉપર કદાચ ફટકો લાગે. એ બધું પાર પડ્યા પછી પ્રજાસંઘ ઇટાલી વગેરેને શાંત કરે અને પાછા યુરોપીય રાષ્ટ્રોને ભેગાં મેળવી.લે. પરંતુ એવી ધમાચકડીમાં કાળી પ્રજાનાં રાષ્ટ્રો ખોખરાં
૪૦
Page #51
--------------------------------------------------------------------------
________________
થયાં હોય, તે મજબૂત ન જ થાય અને એકની યા બીજાની કોઈ પણ યુરોપીય રાષ્ટ્રની જ સત્તા આજ કરતાં કેટલેક વધુ અંશે એ દેશોમાં સ્થાપિત થઈ ચૂકી હોય, પછી તે ઇટાલીની કે જર્મનીની કે રશિયાની કે ફ્રાન્સની કે ઇંગ્લેન્ડની હોય. માત્ર પ્રજાસંઘના ગૌરાંગ આગેવાનોને એટલું જ જોવાનું હોય કે- “યુરોપીય રાષ્ટ્રોની એકંદર સત્તા આગળ વધી કે નહીં ?” ગુરુઓ, રાજાઓ, જાગીરદારો અને ધનિકોની સત્તા તોડવા પરદેશીઓએ જ કોમ્યુનિસ્ટોને છેટે રહીને ગોઠવ્યા છે, તે એ મારફત એ ચાર સત્તા તૂટ્યા પછી, તે સત્તાઓ કોમ્યુનિટોના હાથમાં રહેવાની નથી એ સ્પષ્ટ છે. એ સત્તા પરદેશીઓના હાથમાં આવવાની પણ જ્યાં સુધી એ કામ પૂરું ન થાય ત્યાં સુધી અથડામણો ચાલવા દેવાની અને પરદેશીઓએ તટસ્થ ભાવે બેઠા બેઠા જોવાનું સત્તાઓ તૂટ્યા પછી માત્ર સત્તા સ્થાપિત કરવાનું જ કામ બાકી રહે.
ચીનની અંદર તો રાજાની સત્તા અને પ્રજાસત્તાક એ બે ભાગ તો આજ સુધીના પરિચયથી પાડી દીધેલા છે જ છતાં એ દેશની પ્રજા સ્વતંત્ર રહી છે. હવે તેને ખોખરી કરવા જાપાને ઉશ્કેર્યા વિના કેમ ચાલે ? અને ઇંગ્લેન્ડ તો દરેકને સમતોલ રાખવાની પોલિસી બહાર પાડનારું રહ્યું, એટલે લડાઈને સીધી ઉત્તેજના કેમ આપે ? આ સ્થિતિમાં ઈટાલી વગેરેને આ કાર્ય કરવા દેવામાં તેમને હરકત આવે નહીં એટલે ચીનને ઇંગ્લેન્ડ વગેરેનું શરણ લેવું પડે, એ શરણ આપવાના બદલામાં ઇંગ્લેન્ડ કાંઈ પણ શરતો કરાવ્યા વિના, ભવિષ્યનો પોતાને લાભ જોયા
Page #52
--------------------------------------------------------------------------
________________
વિના, આજે શરણ આપે ખરું કે ? વ્યવહારુ બુદ્ધિથી એ સમજાય તેમ છે. હિંદુસ્તાન ઉપર તો કબજો યુરોપવાસીઓનો છે પણ તેની જોડની મહાપ્રજા ચીન ઉપર કબજો નહોતો. હવે યુરોપની પ્રગતિને ધ્યાનમાં રાખીને આ કબજો લેવાને માટે યુરોપના પ્રયાસો છે અને તેમાં છૂપી રીતે પ્રજાસંઘ સંમત ન હોય, એમ માનવાને કાંઈ પણ વાસ્તવિક કારણ નથી.
ઇટાલી અને જર્મની વગેરે ઇંગ્લૅન્ડથી વિરુદ્ધ દેખાતા હોય, પરંતુ આધુનિક પ્રગતિના કાર્યમાં સૌનો એકધારો સાથ છે જ. આપણે મુદ્રા રાક્ષસ નામના નાટકમાં વાંચીએ છીએ કે-આર્ય ચાણક્ય છૂપી પોલીસની ડાયરીઓ મંગાવે છે અને તેમાંથી ભદ્રભટાદિક સુભટોના ગુનાઓ વાંચે છે. વાંચીને તેઓને સજા ફરમાવે છે, શકટદાસને શૂળીની સજા ફરમાવે છે. તેને તેના પક્ષના શૂળી ઉપરથી નસાડી જાય છે અને તે બધા નંદોના રાક્ષસ નામના મંત્રીના ગત નોકરો તરીકે રહે છે. વાસ્તવિક રીતે તે બધા આર્ય ચાણક્યના જાસૂસો જ હતા. પરંતુ, આવી રીતે ગુનેગાર ઠરાવીને તેઓને કાઢી મૂકી સામા પક્ષમાં ભરતી કરાવીને સામા પક્ષને ઊંધે રસ્તે દોરવવામાં તેનો ઉપયોગ કરે છે ને આખરે સામા પક્ષને નબળો પાડી, રાક્ષસ જેવા નંદના બુદ્ધિશાળી મંત્રીને સમ્રાટ ચંદ્રગુપ્તના મંત્રી બનાવી, પોતાની તપોવન તરફ જવાની તૈયારી કરવાની પોતાની ધારણા પાર પાડે છે. રાજનૈતિક ભાષામાં એવા છૂપા ચોરોને બનાવટી શત્રુઓ તરીકે જાહેર કરેલા હોય છે, તેમને કૃત્ય કહેવામાં આવે છે.
૪૫
Page #53
--------------------------------------------------------------------------
________________
મારી સમજ પ્રમાણે પ્રજાસંઘથી ઈટાલી વગેરે છૂટા પડેલા જણાય છે, તે રાજનૈતિક પરિભાષા અનુસાર કૃત્ય વર્ગ હોવાનો સંભવ છે. પાછળથી બધા મળી જવાના ખરા. આ છે આખી કૃત્ય પોલિસી હોય, તો તેનો છેવટનો મોરચો ભારતની પ્રજા ઉપર છે, તેમાં પણ ભારતની સંસ્કૃતિ ઉપર છે, તેમાં પણ જૈન સંસ્કૃતિ ઉપર છે અને તેમાં પણ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ઉપર છે, કારણ કે-આર્ય સંસ્કૃતિને ટકાવવાનો, વિશ્વની કલ્યાણ ભાવનાનો અને એકંદર ભારતના દરેક ધર્મોને ટકાવવાનો વાસ્તવિક આધાર તેના ઉપર છે.
આ બધું થવાથી વિજ્ઞાન આજ કરતાં ઘણું જ આગળ વધી ગયું હશે. પરંતુ વિજ્ઞાનનો ખજાનો એટલો બધો ઊંડો છે કે, એક એક બાબતમાં તેનો પાર પામવાને લાખો વર્ષ જોઈએ છે. વૈજ્ઞાનિક સંશોધકો પણ આ વાત સમજે છે. પરંતુ હાલમાં વ્યાપારી હરીફાઈ વગેરે કારણોથી તેમાં આગળને આગળ તેઓ વધ્યે જ જાય છે અને દુનિયાની બીજી પ્રજાઓ ઉપર પોતાની સરસાઈ વધાર્યે જાય છે. જો છેવટ સુધી તેઓ એમને એમ ચાલુ રાખે, તો અંદરને અંદર કાપાકાપી ચાલે. આ વિજ્ઞાનની ઉત્પત્તિ પરોપકાર બુદ્ધિમાંથી જન્મેલ નથી, પરંતુ પ્રજાકીય સ્વાર્થમાંથી જન્મેલ છે. એ બાબતમાં યુરોપના મિ. ગ્રેગ તથા ટોલસ્ટોય પણ અમારા વિચારને સંમત છે. એટલે આ વિજ્ઞાન નિર્મૂળ છે અને શુભ છેડાવાળું જ નથી, માત્ર કામચલાઉ અને ક્ષણિક છે. એટલે અમુક વખત પછી તેને બંધ થયા વિના ચાલે તેમ છે જ નહીં.
અલબત્ત, વચલા કાળમાં દુનિયાની ગોરી પ્રજાઓને
Page #54
--------------------------------------------------------------------------
________________
વસવાટ માટે-ખેતી માટે-ઘણા દેશો અપાવી દેશે. આ ભૂમિમાં પણ જેમ તેઓએ બીજા ટાપુઓમાં સંસ્થાનો સ્થાપેલાં છે, તેમ સંસ્થાન સ્થાપશે. આ દેશના ઘણા લોકો કદાચ તેઓના હાથ નીચે ચાલ્યા ગયા હશે. છતાં આ દેશના તત્ત્વજ્ઞાનમાંથી જન્મેલો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રનો માર્ગ ચાલતો જ હશે. આજે એ લોકો કેળવણી અને ઉદ્યોગ એ બે શબ્દો મારફત પ્રજાઓને આકર્ષે છે. પરંતુ, તેમાં સ્વાર્થ પડેલો છે એટલે તે બહાર આવી જતાં તેના ઉપર પ્રજાઓનો વિશ્વાસ ૨હેશે જ નહીં. આ બધો ઘોંઘાટ બંધ પડતાં, ત્રણ રત્ન અને તેને અનુસરીને ગોઠવાયેલું તત્ત્વજ્ઞાન અને બીજા વિજ્ઞાનને તે વખતે પણ જીવનમાં રહેલાં જોવામાં આવશે અને એ રીતે તત્ત્વજ્ઞાન અબાધ્ય છે. એમ વધારે સ્પષ્ટ સાબિત થઈ ચૂકશે.
હાલનું વિજ્ઞાન પ્રજામાં લોકપ્રિય કરવા માટે અનેક ચીજોરૂપે પ્રજાના ઉપયોગમાં આવતું દેખાય છે, પરંતુ તેનો આખર ઉપયોગ લડાઈઓ અને લશ્કરી તત્ત્વોમાં છે. જ્યાં સુધી પ્રજાઓનાં કેટલાંક તત્ત્વો હાથમાં ન આવ્યા હોય, ત્યાં સુધી જીવનની સગવડ માટે એ વપરાય છે પછી તરત જ લશ્કરી સ્વરૂપમાં એકી ઝપાટે પ્રજાઓનો દાળાવાટો કાઢી શકે છે. હરીફાઈ વિના કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ ન થાય અને વૈજ્ઞાનિક લડાઈઓ એ હરીફાઈનું ક્ષેત્ર છે. ગમે તેવું સુંદર મશીન કે સાધન, સામો હરીફ તોડી નાખે, એટલે તે નબળું સાબિત થાય. એટલે નબળાવાળો સામાનું અનુકરણ કરીને તેના કરતાં સરસ બનાવવાની મહેનત કરે. આજે ડૉક્ટરો સંહારક જંતુઓની
૪૭
Page #55
--------------------------------------------------------------------------
________________
શોધો કરે છે. એક સ્વર્ગસ્થ મિત્રે તો ત્યાં સુધી શંકા બતાવી હતી કે “હાથલા થોરના નાશમાં કે મેનીનજાઈટીસ વગેરે રોગોના જંતુઓ કેમ જાણે કોઈ તરફથી લાવવામાં આવ્યા હોય ?
- સારાંશ કે જે પ્રજાઓ આધુનિક વિજ્ઞાનને દરેક રીતે સારું સમજીને ઉપયોગ કરે છે, તેઓ તેને આગળ વધારી, વકરો કરાવી તેને મજબૂત બનાવે છે અને એમ મજબૂત બનેલું આધુનિક વિજ્ઞાન લશ્કરી સ્વરૂપમાં દેખાવ દઈને જ્યારે તે ટેકો આપનારનો જ કે તેના જાત ભાઈઓનો કચ્ચરઘાણ નહીં વાળી નાંખે? તે કહી શકાય તેમ નથી. તેનાં જમા પક્ષે અનેક ફાયદા કરતા ઉપર જણાવેલું એક જ નુકસાન એવડું મોટું ઉધાર થાય તેમ છે કે-જે લાભ કરતાં વધી જાય તેમ છે. હાલનું વિજ્ઞાન સંહારક અને માહિંસક છે. તેમાં અસાધારણ હિંસા પડેલી છે. આ ઉપરથી બરાબર સમજી શકાશે કે આ દેશના જે વર્ગને પરદેશીઓએ સુધારક નામ આપેલું છે, તે વાસ્તવિક રીતે આ દેશનો બગડેલો વર્ગ છે. જો કે એવો વર્ગ થોડો છે, છતાં તે વધશે ખરો. પણ તે એટલો બધો નહીં જ વધી શકે-તેવાં આ દેશની સંસ્કૃતિમાં ઘણાં મજબૂત તત્ત્વો છે.
આજે જાપાન ચીન ઉપર છાપો મારી રહ્યું છે. પરંતુ જે દેશો ચીનને મદદ કરશે. તેના હાથમાં ચીનને રમવું પડશે અને કાંઈક ભાગ જાપાન પક્ષનાં ગૌરાંગો પણ પડાવી જશે. છતાં ચીનની સંસ્કૃતિ એકાએક નાશ કરી શકાશે નહિ. એવા ઘણા હુમલા તેના ઉપર કરવા પડશે અને બહુ લાંબા કાળ સુધી એ પ્રજા જીવંત રહી શકશે, એ જ પ્રજાનું જીવન છે.
૪૮
Page #56
--------------------------------------------------------------------------
________________
અહીં દલીલ આપી શકાય કે-“જાપાનની જેમ ચીને હાલના વિજ્ઞાનની મદદ લીધી હોત, તો જરૂર સામનો કરી શકતા અને પોતાનો બચાવ પણ કરી શકત.”
આ દલીલ ઘણી જ ક્ષુદ્ર છે. ચીનના કેટલાક પ્રદેશો જશે, કેટલાંક જીવન તત્ત્વો જશે, પણ સર્વ તત્ત્વો જશે નહીં, સર્વ તત્ત્વોનો એકદમ નાશ કરી શકાશે નહિ.
પરંતુ જાપાન પોતાના મૂળ જીવનથી જેટલું ખસ્યું છે, તેટલા પ્રમાણમાં અત્યારે પરદેશીઓ આગળ વાહ વાહ પામે છે. પરદેશીઓના વખાણ સ્વાર્થપૂર્વકના છે. પરંતુ જ્યારે જાપાન બરાબર આધુનિક વિજ્ઞાનના હાથમાં ફસાઈ ગયા પછી આધુનિક વિજ્ઞાનના આચાર્યોની સામે જ્યારે તેને હરીફાઈમાં એકલે હાથે ઊતરવું પડશે, ત્યારે તેની દશા ચીનની પ્રજા કરતાં પણ વધારે ખોખરી થઈ જવાની. કારણ કે જાપાન યુરોપનું વૈજ્ઞાનિક ગુલામ છે. યુરોપે જેવી પેન્સિલ, જેવો કાગળ, જેવું હોલ્ડર કાઢ્યું, તે જ આકારનું તે કાઢે છે. તેની વૈજ્ઞાનિક શોધો સ્વતંત્ર નથી. નહીંતર કાંઈ જુદું જ કરવું જોઈએ. શું કુદરતમાં યુરોપના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે, તેના કરતાં બીજું નથી જ? ઘણું છે. પરંતુ તદ્દન સ્વતંત્ર વિચાર અને સાધનો ગોઠવવાની જાપાન પાસે શક્તિ નથી. યુરોપનાં રાષ્ટ્રો પોતાના વિજ્ઞાનને ભારત અને ચીન જેવા દેશોમાં પ્રતિષ્ઠા અપાવવા જાપાને વખાણે છે અને વિજ્ઞાનમાં આગળ વધવા દે છે; પરંતુ જયારે આધુનિક વૈજ્ઞાનિકોની હરીફાઈ થશે તે વખતે જાપાન સ્વતત્ત્વ કેટલું ટકાવી રહેશે કે ટકાવી રહેલ હશે ? તેની ખરી કસોટી થશે.
૪૯
Page #57
--------------------------------------------------------------------------
________________
આજના વખાણથી અને ભવિષ્યમાં ક્ષયકર આજની દેખીતી ઉન્નતિથી જાપાનની પ્રજાએ રાજી થવા જેવું લાગતું નથી. એ જ સ્થિતિ તુર્કની અત્યારની ઇસ્લામનીતિ વિશે પણ સમજવાની છે.
જે પ્રજાઓ આધુનિક વિજ્ઞાનને રસ્તે ચડી નથી, તેમની સાથે જુદી જાતની લડાઈઓ લડવી પડે અને વિજ્ઞાનને રસ્તે ચડેલ સાથે વૈજ્ઞાનિક સાધનોથી લડાઈ ચાલે છે. એ હરીફાઈમાં આજ કરતાં પણ કાળી પ્રજાઓ અંદરખાનેથી વધારે ખોખરી થઈ જવાની આ વખત પણ આવશે. માટે આધુનિક વિજ્ઞાનને રસ્તે નહીં ચડેલી શ્યામ પ્રજા ફાટેતૂટે કપડે પણ આખર લાંબો કાળ જીવંત રહેશે. કારણ કે.
લશ્કરી દોરથી મારી મારીને કેટલીક પ્રજાને મારી શકાય? તેમ જ જુલમથી સંસ્કાર પણ કેટલાક બદલી શકાય? ગમે તેમ કરો તો પણ કાંઈને કાંઈ રહી જ જાય. આમ આખર થાતાં થાકતાં જે કાંઈ રહી જશે, એ જ ભારતનો વિજય, ભારતના તત્ત્વજ્ઞાનનો વિજય, ભારતની સંસ્કૃતિનો વિજય. આ બધી ધમાલ વચ્ચે અને પછી પણ જે કાંઈ થોડો ઘણો વર્ગ પણ ભારતીય જીવન પ્રમાણે જીવતો રહેશે, એ જ તેનો વિજય હશે.
માત્ર આમાં ધીરજની ઘણી જ આવશ્યકતા રહેશે. ખરી ધીરજ રાખી શકશે તે જ વિજયી થશે. બાકી આધુનિક વિજ્ઞાનને જેઓ ટેકો આપી રહ્યા છે, તેઓ આ દેશના લોકોનો પ્રજાદ્રોહ, દેશદ્રોહ, સંસ્કૃતિદ્રોહ, ધર્મદ્રોહ કરે છે. તેમાં સંશયને અવકાશ નથી.
૫૦
Page #58
--------------------------------------------------------------------------
________________
અનિવાર્ય સંજોગોમાં ઉપયોગ કરવો એ જુદી વાત છે અને હાર્દિક સારું માનવું એ જુદી વાત છે.
૧. આર્યસંસ્કૃતિ પ્રમાણે જીવવું એ આદર્શ હોય, છતાં કોઈ કોઈ વિદેશી વૈજ્ઞાનિક વસ્તુનો ઉપયોગ ન છૂટકે કે દેખાદેખીથી ક૨વો પડે, તે નુકસાન તો કરે જ છે, પરંતુ એટલું નુકસાન તેથી નથી થતું, કે જેટલું
૨. “આર્યસંસ્કૃતિમાં હવે કાંઈ રહ્યું નથી અથવા તેને તોડવા પ્રયત્ન કરવો” અને આધુનિક વિજ્ઞાન વિશે મનમાં પરમ આદર રાખવાથી પરિણામે જે નુકસાન થાય છે. આ નુકસાન વધી જાય તેમ હોય છે.
મનથી જેઓ આધુનિક વિજ્ઞાનના ગુલામો છે, તેઓ ગમે તેવી ઊંચી છાતીએ ચાલતા હોય, પણ તેઓ પરદેશી પ્રજાઓના વિશેષ ગુલામો છે.
અને જેઓ આર્યસંસ્કૃતિ પ્રમાણે જે પ્રમાણમાં સાંગોપાંગ જીવન જીવે છે અને પોતાના કોઈ સ્વાર્થ માટે પરદેશીઓની ખુશામત કરતા હોય, તેમને રાજી રાખવા પ્રયત્નો કરતા હોય, છતાં પણ તેઓ તો એટલા ગુલામ નથી, એ તો સહજ રીતે સમજાય તેમ છે.
66
સુધારકો નવું ઉત્પન્ન કરી શકે તેમ નથી. નવું ઉત્પન્ન કરી શક્યા નથી. તેઓ “રૂઢિચુસ્તો”, “જૂનવાણી”, “પ્રણાલીને વળગી રહેલા’” વગેરે રીતે દેશીને નિંદીને પરદેશી વસ્તુઓની જાહેરતો અને વકીલાત કરે છે.
૫૧
Page #59
--------------------------------------------------------------------------
________________
સુધારકવર્ગનો લેશમાત્ર વિશ્વાસ કરવો હિતાવહ નથી. તેઓને નથી અહીંની સંસ્કૃતિનું જ્ઞાન કે નથી તેઓને પરદેશીઓની પ્રગતિની જાળની વિશાળતાની માહિતી. તેઓ પ્રજાના કેટલાક ભાગનો વિશ્વાસ મેળવીને જે જે સંસ્થાઓ ચલાવે છે, તે દરેક પણ આખર તો નુકસાનમાં જ પરિણત થવાની છે.
શાહમૃગનું દૃષ્ટાંત પણ ભ્રમ લાવનારું છે. આપણે તેઓને કહીશું-એ દષ્ટાંત આપી તમે એમ કહેવા માંગો છો કે “શિકારી જ્યારે સામે ઊભો છે, અને શાહમૃગ રેતીમાં માથું ઘાલે, એટલે શું તે બચી શકવાનું છે ?”
બરાબર છે કે બચી શકે નહિ, પણ તો પછી શાહમૃગ શું કરવું? એમ અમે તમને પૂછીએ છીએ.
તમે કહેશો કે “બચવા માટે નાસી છૂટવું કે બીજા મજબૂત સ્થાનનો આશ્રય લેવો.”
તેમ બની શકે તેમ ન હોય, તો શું કરવું? શું શિકારીની સામે ગોળી ખાવા જવું કે બીજું જે બને તે કરવું?
એક શાહમૃગ સામે ગોળી ખાવા જાય છે અને બીજું રેતીમાં માથું ઘાલીને બચવાની ચેષ્ટા કરે છે. બેમાંથી વધારે ઠીક પ્રયત્ન કોનો છે? જો કે બન્નેય મરી જવાના છે. પણ બેમાંથી અંશતઃ પણ વધારે બુદ્ધિ કોણ ચલાવે છે?
તમારે કહેવું જ પડશે કે “સામે ચાલનાર કરતાં રેતીમાં
૫ ૨.
Page #60
--------------------------------------------------------------------------
________________
માથું ઘાલનારાને મારવામાં શિકારે કાંઈક વધારે મહેનત પડશે. સમય વધારે જશે, કે લક્ષ્મ ભેદવામાં તેને કંઈક વધારે સાવચેત રહેવું પડશે.”
આ રીતે જોતાં તમારું દષ્ટાંત કેટલું વિષમ છે? તે તમે જ વિચારો.
અમારા પ્રજાજનો આધુનિક વિજ્ઞાનનો આશ્રય ન લેતાં અમારી આર્યસંસ્કૃતિનો આશ્રય લઈ રહ્યા છે, તેને-“આખર તો અમે તેમને અમારી સંસ્કૃતિના ઝપાટામાં લેવાના છીએ, તો પછી શા માટે જ્યાં ત્યાં ભરાઓ છો? મેદાનમાં સામા આવી જાઓ” આ દલીલો પોતાની મહેનત ઓછી કરવા માટે શિકારીઓ કરે, તેને આપણા સુધારક ભાઈઓએ વગર સમજયે ઉપાડી લીધેલી છે.
એઓ જાણે છે, કે “આર્યસંસ્કૃતિની હૂંફમાં જ્યાં સુધી ભારતની પ્રજા ભરાયેલી હશે, ત્યાં સુધી તેના ઉપર સંપૂર્ણ વિજય અશક્ય છે, એટલે આવી દલીલથી ભોળવાઈને પણ જે કોઈ તેનો શ્રેય છોડી દે, તેટલો આપણને લાભ થાય.” એ દષ્ટિથી એ દલીલ તેઓ લાવે છે અને જરૂર તેઓ તેમાંથી પણ કાંઈક ફાયદો તો મેળવે જ છે અનેક પ્રયત્નોમાંનો આ પણ તેઓનો એક સ્વપ્રગતિ માટેનો પ્રયત્ન જરૂર છે.
ખરી રીતે આર્યસંસ્કૃતિ રેતીનો ઢગલો નથી. તેને રેતીનો ઢગલો માનનારા મારા દેશબંધુઓની મનોદશા જ કેટલી વિચિત્ર છે? તે આ ઉપરથી સમજાય છે.
૫૩
Page #61
--------------------------------------------------------------------------
________________
તેઓ દેશ અને પ્રજાનો ઉદ્ધાર કરવાની, પ્રજાને સ્વતંત્ર કરવાની, સંસ્કૃતિ ખીલવવાની વાતો કરે છે. તે પણ માત્ર પ્રજામાં પોતાની પ્રતિષ્ઠા ટકાવી, આધુનિક વિજ્ઞાનના પ્રચાર માટે છે. તેમને પોતાની વસ્તુઓ, ભાઈઓ ઉપર સાચો પ્રેમ જ રહ્યો નથી માત્ર પરદેશી સંસ્કૃતિના ગુલામ-હથિયાર તરીકે કામ કરી રહેલા છે.
આર્યસંસ્કૃતિ રેતીનો ઢગલો નથી. આજ સુધી આ પ્રજાનું તેણે રક્ષણ કરેલું છે અને હજુ અનેક વર્ષો સુધી તે જ રક્ષણ કરશે.
તેનો કોઈ પણ પ્રયોગ અને વિચાર વિજ્ઞાનના પાયા ઉપર નવો રચાયેલો એમ નથી. કોઈ પણ રૂઢિરૂપ નથી, પરંતુ દરેકે દરેક પ્રવૃત્તિ વિજ્ઞાનના પાયા ઉપર રચાયેલી છે. માત્ર તેના ખરા અભ્યાસીઓની આંખે અભ્યાસ કરે છે. એટલે બુદ્ધિશાળી વર્ગનું પગાર, પેન્સનો અને કમિશનોથી વેચાણ થઈ જાય છે. પ્રજાકીય તથા રાજકીય નાણાંનાં સાધનો પણ બીજા શિક્ષણ તરફ ખેંચાઈ જાય છે. ત્યાંના વિજ્ઞાન ઉપરથી પડેલા એકે એક રિવાજનો હેતુ શાળા-કૉલેજોમાં બાળકોને જાણવા મળે છે ત્યારે અહીંના દરેક રિવાજોને રૂઢિ, કુરૂઢિ કહી નિંદવાનો રિવાજ ત્યાં વર્ષોથી ચાલુ છે.
ભારતીય તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના પ્રયોગોએ પ્રજાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પકડેલું અમુક પ્રકારનું સ્વરૂપ, તે પ્રજાનું હાલનું જીવન, પરંતુ તેને રૂઢિ અને કુરૂઢિ કહી
૫૪
Page #62
--------------------------------------------------------------------------
________________
નિંદા વિના પરદેશીઓ દ્વારા નવા તરીકે ગણાવેલા જીવનને સ્થાન શી રીતે આપી શકાય ?
ભણીને બહાર પડેલાને છાપામાં એ જ વાંચવા મળે, સભામાં એ જ સાંભળવા મળે. તેથી તેઓ શી રીતે આર્ય સંસ્કૃતિની ખૂબી સમજી શકે ? આ વિષમતા અદ્યાપિ છે, છતાં પ્રજાનો મોટો ભાગ આર્યસંસ્કૃતિ પ્રમાણે આજે જીવે છે-અને કેળવાયેલા ગણાતા વર્ગને પણ અમુક અમુક બાબતમાં કોઈને કોઈ વખતે તે પ્રમાણે જીવવું પડે છે. એ જ આર્યસંસ્કૃતિ આજે પણ જીવંત હોવાનો પુરાવો છે. માટે તેનો આશ્રય એ રેતીનો ઢગલો નથી, પરંતુ ખરેખરું બચાવનું સાધન છે.
આર્યસંસ્કૃતિ પ્રમાણે પ્રજા જો લાંબો કાળ જીવિત રહેશે, તો પોકળ પાયા પર ખડું થયેલું હાલનું વિજ્ઞાન આખર થાકી જશે. શિકારીઓને ભાગી જવું પડશે અને આશ્રય સ્થાન છોડી દેવાની શિકારીઓની વતી જ શિખામણ આપનારા દેશબાંધવોને પણ ચૂપ થવું પડશે.
(ગર્ભાશયનું ઑપરેશન થયા પછી તે ભાગ કાયમ માટે નાશ પામે છે. અંગો કુદરત સિવાય કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. ત્યારે ચક વગેરે આયુર્વેદિક વિજ્ઞાન કાયચિકિત્સાથી તેમાંનો રોગ કાઢી નાંખે છે. સર્જરી એટલે વાઢ-કાપ, પણ કાય ચિકિત્સા=ફિઝીક્સન તેનાથી વધારે ચડિયાતી વિદ્યા છે. જેને કાયચિકિત્સા નથી આવડતી તે વાઢકાપ કરે છે. વાઢકાપ એ હાડવૈઘોનો ધંધો છે. યુરોપના એ ધંધાદારીઓને વિશેષ મોટું
૫૫
Page #63
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ આપવા માટે મોટી જાહેરાત કરી. પણ વિજ્ઞાનમાં તેનું સ્થાન ઘણું જ નજીવું છે. છતાં તે વખતે વકરા માટે મોટું સ્વરૂપ આપ્યું અને તેને ટેકો આપનાર વર્ગ અહીં પણ ઉત્પન્ન કર્યો. ચરકની અદ્ભુત કાયચિકિત્સા હજુ તેઓને સમજાતી જ નથી. ત્યાંની કાયચિકિત્સા હજુ બાલ્યવયમાં છે. આર્યવિજ્ઞાન આગળ આધુનિકવિજ્ઞાન બાળક છે. તેના આવા અનેક પુરાવા છે.)
જે પ્રજા શિકારીઓ અને તેના ભક્તો ઉપર વિશ્વાસ રાખી પોતાનું ખરું આશ્રય સ્થાન છોડશે નહીં. તે પ્રજાનો લશ્કરી દોરથી નાશ કરી શકાશે નહીં. વારંવાર એમ કરી શકાતું નથી. અસાધારણ ભય બતાવવામાં આવે, તેથી ચલિત થાય, ને બાકીના ટકી રહે, ને વળી લશ્કરી દોર મુલતવી રાખવો પડે. પ્રજાનું મન ભાવનાથી જેટલું સજ્જડ રીતે પલટી શકાય છે, તેટલું લશ્કરી દોરથી પલટી શકાતું નથી. માટે શિકારીઓથી આર્યોને બીવાને ખાસ કારણ રહેતું નથી.
આર્યસંસ્કૃતિને વળગી રહેનારા મૂર્ખ નથી, ડહાપણ વગરના નથી. પરંતુ દુનિયામાં સર્વોપરી ડાહ્યા છે અને સંપૂર્ણ સમજદાર છે. અલબત્ત, આજના છાપાંઓ અને કૃત્રિમ સાહિત્ય આ વાતની નોંધ લેતું નથી. પણ તેઓ પ્રતિષ્ઠાપૂર્વક જગતમાં જીવી રહ્યા છે, તે જ તેમની ખરી નોંધ છે. પ્રધાનો અને દેશનાયકોને વશ કરવા જેટલા મુશ્કેલ નથી, તેટલા આર્ય સંસ્કૃતિ પ્રમાણે જીવનારાઓને જીતવા મુશ્કેલ છે. પરદેશીઓનું ધ્યાન તેમના ઉપર જ હોય છે. બાકી પોતે ઊભા કરેલા સોગઠાઓને તો ક્યાં બેસાડવા અને ક્યાંથી ઉઠાવવા એ
૫૬
Page #64
--------------------------------------------------------------------------
________________
હસ્તગત વાત છે. કેમ કે તેઓ વાસ્તવિક રીતે ગુલામ જ હોય છે. આઝાદી, સ્વતંત્રતાની બૂમો પાડ્યા કરે અને દેશમાં ઘૂમ્યા કરે. પરદેશી તંત્ર પ્રજામાં કાયદા કાનૂનોથી વધુ ને વધુ મજબૂત બન્યું જાય, ને પ્રજા આઝાદીની ખોટી ધૂનમાં રહ્યું જાય. તેના જેવી સત્તા આગળ વધારવાની પરદેશીઓને બીજી મજા કઈ ?
આર્ય સંસ્કૃતિમાં માનનાર વર્ગને ખસેડીને કૉંગ્રેસમેનોને પ્રધાન બનાવવાનો હેતુ આ ઉપરથી બરાબર સમજાશે અને ત્યાર પછી આ દેશમાં વસવાટ કરી રહેલા પરદેશી પ્રજાજનોને તે જ સ્થાનો સુખેથી આપી શકાય અને તેઓ ધારાસભાઓનો કબજો કરે, એટલે અહીં પાર્લામેન્ટ અને સંપૂર્ણ પરદેશીપ્રજાકીય સંસ્થાનિક સ્વરાજ. સારાંશ કે ભારતીય પ્રજા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવનારી છે અને રહેવાની. તેને પલટવાના અનેક પ્રયોગમાં કૉંગ્રેસ વગેરેનું સ્થાન છે. આર્યસંસ્કૃતિની સામે જેમ પરદેશીઓ છે, તેમ જ કૉંગ્રેસવાદીઓ પણ છે. બન્નેય તોડવામાં એક સામટા સામેલ છે. કૉંગ્રેસમેનો તોડી રહે, એટલે તેઓ તો ઘેર બેસે, પરંતુ સત્તા તેનો લાભ લે. તોડવા ખાતર બળ ક૨વા માટે તેઓને પરદેશીઓ બળવાન અને કૃત્રિમ સત્તાધીન બનાવે, એ સ્વાભાવિક છે. એ રીતે સત્તાધીશ બનાવાયેલા દેશીઓ, તે આજના પ્રધાનો.
જ્યાં સુધી પરદેશી પ્રગતિવાદનું જોર દુનિયા ઉ૫૨ રહેશે, ત્યાં સુધી આમ ચાલ્યા કરશે. પરંતુ પ્રાચીન ભારતના મહાત્માઓના પ્રતાપથી ત્રણ રત્નને આરાધનારા એકાદ-બે પણ આખર સુધી નીકળ્યા કરશે, એટલે તેનો વિજય જ છે.
૫૭
Page #65
--------------------------------------------------------------------------
________________
માટે જૈન તત્ત્વજ્ઞાન ત્રણેય કાળ માટે સદા અબાધ્ય જ છે. કેમકે તેનો રત્નત્રમય જીવન માર્ગ અબાધ્ય છે. તેમાં શંકાને સ્થાન છે જ નહીં. જુદા જુદા કાળક્રમે જુદા જુદા મગજના માણસો જુદી જુદી શોધો અને પોતાના વિજ્ઞાનો ઊભા કરે છે, પરંતુ વખત જતાં તે અદશ્ય થાય છે અને મૂળ તત્ત્વજ્ઞાન જગતમાં ચાલુ રહે છે. જૈનદર્શનના ઇતિહાસની સાથે વખતોવખત ઘણ વૈજ્ઞાનિકો પોતપોતાની અસરો મૂકતા ગયા છે તેમ આધુનિક વૈજ્ઞાનિકો પણ થોડું ઘણું પોતાનું મૂકતા જશે અને એ શાંત થયે, પરિણામે મૂળ વસ્તુ જ કાયમ રહેશે.
૫૮
Page #66
--------------------------------------------------------------------------
________________
(૩)
એકાન્ત શાસનભક્ત નરવીરને
યુરોપની પ્રજા પોતાની પ્રગતિ અનેક રીતે કરી રહેલ છે અને તેને દુનિયાની પ્રગતિ કહી, તેમાં બીજી પ્રજાઓનો પણ સહકાર ખેંચી સ્વાર્થસિદ્ધિ કરે છે. યુરોપ સિવાયના પ્રદેશોમાં પણ પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં છે અને જયાં સંસ્થાની સ્થાપી શકાયાં નથી, ત્યાંની પ્રજા ઉપર રાજા તરીકે સત્તા ધરાવે છે. જ્યાં તેમ પણ બની શકે તેમ નથી, ત્યાં સલાહકાર અને હિતચિંતક મિત્રો તરીકે રહે છે અને તેમ પણ જ્યાં બની શકે તેમ નથી હોતું
ત્યાં પરદેશી સનંદી વ્યાપારી તરીકે પોતાનું કાર્ય આગળ વધારે છે.
સંસ્થાનો અથવા તો સાંસ્થાનિક સ્વરાજ સ્થાપવા એટલે મૂળ પ્રજા ધીમે ધીમે નાશ પામતી જાય અને યુરોપીય પ્રજા ત્યાં જેમ જેમ વસતી જાય, તેમ તેમ ત્યાંના વતની થઈ ગયા પછી
૫૯.
Page #67
--------------------------------------------------------------------------
________________
સંપૂર્ણ રાજયતંત્ર પોતાની પાર્લામેન્ટ દ્વારા ચલાવે અને માત્ર યુરોપના મુખ્ય રાષ્ટ્ર સાથે ઉપરી સત્તા તરીકે સંબંધ રાખે. તે પણ ખાસ મુશ્કેલી વખતે એકબીજાને મદદ કરવા માટે, બાકી જરૂર
નહીં.
તાબાનું રાજ્ય એટલે મૂળ પ્રજાનો નાશ કરી શકાય એવી સ્થિતિમાં એ પ્રજા જ્યાં સુધી ન આવી હોય, ત્યાં સુધી માત્ર તેના ઉપર રાજયસત્તા તરીકે દેખરેખ રાખવી, તેના હિત જાળવવા અને ધીમે ધીમે પોતાના હિત સિદ્ધ કરવા અને પ્રજા નબળી પડ્યા પછી તેને પણ સાંસ્થાનિક સ્વરાજના રસ્તા ઉપર મૂકીને યુરોપીય લોકોથી એ પ્રદેશ વસાવી, પછી તેને સંપૂર્ણ સ્વરાજ અપાય, તેનું નામ સાંસ્થાનિક સંપૂર્ણ સ્વરાજ પાડવું.
હિંદુસ્તાન આજ સુધી તાબાનું રાજ્ય હતું અને છે. ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં તો સાંસ્થાનિક સ્વરાજ સ્થપાઈ ગયા જેવું છે. પરંતુ ભારતને સંપૂર્ણ સાંસ્થાનિક સ્વરાજના પાયા ઉપર હવે સરકારે મૂક્યું છે અને તેમાં કોંગ્રેસ તથા દેશનાયકોની ઘણી મહેનત અને મદદ પણ મળેલ છે. - હિંદની સંસ્કારી પ્રજામાં એકદમ સાંસ્થાનિક સ્વરાજ સ્થાપવું મુશ્કેલ હોવાથી, આજ સુધી તેને તાબાનું રાજય ગણવામાં આવેલ છે. હવે તેને સાંસ્થાનિક સ્વરાજના માર્ગમાં મૂકવામાં આવેલ છે. અમારી સમજ પ્રમાણે તાબાની પ્રજા તરીકે રહેવું વધારે સારું છે. પરંતુ સાંસ્થાનિક સ્વરાજ એટલે મૂળ પ્રજાના મોટા ભાગનો નાશ અને ગૌરાંગ પ્રજાનો વસવાટ અને
૬૦
Page #68
--------------------------------------------------------------------------
________________
સત્તા એમ થતાં આ દેશની મૂળ પ્રજાને તે વધારે નુકસાનકારક થાય, એ સ્વાભાવિક છે, પરંતુ સ્વરાજની ધૂનમાં ચડેલાઓમાંના કોઈનેય, મુત્સદ્દીઓએ સ્વરાજની આગળ સાંસ્થાનિક શબ્દ મૂકી રાખ્યો છે, તેનો તેમ જ તેના અર્થનો અને તેના પરિણામનો પણ ખ્યાલ નથી. અસ્તુ.
આ દેશને આજ સુધી તાબાનું રાજ્ય ગણવામાં આવ્યું, તેનું કારણ માત્ર આ દેશની પ્રજા ઉપર અંકુશ મૂકવામાં અને તેમના જીવનનો પલટો આણવામાં અહીંની સંસ્કૃતિ-જેને શ્રી મુનશી પ્રણાલિકાવાદ કહે છે-તે મોટું નડતર છે. સંસ્કૃતિનું કેન્દ્ર ધર્મો છે અને ધર્મોમાં જૈનધર્મ અને તેમાં પણ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ બહુ જ મજબૂત પાયારૂપ છે.
એક વખત એવો હતો કે ધર્મોમાં જરા પણ હાથ નાંખવાથી પરદેશી પ્રજા અહીંની પ્રજાનો વિશ્વાસ ગુમાવે તેમ હતું. જેથી તેઓને તત્કાલીન રાજ્યનીતિને અનુસરીને જાહેર કરવું પડેલ છે કે-“અમો કોઈના ધર્મોમાં હાથ ઘાલીશું નહીં. સૌને પોતપોતાના ધર્મ પ્રમાણે વર્તવાની છૂટ રહેશે” અને આજે પણ બહારથી એ નીતિનું પાલન બરાબર કરવામાં આવે છે.
આમ જાહેર કરવા છતાંયે ધર્મોમાં પણ આડકતરો હાથ ઘાલ્યા વિના એ પ્રજા રહી જ નથી. બહુ જ ધીરજથી, ખૂબીપૂર્વક, દૂરંદેશીપણાથી, વિશાળ કાર્યક્રમની યોજનાથી, જેના ભાવિ પરિણામ વિશે તત્કાળ કશી કલ્પના ન કરી શકાય
૬૧
Page #69
--------------------------------------------------------------------------
________________
તેવી રીતે હાથ ઘાલવામાં આવેલ છે, તેમાં સંશયને અવકાશ નથી.
કારણ કે-સંસ્કૃતિનું કેન્દ્ર તોડ્યા વિના સંસ્કૃતિ મરે નહીં અને મૂળ સંસ્કૃતિ તોડ્યા વિના સીવીલાઈઝની સંસ્કૃતિનું સ્થાન જમાવી શકાય નહીં અને એ વિના યુરોપની પ્રગતિ થઈ શકે નહીં. યુરોપની કે ગૌરાંગ પ્રજાની વિશેષ પ્રગતિ કરવી હોય, તો સીવીલાઈઝની સંસ્કૃતિને આગળ વધારવી જોઈએ અને તેને આગળ વધારવા હરીફ સંસ્કૃતિને ખસેડવી જોઈએ અને તેને ખસેડવામાં તેનાં મૂળ મથકો પણ તોડવા જોઈએ.
તો જ યુરોપ પ્રગતિ કરી શકે, એ સ્વાભાવિક છે. તે કાર્ય રચનાત્મક યોજનાઓ મારફત કરવા માટે સૌથી પહેલાં અહીં કેળવણીનું ધોરણ બદલવામાં આવ્યું. ૧૮૧૩માં ખ્રિસ્તી ધર્મના પ્રચારને બ્રિટિશ પાર્લમેન્ટે કાયદો કરીને છૂટ આપી. આર્યસમાજ વગેરે મૂળ ચુસ્તતાથી ખસી ગયેલા વર્ગો ઊભા થયા, તેને આડકતરો રાજ્યાશ્રય મળ્યો અને તેણે એકે ઝપાટે વેદો સિવાયનાં, ભારતીય બુદ્ધિથી રચાયેલા તમામ સાહિત્યોને જાહેરમાં ખોટાં ઠરાવ્યાં અને મહા પાપ વહોર્યું. આ દેશમાં થઈ ગયેલા લાખો સાચા બુદ્ધિશાળી પુરુષોનું અપમાન થયું. એ રીતે પ્રાચીનને બદલે પોતાની શાળા-કોલેજોમાં પણ નવી વિદ્યાનાં પુસ્તકોના પ્રચારને જગ્યા મળી. જુઓ સ્વદેશીપણું !!
પ્રાર્થનાસમાજ, આર્યસમાજ, થીઓસોફીસ્ટ વગેરે ખ્રિસ્તી ધર્મના કંઈક અનુકરણરૂપ સિદ્ધાંતોના પ્રચાર કરનારા
Page #70
--------------------------------------------------------------------------
________________
પણ એકાએક ઉત્પન્ન થયા.
“બધા ધર્મોને સરખું માન આપવું” એ ભાવના ઊભી કરી પ્રજામાંથી પોતપોતાના ધર્મ વિશેની ચુસ્તતા ઢીલી કરવામાં આવી છે. છતાં પ્રજાને ધર્મરહિત રાખવાની ઇચ્છા છે એમ માનવાને કારણ નથી. “જુદા જુદા ધર્મોને બદલે જગતમાં એક ધર્મ હોય તો ઠીક” એવી ભાવના ઊભી કરી અમેરિકામાં ૧૮૯૩માં વિશ્વધર્મપરિષદ ઊભી કરવામાં આવી હતી. એ પરિષદનું ધ્યેય-‘આખી દુનિયાના તમામ ધર્મોવાળાઓ પાસે ધીમે ધીમે જગતમાં એક જ વિશ્વધર્મ હોવો જોઈએ અને માત્ર ખ્રિસ્તી ધર્મ જ વિશ્વધર્મ થવાને લાયક છે એવી કબૂલાત કરાવવી”, એ છે.
એ કબૂલાત કરાવવા સુધીમાં યુરોપિયન લોકોએ ખ્રિસ્તી ધર્મની જુદી જુદી સ્થાપેલી અને તેના અનુકરણરૂપે તે તે અન્ય ધર્મવાળાઓએ પણ પોતપોતાના ધર્મની ઉન્નતિના ઉદ્દેશથી કૉન્ફરન્સો વગેરે સ્થાપેલી, એ બન્નેય પ્રકારની સંસ્થાઓ મારફત ધીમે ધીમે પ્રચાર કાર્ય કરીને એ ધ્યેયની સિદ્ધિ કરવાની છે.
એટલે એ પરિષદનું કાર્ય હાલમાં ઘણું જ ધીમું દેખાય છે, પરંતુ તેનો ઉદ્દેશ સિદ્ધ કરનારી એ અવાન્તર સંસ્થાઓ એ તો ઝપાટાબંધ કામ કર્યે જ જાય છે.
ખ્રિસ્તીધર્મમાં ઊંચું તત્ત્વજ્ઞાન નથી. તેમ જ તેમાં આધ્યાત્મિક જીવન વિશે ખાસ કાંઈ તત્ત્વો નથી. એટલે સામાન્ય રીતે પ્રજાને તે નીતિનો ઉપદેશ આપે છે. તેથી જ ભારતની
૬૩
Page #71
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક જીવનવાળી પ્રજાને પણ નૈતિક જીવનમાં વધારે આકર્ષવામાં આવે છે. કેવળ નૈતિકતાની પ્રતિષ્ઠા એટલે આધ્યાત્મિક્તાનો હ્રાસ. ખ્રિસ્તી ધર્મ પાસે તત્ત્વજ્ઞાન જેવું પણ કાંઈ છે જ નહીં. એટલે હાલના વિજ્ઞાનની મદદ લેવા માટે વિજ્ઞાનની પ્રતિષ્ઠા ખાસ ઉત્પન્ન કરવામાં આવે છે.
વળી ખ્રિસ્તી ધર્મ પાસે તાત્ત્વિક ઉપદેશ નથી, એટલે સંખ્યાબળ ઉપર ધર્મની શ્રેષ્ઠતા ઠરાવવામાં આવે છે. પ્રજાકીય લાગવગ, ફેલાતી બેકારી, વિદેશી કેળવણી, પોતાનાં શાસ્ત્રો વિશે અજ્ઞાત લોકોને દરેક ધર્મવાળાઓમાંથી ખેંચવાની તેઓએ ગોઠવી રાખેલી યુક્તિઓથી તેઓ પોતાની સંખ્યા દિવસે દિવસે વધાર્યે જાય છે. આજે વધારીને પપ કરોડની સંખ્યા કરી છે અને તેઓ એમ કહે છે.–“આ ધર્મ એટલો સારો છે કે લોકો સુખેથી તે ગ્રહણ કરી શકે તેવો છે, તેથી સંખ્યા સહજમાં વળે જાય છે, ને વિશ્વમાં ફેલાઈ જશે માટે તે ધર્મ વિશ્વધર્મ થવાને લાયક છે.”
જેમ જેમ “ધર્મોમાં સડો પેઠો છે” એવી વાતો અહીંના લોકો મારફત ફ્લાવાતી જાય છે, તેમ તેમ તે ધર્મોના બળને તોડવાનો માર્ગ મળે છે.
બંધુભાવની ભાવનાથી ઉદારતા બતાવાય અને તે તે ધર્મવાળાઓને આકર્ષી પણ શકાય, બંધુ બનાવી શકાય. બંધુથી જુદા ખાવાનું કેમ બને ? ભેગા ખાવાપીવાનું થાય, એટલે હિંદુઓ તો-જેને વટલાવું માને છે તે રીતે બંધુભાવનાની ભાવનાથી તેઓ સહેજે વટલાતા જાય. એમ લોહીની અને સંસ્કારની શુદ્ધિ જાળવવામાં ઢીલા થતાં બેટી અને રોટી
૬૪
Page #72
--------------------------------------------------------------------------
________________
વ્યવહારમાં પણ ઢીલા થાય. એમ સામાન્ય સિદ્ધાંતના સ્વીકાર માત્રથી ખ્રિસ્તી સંસ્થાઓ તેઓને ખ્રિસ્તી ધર્મના મેમ્બરો માની લે અને સંખ્યાની વૃદ્ધિમાં ગણે.
૧૮૯૩માં ભરવામાં આવેલી પ્રથમ વિશ્વધર્મપરિષદ જો કે અમેરિકામાં ભરાઈ છે, પરંતુ તેમાં ઇંગ્લેન્ડનો મુખ્ય હાથ છે. તે કેટલાક પુરાવાથી નક્કી થાય છે. ઇંગ્લેન્ડનું રાષ્ટ્ર ભારતમાં બે રીતે કામ કરી શકે છે. તો વિશ્વધર્મપરિષદ વગેરે વ્યાપક સંસ્થા દ્વારા પ્રજાનો લોકમત (૧) વિશ્વધર્મ તરફ કેળવે છે અને (૨) અહીંના લોકોમાં લાગવગ, કાયદા વગેરેથી વિશ્વધર્મને અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરવા તે તે ધર્મોમાં સંસ્થાઓ સ્થાપે છે, આડકતરું ઉત્તેજન આપે છે, તેવા તેવા માણસોનો સુધારક વર્ગ ઉત્પન્ન કરે છે અને તેને ઉત્તેજે છે. મૂળ વર્ગને પણ હાથમાં રાખીને પોતાને માટેનો માર્ગ સરળ થાય તેવા માર્ગ થાય તેવા માર્ગ ઉપર લઈ જઈ શકે છે. સારાંશ કે-અંદરથી અને બહારથી એમ બન્નેય રીતે કામ કરી શકે છે.
પ્રથમ તો તે પરિષદના ચેરમેન રેવરંડ (ખ્રિસ્તી પાદરી) છે. એ સભા કોણે ગોઠવી ? કયા કયા ધર્મના ગુરુઓને મળીને એ સંસ્થા ગોઠવી ? તેમને ચેરમેન કોણે નીમ્યા ? એ બધું અંધારામાં છે. પૂજય આત્મારામજી મહારાજને મેમ્બર થવાનું આમંત્રણ આવે છે, તેથી તેઓ ઉપરના પ્રશ્નો વગર પૂછ્યું મેમ્બર થઈ જાય છે. શ્રીજૈનશાસને તન, મન, સર્વસ્વ અર્પી ચૂકેલા એ મહાત્મા એ સંસ્થાના મેમ્બર શી રીતે થવાને પ્રેરાયા? તે એક જૈન મુનિ તરીકેના ધર્મો વિચારતાં સમજી શકાતું નથી.
૬૫
Page #73
--------------------------------------------------------------------------
________________
તેઓ પ્રતિનિધિ મોકલે છે. પણ તે મોકલવામાં પણ મુંબઈમાં સુધારક વર્ગ અને ચુસ્ત વર્ગને મારામારી થઈ હતી. તે વખતે સુધારક વર્ગના આગેવાન સુરતના વતની રતનચંદ માસ્તર તરીકે જાહેર થયેલા કોઈ જૈન ગૃહસ્થ હતા. જૈન એસોસિયેશનમાં પણ તે આગેવાન હતા. તે અંગ્રેજી ભણેલા હતા એટલે કે આપણા સમાજમાં સુધારાનાં કામો કરાવી લેવા માટે પરદેશી પ્રજાને તે વખતે તે ઘણા ઉપયોગી હતા. જેથી સરકારી મોટા મોટા ગવર્નર સાહેબ સુધીના અમલદારોમાં તેમનું માન બહુ સારું રાખવામાં આવતું હતું. સાંભળવા પ્રમાણે તે મારામારીના બીજે દિવસે યુરોપીય ઑફિસોમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે-“એમાં તમારા તરફ મારામારી ચલાવનારાઓ ઉપર તમે કામ કેમ ન ચલાવ્યું?” સાંભળવા પ્રમાણે તેમણે જવાબ આપ્યો હતો કે-“મારા ભાઈઓનો માર હતો ને?” કેમ કે તે સુધારાને પંથે ચડી ચૂક્યા હતા. પણ તે વખતે તેમનામાંથી એટલા બધા સંસ્કાર લોપ નહોતા પામ્યા, પરંતુ આજના સુધારકો તો સાધુમુનિરાજ કે સંઘની બીજી મહાન વ્યક્તિઓ સામે યુદ્ધાતદ્રા બોલવા, લખવા કે ગમે તેમ વર્તવા સંકોચાતા નથી. જોકે એટલી સુધારાની આપણા સમાજમાં થયેલી પ્રગતિની એટલે કે પરદેશીઓની યોજનાઓના વિજયની નિશાની છે, એમ તો કબૂલ કરવું જ પડશે.
હિંદમાંથી પ્રતિનિધિઓ મોકલીને ખ્રિસ્તી ધર્મ વિશ્વધર્મ તરીકે ભવિષ્યમાં બનાવનારી એ વિશ્વધર્મપરિષદને ટેકો આપી, વધુ લોકપ્રિય કરવાની બાબતમાં ઇંગ્લેન્ડની સરકારનો હાથ
૬૬
Page #74
--------------------------------------------------------------------------
________________
હતો જ અને છે. વીરચંદ રાઘવજી ગાંધી તથા સ્વામી વિવેકાનંદ વગેરે તેમની સહાયથી જ ત્યાં જઈ શક્યા હતા.
એ પ્રથમ વિશ્વધર્મપરિષદ વિશેનું પ્રથમ પુસ્તક પણ લંડનમાં જ બહાર પડે છે. પૂ. આત્મારામજી મહારાજની સ્તુતિ વગેરેનું તાત્પર્ય પણ જૈન કોમને તેમાં ભાગ લેતી કરવાના ધ્યેયથી હતું, એ હવે બરાબર સમજાય છે. અહીંથી ગયેલા પ્રતિનિધિઓ વળતાં ઇંગ્લેન્ડ જાય છે અને ત્યાં જો જૈનધર્મ અંગીકાર કરવા મી. હર્બટ વોરન જેવા તૈયાર બેઠા હતા. તે ઝટ જૈનધર્મી બની બેસે છે. તે શા માટે એ વખતે જૈન બનવા તૈયાર થયા? તેનો ખુલાસો ઋષભ મહાવીર સંઘ સ્થપાતાં આપણને બરાબર મળી રહે છે.
આ અરસામાં થિયોસૉફિટ સંસ્થાઓ સ્થાપનાર મિ. બ્લેવસ્કી (એવું નામ યાદ છે) તે ક્ષણિક બૌદ્ધ થાય છે. ભારતમાં પાંચ વર્ષ રહે છે, ને પોતાની સ્થાયી સંસ્થા સ્થાપી જાય છે. એ સંસ્થાના પ્રચારકાર્ય માટે શ્રીમતી એની બેસંટ રુદ્રાક્ષની માળા પહેરે છે, હિંદુ ધર્મના વખાણ કરે છે. તારક સંઘ સ્થાપે છે, ને એ સંઘનું પ્રચાર કાર્ય કરે છે, મેમ્બર બનાવે છે, સંસ્થાઓ સ્થાપે છે. ગીતાનું ભાષાંતર તથા રુદ્રાક્ષની માળા તો માત્ર હિંદુ શ્રોતાઓનો વિરોધ ન રહે અને પોતાના ભાષણો સૌ છૂટથી સાંભળે, ત્યારે તેમાંથી થોડા થોડા મેમ્બરો મળી રહે, તે માટેની યુક્તિ હતી. ત્યાર પછી કૃષ્ણમૂર્તિ જગગુરુ બની બુદ્ધના ભગત બનવાનો દેખાવ કરે છે, ને ધર્મોની ગુલામીમાંથી નીકળી જવાનો યુવકોને બોધ કરે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
એ થિઓસોફિટોના બે-ત્રણ સિદ્ધાંતો પણ લગભગ એવા જ જણાયા છે. ૧. બંધુભાવ લાવવો. ૨. વિજ્ઞાનની મદદથી ધર્મોનું સંશોધન કરવું. ૩. સદાચારમાં પ્રજાને જાગ્રત કરવી. વહેમો ટાળવા વગેરે.
તે દરમ્યાન ફ્રીમેશન વગેરે ઘણી સંસ્થાઓ, ક્લબો, સોસાયટીઓ વગેરે ખ્રિસ્તી સંસ્થાઓ આ દેશમાં સ્થપાયેલી છે. તેઓ ધીમે ધીમે એ કામ શરૂ રાખે છે.
૧૮૫૭ના બળવા પછી મૂકેલી રાજદ્વારી સ્કીમને રદ કરી, ફેડરેશન નામની નવી સ્કીમનો અમલ કરવા પ્રજા પાસે તેની માંગણી કરાવવા, અસહકારની હિલચાલને બહારથી દબાવવાના પગલાં ભરીને વેગ આપવામાં આવ્યો, ત્યારે એક શંકરાચાર્યને પણ પકડવામાં આવ્યા હતા અને તે અરસામાં એક હોમ મેમ્બર સાહેબ એવું બોલ્યા પણ હતા કે–“દેશના સામાન્ય હિતની વચ્ચે ધર્મ આડે આવશે તો ભગવા કપડાનું માન રહેશે નહીં”. લગભગ આવા તેમના શબ્દો હતા. ત્યારથી ધીમે ધીમે કિંઈક પ્રત્યક્ષ રીતે વિશ્વધર્મપરિષદને ટેકો અને અહીંના ધર્મો તરફ આડકતરું દબાણ શરૂ થયેલ જોવામાં આવે છે.
૧૯૩૩માં શિકાગોમાં બીજી વિશ્વધર્મપરિષદ થાય છે, તે પહેલાં ઇંગ્લેન્ડથી ઇંગ્લેન્ડના વડાપ્રધાન મેકડોનાલ્ડ સાહેબ અમેરિકામાં થોડા દિવસ ગયા હતા. તે વખતે મારું અનુમાન ચોક્કસ હતું કે “હિંદ માટેની કોઈ વિચિત્ર યોજના માટે ગયા
૬૮
Page #76
--------------------------------------------------------------------------
________________
હશે.”
પહેલી ગોળમેજીના ભાષણમાં પણ “ધર્મના ઝઘડા બંધ પડો.” એવું એક તેમનું સૂચક વાક્ય પણ પ્રાયઃ હતું એમ યાદ આવે છે.
અહીં શ્વેતાંબર મુનિઓની સત્તા તોડવા માટેની હિલચાલ દીક્ષા પ્રકરણના નામ નીચે શરૂ હતી. નામદાર ગાયકવાડ સરકારને મળવા જૈન આચાર્યો તથા મુનિઓ જાય છે. તેવામાં તેમને અતિ અગત્યના કામ માટે ઇંગ્લેન્ડ જવું પડે છે અને તે અગત્યનું કામ તે બીજું કાંઈ નહીં-પણ અમેરિકામાં ચિકાગોની વિશ્વધર્મપરિષદ તેમને હાથે ખુલ્લી મૂકાવવાની હતી.
કોઈ ધર્મગુરુ નહીં, ને એક રાજ્યકર્તા ધર્મ પરિષદ ખુલ્લી મૂકે, એ આશ્ચર્યજનક ઘટના નથી? છે, પણ બીજી રીતે નથી જ. નામદાર ગાયકવાડ સરકારને નાનપણથી તેવું શિક્ષણ આપેલું છે. પરિષદ ખુલ્લી મૂકતાં તેઓશ્રી સામાન્ય રીતે વેદાંતની સ્તુતિ કરે છે. જૈનોની અહિંસા પર જો કે જૈનોના નામનિર્દેશ વિના કટાક્ષ પણ કરે છે અને ખ્રિસ્તી ધર્મ તથા પ્રચારકોની પ્રશંસા કરે છે.
તેમની પાસે વાંચનાર રહે છે, તે પણ પ્રાયઃ હાલમાં ખ્રિસ્તી છે. એ બધું આગળ વધારવા માટે-જૈનોને દીક્ષા પ્રકરણમાં પાછળ પાડવામાં આવે છે અને તેમાં જૈનોની જ નવા સ્વરૂપે સ્થપાયેલી સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
“જગતમાં એક ધર્મ કરી શકાય, માટે પૂર્વે દેશના યુવાનો શી મદદ કરી શકે ?” એ વિષય ઉપર નિબંધ લખનારને ૫૦૦ ડૉલરનું ઇનામ આપવાનું અમેરિકાથી એ વખતે જાહેર થાય છે. મુંબઈ વગેરે વિશ્વધર્મપરિષદના એલચી-પ્રતિનિધિ આવી જાય છે. લગભગ તે વખતથી ને તેની પહેલાં કેટલાંક વર્ષોથી આ દેશમાં પણ સર્વધર્મ પરિષદો ભરાય છે અને એ જાતનું એકંદર વાતાવરણ દેશમાં ફેલાય છે. સંપ્રદાયો તોડી મૂળ ધર્મોની એકતાના વાયરા પણ ત્યારથી વાય છે. "
અંદર અંદરના ધર્મોવાળા પોતે જ પ્રથમ સંપ્રદાયો તોડે, તો પછી મૂળ ધર્મોને તોડી એક જ મૂળ ધર્મને કાયમ કરવાનું કામ તો વિશ્વધર્મપરિષદ કરવાની છે, પણ જયાં સુધી સંપ્રદાયો ન તૂટે, ત્યાં સુધી મૂળને તોડવાની વાત શી રીતે બને? સંપ્રદાયો તૂટે એટલે મૂળ તોડવાનું સહેલું થઈ પડે.”
મૂળ ધર્મોની બ્રાન્ચ ઑફિસો તે સંપ્રદાયો. સંપ્રદાયોમાં મૂળ ધર્મો મનુષ્યોની સગવડ પ્રમાણે વહેંચાયેલા છે, એટલે સંપ્રદાયો એ મૂળ ધર્મની વિશેષ શક્તિઓ છે. વધારે બળવાન મૂળ પેઢી જ બ્રાન્ચો કાઢી શકે. બ્રાન્ચો સંકેલવી પડે, એ જ મૂળ પેઢીની નબળાઈ. બ્રાન્ચો સંકેલાયા પછી બીજી મોટી હરીફ પેઢી મૂળ પેઢીને સહેલાઈથી ઉખેડી શકે. સંપ્રદાયોના નાશની હિલચાલમાં એવી જ નીતિ ગોઠવાયેલી છે.
સુધારક વર્ગને આડકતરું માનપાન અને આર્થિક ઉત્તેજન તો પરદેશીઓ તરફથી રહે જ છે અને તેઓ
૭૦
Page #78
--------------------------------------------------------------------------
________________
પોતપોતાના ધર્મની ઉન્નતિની નવીન સંસ્થાઓ કાઢીને, પ્રથમ તે મારફત એકતા વગેરેની વાતો કરીને પછી સંપ્રદાયો તોડવાની વાતો કરીને મૂળને વધારે આગળ લાવવાની લાલચો આવ્યે રાખે છે, ને વિનાશનો પંથ સરળ કરે છે.
આવું અનેકવિધ પ્રચારકાર્ય વિશ્વધર્મપરિષદની તરફેણમાં થઈ રહ્યું છે.
ત્યાર પછી ત્રણ જ વર્ષમાં ખુદ ઇંગ્લૅન્ડમાં ઇંગ્લૅન્ડના ધર્માધિકારીની દેખરેખમાં નામદાર ગાયકવાડ સરકારના પ્રમુખ પદે વિશ્વધર્મપરિષદ ભરાય છે.
એ ધર્માધિકારીને બધા ધર્મોનાં તત્ત્વોનું તો સામાન્ય જ્ઞાન હોય છે, પરંતુ દુનિયામાં કેટલા ધર્મો છે ? તેના પાળનારા કેટલા છે ? કયા વધારે મજબૂત છે ? કયા વધારે ચુસ્ત છે ? કયો ધર્મ વધારે પ્રજાને આકર્ષી રહ્યો છે ? કોની વધુ લાગવગ છે ? કોને કઈ લાગવગ વધુ આપવાથી તેના કેટલાક અનુયાયીઓ આપણાને વિશ્વધર્મપરિષદના કાર્યમાં મદદ કરે ? કોણ કોણ એવા માણસો છે ? સામો પક્ષ કેવો બળવાન છે ? અને તેમાં કોણ કોણ મજબૂત માણસો છે ? બીજા હાથ ઉપર તેમણે પણ કેવી રીતે રાજ રાખવાથી વિઘ્નરૂપ ન થઈ શકે ? વિઘ્નરૂપ થવા જતાં તેમના આર્થિક, ધાર્મિક વગેરે હક્કોની ચિંતા તેને કેમ ઊભી થાય ? વગેરે વ્યવહારુ પ્રશ્નોની બાબતોનું તેને વધારે સંગીન જ્ઞાન હોવાનો સંભવ છે.
નામદાર ગાયકવાડ સરકાર જેવા સત્તાધીશ રાજાની
૭૧
Page #79
--------------------------------------------------------------------------
________________
લાગવગથી પરિષદનાં ધ્યેયોનો વધારે સારી રીતે પ્રચાર કરી શકાય. વળી જૈનધર્મનું કેન્દ્ર ગુજરાત, તેમાં સત્તા નામદાર ગાયકવાડ સરકારની, તેમાં પ્રવેશ કરવા માટે જૈનોને દબાવ્યા પછી ઊછરતી પ્રજામાં સર્વધર્મના જ્ઞાનનો ફેલાવો નિશાળો મારફત કરવાને લાગવગવાળું દેશી રાજ્ય જ જોઈએ. બ્રિટિશ સરકાર એકદમ એવી શરૂઆત કરી શકે નહીં. ધારાસભામાં પસાર કરાવવું પડે. વિશાળ લોકમત કેળવાયા વિના હાલ સુરતમાં એમ બની શકે નહીં. નામદારા ગાયકવાડ સરકાર પોતાની નિશાળોમાં એ શિક્ષણ પ્રચારવાનું લગભગ વચન આપી ચૂક્યા જેવું છે અને અહીં આવ્યા પછી તુરત જ જગતના વિદ્યમાન ધર્મો નામના ખ્રિસ્તી પાદરીના પુસ્તકનું ભાષાંતર પણ બહાર પડાવી દીધું છે !
એ ખ્રિસ્તી પાદરીએ વિચિત્ર મૂળ પુસ્તક લખ્યું છે. ડોળ જાણે દરેક ધર્મનું તત્ત્વ સમજાવવાનો પ્રયત્ન કરેલ છે અને સર્વધર્મ તરફ સમભાવ બતાવતા હોય એવો દેખાવ કરેલો છે. જે ધર્મ સહેલાઈથી તોડી શકાય તેવા છે, તેનો તો તેણે ઉલ્લેખ જ કર્યો નથી. પણ જે તોડવા મુશ્કેલીવાળા છે, તેવા અગિયાર ધર્મોના વખાણ કરી તેનાં તત્ત્વ સમજાવ્યા છે અને ગુણદોષની મીમાંસા કરી છે. પરંતુ આખર-સંખ્યા, વિશ્વધર્મને લાયકના ગુણો, વગેરે તત્ત્વથી
૧. ખ્રિસ્તી ધર્મ જ વિશ્વધર્મ થવાને લાયક છે. ૨. ઈસુખ્રિસ્ત એ જ એક સર્વગુણ સંપન્ન દેવ છે.
૭૨
Page #80
--------------------------------------------------------------------------
________________
આ બે તત્ત્વોને ખૂબ સ્થિર કરેલ છે.
,,
પ્રસ્તાવનામાં જગતમાં એક ધર્મ હોય તો સારું. પછી ગમે તે હોય, તેની સામે કેમ જાણે વાંધો ન હોય, તેમ તટસ્થતા બતાવી છે. આ પ્રસ્તાવનાકાર દેશીબંધુઓએ શ્રીસિદ્ધસેન દિવાકરજીની દ્વાત્રિંશિકામાંનો સર્વસિન્ધવઃ-એ શ્લોક ટાંક્યો છે. એટલે કે-“એક મહાધર્મમાં બીજા ધર્મોરૂપી સર્વ નદીઓ આવી મળે છે.' તે મહાધર્મ કયો ? ગ્રંથ લેખકને મહાધર્મ-તરીકે ખ્રિસ્તી ધર્મ અભિપ્રેત છે, જ્યારે શ્લોકકારને સ્યાદ્વાદમય તત્ત્વજ્ઞાન. ત્રીજી પરિષદમાં મી. લાલન પ્રતિનિધિ તરીકે ગયા. પણ તેમાં તેમણે પ્રથમ ભાગ લેવા ન દીધો. લાગવગથી ઘૂસવું પડ્યું. ભાગ લેવા ન દેવાનું કારણ માત્ર-જૈનોની નાની સંખ્યા જ' જાહે૨માં બહાર આવ્યું હતું.
કેવું વિચિત્ર કારણ ? પૂ. આત્મારામજીમહારાજને આગ્રહ કરીને બોલાવાય છે, ત્યારે બીજી પરિષદ વખતે પ્રતિનિધિ પણ માંગવામાં આવતો નથી. પેસવા જાય છે, તેને પણ નકારવામાં આવે છે, ત્યારે તેમને લાગવગ લગાડવી પડે છે. સંખ્યાનું બહાનું શા માટે આગળ કર્યું હશે ? એ એક કોયડો છે. ત્યારે શું નાની સંખ્યાને લીધે જૈનોને ન પેસવા દેવાનો તેઓનો પાકે પાયે વિચાર ખરો ?
બને નહીં.
સંખ્યાનું બહાનું આગળ કરવાનું કારણ એ કે જેથી જૈનો પોતાની સંખ્યા વધારવાની ભૂલ-ભૂલામણીમાં પડે. “જો
૭૩
Page #81
--------------------------------------------------------------------------
________________
આપણે સંખ્યા વધારીશું નહીં તો, આપણું વિશ્વધર્મપરિષદમાં સ્થાન રહેશે નહીં.” એવી બીકથી કેટલાક ભોળા જૈનો સંખ્યા વધારવાની હરીફાઈમાં પડે અને વિશ્વધર્મપરિષદનું ધ્યેય ‘છેવટે કોઈ પણ એક જ ધર્મ દુનિયામાં સ્થિર કરવો અને તે પણ ખ્રિસ્તી જ.” કેમકે સંખ્યા ઉપર આધાર મૂકવામાં જ અહીં તેમની પોલિસી પણ સ્પષ્ટ થઈ જાય છે.
,,
એ કામમાં જે જે ધર્મોવાળા સહકાર આપે તે લેવામાં વાંધો શો ? ન આપે તો પણ લેવો જોઈએ. “એક ધર્મ કરવો એટલે બીજા છૂટક નષ્ટ કરવા” એ અર્થ સ્પષ્ટ જ છે. “જૈનો બુદ્ધિશાળી વર્ગ છે. તેઓ એક ધર્મ કરવાની હિલચાલમાં જોડાય, તો તેણે પોતાના ધર્મના નાશમાં પણ સહકાર આપ્યો તો ગણાય જ. એવું પગલું એ ભરે નહિ. પરંતુ, ખરી વસ્તુસ્થિતિથી અજ્ઞાન એક સુધારક વર્ગ ઊભો કર્યો છે. તે આગળ પડવા ભરાતો ફરે છે. તેને ના પાડે, એટલે તે વધારે ઘૂસવા પ્રયત્ન કરે. એટલે ભવિષ્યમાં કહી શકાય, કે “અમે તો ના પાડતા હતા, પણ તમે લાગવગથી આવ્યા માટે પેસવા દીધા એટલે કે-તમે તમારી ઇચ્છાથી' આવ્યા છો.' એક વાત પકડ્યા પછી છોડાય નહી, એટલે પછી એ સંસ્થાના ઉદેશને એ વર્ગ બરાબર વેગ તો આપે જ. એટલે ચુસ્ત વર્ગ જોર કરી શકે નહીં અને જેમ જેમ તે નબળો પડતો જાય, તેમ તેમ ધર્મ પણ નબળો પડતો જાય.
આ બધું થયા પછી પાછા મિ. હર્બટ વોરન વગેરે આગળ આવી મી. લાલનને આગળ કરીને ઋષભ મહાવીર જૈન સંધ સ્થાપે છે. એટલે જૈનધર્મને નામે યથેચ્છ પ્રચારકાર્ય માટે
૭૪
Page #82
--------------------------------------------------------------------------
________________
એક સંસ્થા તેઓએ ઊભી કરી લીધી. હવે ભારતમાં પ્રભુ મહાવીરે સ્થાપેલો પરંપરાનો સંઘ અને યુરોપનો ઋષભ મહાવીર સંઘ બન્નેની અથડામણી ચાલુ રહેવાની જ. એ સંઘ નવા જૈનો દાખલ કર્યો જશે, સંખ્યા વધારશે અને જૈનોની મોટી સંખ્યા લઈને ભવિષ્યમાં વિશ્વધર્મપરિષદમાં જશે અને ત્યાં બહુમતીમાં હારીને આવશે ને ખ્રિસ્તી વિશ્વધર્મ તરીકે દુનિયાના જૈનોને પણ બંધનકર્તા થાય, તેવી રીતે સ્વીકાર કરતા આવશે ને પછી અહીંના સંઘનો વાંક કાઢશે કે-“તમોએ જૈનોની સંખ્યા વધારી નહીં, એટલે અમારે હારી જવું પડ્યું. જૈનોની જેમ એક અંગ્રેજ ગૃહસ્થ મી. જેરામદાસ નામ ધરીને હિંદુ થયા છે. મી. ધર્મપાલ (ઇટાલીના ગૃહસ્થ છે) જે બૌદ્ધ આચાર્ય થયા છે. યુરોપના ગૃહસ્થો તે તે ધર્મમાં પેસીને તે તે ધર્મને નવું સ્વરૂપ આપીને તે તે ધર્મનો પ્રચાર કરશે. જૂનું સ્વરૂપ આપોઆપ તૂટે જ અને નવું સ્વરૂપ જમાનાને એટલે ખ્રિસ્તી ભાવનાને, વિજ્ઞાનને કૃત્રિમ બંધુભાવનાને અને માત્ર નીતિમય જીવનને જ અનુકૂળ ઘડતા જશે. તેમ તેમ ખ્રિસ્તી ધર્મનું વિશ્વધર્મ તરીકેનું કાર્ય વધારે સફળ થાય, એ સહજ જ છે.”
દરેક ધર્મવાળાના મુખ્ય પુરુષોની આંતરિક ઇચ્છા ન હોવા છતાં, તે તે ધર્મમાં દાખલ થયેલ વિદેશી હિતચિંતકો તે તે ધર્મના થોડા સુધારકોની સહાયથી વધુ ને વધુ પોતપોતાનો ધર્મ ફેલાવવા પ્રયત્ન કરશે અને તેથી ખ્રિસ્તી ધર્મવાળાઓને પણ એ હક રહેવાનો જ. તે ધર્મમાંથી ખ્રિસ્તીમાં કેમ ખેંચાઈ આવે, તેને માટે તે તે ધર્મનો અભ્યાસ કરનારા, તેમાં જ તદનુકૂળ
9
Page #83
--------------------------------------------------------------------------
________________
રહીને પ્રચાર કરનારા, જ્યાં તત્ત્વ ઉપર વધારે ભાર મૂકવાથી તે ધર્મોવાળા ધીરે ધીરે મૂળ ચૂસ્તતા ઉપરથી ખસશે ? વગેરે પ્રકારની ગોઠવણ કરી લીધી છે. એટલે દરેક ધર્મવાળા પોતપોતાની સંખ્યા વધારવાની ધમાચકડીમાં પડે અને પછી એ કાર્ય બંધ કરવામાં આવે. કેમ કે “જગતમાં વિશ્વધર્મ એક જ જોઈએ.” એ ભાવના જ ધમાચકડી બંધ પાડી દેશે અને “તે માટે કયો ધર્મ લાયક છે ?” એ પ્રશ્ન પછી આવી જ રીતે નવી હિલચાલનું અંગ બની જતાં ધમાધમી બંધ પડતાં ખ્રિસ્તી ધર્મમાં મોટી સંખ્યા ચાલી ગયેલી માલૂમ પડશે. બીજા ધર્મમાંથી તે તે બીજા ધર્મોમાં થોડા થોડા કે ઘણા કામચલાઉ દાખલા થયા હોય, પરંતુ તે ધર્મોના ચુસ્ત લોકો ખ્રિસ્તીમાં કે બીજા જેમાં જેમાં દાખલ થઈ ગયા હોય, તે બધું ઢીલું થતાં દરેક ધર્મોમાં ખરા ચુસ્ત લોકો ઘણા જ ઓછા રહે, એ સ્વાભાવિક છે. લાગવગ, બેકારી, પૈસાની છૂટ, કાયદા, પ્રચારની યુક્તિ, બહોળા સાધનો, જાહેરસભાઓ વગેરેથી ખ્રિસ્તી ધર્મવાળા ખૂબ વધી જાય, એ સ્વાભાવિક છે. રાજામહારાજાઓ, મોટા અમલદારો વગેરે પણ એ તરફ દોરાય. એવા લોકો ખાસ અમલદાર બને, કેટલાક વ્યામૂઢ ધર્મગુરુઓ પણ મનથી તો દોરાયા હોય, એટલે પ્રજાનો કેટલોક ભાગ પણ દોરાય જ.
માટે સંખ્યા વધારવાની ધમાધમમાં પડવું એટલે “વંશવારસાથી અસ્થિમજજા-ચુસ્તોની સંખ્યા ગુમાવવી, ને અચુસ્તોની અદ્ભવ સંખ્યા ઉમેરવી.” સગવડિયા દૃષ્ટિથી ધર્મમાં દાખલ થયેલા બીજેથી સગવડ મળે, તો બીજે ચાલ્યા જાય, એ
Page #84
--------------------------------------------------------------------------
________________
પણ સ્વાભાવિક છે.
એમ થોડા પણ ચુસ્ત રહે તો શો વાંધો ? એ પ્રશ્ન વિચારવા જેવો છે.
વાંધો એ છે કે બહુમતીવાદ એવો છે, કે પછી તેમાં લઘુમતી કાયદેસર ટકી શકે નહીં. રાજસત્તાઓ અને રાષ્ટ્રો પણ બહુમતીને ટેકો આપવાના. “લઘુમતી એટલે કાંઈ નહીં, એવો અર્થ થાય, એટલે તે તે ધર્મોના ચુસ્તોને પણ પોત પોતાનો ધર્મ છોડવો પડે અથવા મહા મુશ્કેલીથી ધર્મ પાળી શકે.
તે તે ધર્મોનાં સારાં તત્ત્વો એકઠાં કરીને નવો વિશ્વધર્મ ઉત્પન્ન થાય તો પછી તેમાં વાંધો શો?
જો કે તે તે ધર્મવાળાઓને આકર્ષવા તે તે ધર્મોનાં સારાં તત્ત્વોનું પ્રથમ મિશ્રણ કરવામાં આવશે. પહેલા તો એવી રીતે સુતત્ત્વોમય નવો ધર્મ ઉત્પન્ન થતો લાગશે, પણ આખર તે તત્ત્વો ભેળવેલાં તો હશે મુખ્ય ખ્રિસ્તી ધર્મનાં જ. એટલે પાછળથી તેને જ મુખ્ય કરી નાંખવાનો છે.
અને દેવ ઈસુખ્રિસ્ત જ સર્વગુણસંપન્ન તરીકે, આરાધ્ય તરીકે ઠરાવવાના છે. એટલે એ બધાં તત્ત્વો સાથેનો પણ મુખ્ય તો ખ્રિસ્તી ધર્મ જ વિશ્વધર્મ તરીકે રાખવાના નિર્ણય ઉપર તેઓ મક્કમ છે. તેના પ્રચારના અંગ તરીકે આકર્ષવા માટે વચલી અનેક યોજના જો કે તેઓ સ્વીકારશે, પણ તે માત્ર પ્રચારના અંગ તરીકે જ હશે. કેળવણી ફેલાવવા માટે રાજાઓનું, રાજાઓના માતાપિતાનું ધર્મોવાળા દેવોનું નામ જોડીને તે તે
Page #85
--------------------------------------------------------------------------
________________
સંસ્થાઓ નીકળી, પણ કામ તો સ૨કા૨ની નીતિ પ્રમાણે જ કરે છે, પછી તે શ્રી કૃષ્ણ વિદ્યાલય હો, કે મહાવીર વિદ્યાલય હોય, કે સયાજી વિદ્યાલય હોય, કે નંદકુંવરબા શાળા કે મોંઘીબા કન્યાશાળા હોય, જે નામ હોય તે ભલે હોય પણ સર્વની કાર્યદિશા તો પરદેશી નીતિ પ્રમાણે સ્થપાયેલી યુનિવર્સિટીએ નક્કી કર્યા પ્રમાણે જ હોય છે.
માટે “આપણા ધર્મનાં સારાં તત્ત્વો તેઓ સમજવા માંગે છે, માટે તેમને સમજાવીએ” એ વિચાર પણ ખોટો છે, કેમ કે, તેનો ભવિષ્યોમાં દુરુપયોગ કરવાનો છે.
“બીજા ધર્મોમાં પણ સત્યના અંશો હોય છે, માટે તેને પણ સાંભળવા જોઈએ.” એ જાતની ગીતાર્થો માટે શાસ્ત્રમાં છૂટ છે. પણ બાળજીવો માટે તો “બીજા ધર્મવાળા સાથે પરિચય ન ક૨વો, તેની વાતચીત ન સાંભળવી. તેનો ઉપદેશ ન સાંભળવો.” વગેરે નિષેધોને સમ્યક્ત્વ શુદ્ધિ કહેલ છે. એમ કહેવામાં સંકુચિતતા નથી, પણ બાળજીવોનું હિત છે. બાળજીવો સારાસાર જુદો પાડી શકતા નથી. માટે તેમને ચેતવવામાં આવે છે.
“બધા ધર્મોવાળાનું સાંભળવું” એવા ઉપદેશકો હાલમાં બધે ફરે છે. તે મૂળ તો વિશ્વધર્મપરિષદનું પ્રચારકાર્ય છે. સર્વનું સાંભળવાની વૃત્તિ સામાન્ય પ્રજામાં ઉત્પન્ન કરવાથી તેની ચુસ્તતા રહેતી નથી અને એ રીતે ભવિષ્યકાળમાં ખ્રિસ્તી વક્તાઓને સાંભળનારો મોટો શ્રોતાગણ ઉત્પન્ન કરી આપવાની જાહેરાત થાય છે. એ રીતે ભવિષ્યમાં મોટો શ્રોતાગણ મળી ગયા
૭૮
Page #86
--------------------------------------------------------------------------
________________
પછી એ લોકો એક જ વખતના ઉપદેશથી સંખ્યાબંધ લોકોને ખ્રિસ્તી કરી શકશે.
બીજું, હમણાં સો વર્ષ પહેલાં રક્તપિતીઆઓની સેવા કરનાર ખ્રિસ્તી પાદરીનાં હાડકાં મોટા ઠાઠથી યુરોપની મધ્યમાં થઈને ઇંગ્લેન્ડ લાવવામાં આવ્યા અને તેને મોટું અસાધારણ માન આપવામાં આવ્યું. આ ઉપરથી તથા ઇંગ્લેન્ડના હાલના બન્ને રાજાઓએ પણ પોતાની ધર્મ વિશેની પ્રતિજ્ઞા હાલમાં જેવા જોરથી કરી છે, તેવા જોરથી અગાઉ જોવામાં આવેલ નથી. આ બધા ઉપરથી ઇંગ્લેન્ડની રાજનીતિ “હવે સીધી રીતે ધર્મ તરફ વળી હોય”, તેમ જોવાય છે.
“તીર્થંકરપ્રભુ વગેરે મહાભાવવૈદ્યોનાં હાડકાંઓ વગેરેની દેવી પૂજા કરતા હતા” એમ આપણા શાસ્ત્રમાં આવે છે, તેની આ હરીફાઈ છે. એટલે “રોગીની સેવા કરનારાઓ અને એવા લોકસેવાના કામ કરનારા ખરા મહાત્માઓ છે. માટે તેઓ પણ પૂર્વના ભારતીય મહાત્માઓની તુલનાના છે અથવા તેથી વધારે છે.” એવો ભાવ ઉત્પન્ન કરીને લોકપ્રિય કરવાની યુક્તિ છે અને બહારથી અમો અમારા ધર્મના મહાત્માઓને સ્વાભાવિક રીતે માન આપીએ છીએ. એવો ભાસ પણ ઉત્પન્ન કરી શકાય છે. આમ બેવડી રીતે કામ લેવામાં આવેલું છે.
જો કે તીર્થંકર પરમાત્માઓ વગેરે ભાવ વૈદ્ય હતા અને તેઓએ અનેક રીતે જગત કલ્યાણકર આધ્યાત્મિક જીવન બતાવ્યું છે ત્યારે “આ જમાનામાં આધ્યાત્મિક જીવન, એ તો નવરાનું જીવન છે. લોકસેવા એ જ ધર્મગુરુઓનું ખરું કામ છે”
૭૯
Page #87
--------------------------------------------------------------------------
________________
એ ભાવના ઉત્પન્ન કરવામાં પણ ભારતના ત્યાગી વર્ગની આડકતરી નિંદા જ છે એ “પરભવ કે પુનર્જન્મને માટેની તૈયારી કરવી, એ પણ નકામા પ્રયત્ન છે. ત્યારે લોકસેવા એ જ ખરો ધર્મ છે અને એ જ ધર્મનું કે ધર્માત્માના જીવનનું ખરું ધ્યેય હોવું જોઈએ.” એ ભાવના ઉત્પન્ન કરવી એ ખરેખર હિંદના ધર્મો ઉપર આડકતરો ફટકો છે.” સાધુઓએ મહેનત-મજૂરી કરવી પડશે, લોકસેવા કરવી પડશે, માળા ગણ્યે નહીં ચાલે.” વગેરે અહીંના યુવક માનસમાં એ વિચા૨નો પડઘો સ્પષ્ટ દેખાય છે. અહીં દેશી રાજ્યો પણ ધર્માધિકારીઓ રાખીને દરેક ધર્મવાળાઓનાં વ્યાખ્યાનો કરાવે છે અને પ્રજાને સાંભળવા પ્રેરે છે. એમ ધીમે ધીમે રાજ્ય સહાયથી જ ગમે તે ધર્મવાળા સ્થાનમાં ખ્રિસ્તી પાદરીઓ ધર્મોપદેશ આપવાની સગવડ કદાચ મેળવશે.
આ તરફ ધર્મસ્થાનો અને તેના વહીવટકર્તાઓ ઉપર અંકુશ મૂકનારા કાયદા, દરેક ધર્મોનાં સ્થાનોના વહીવટ બહાર પાડવા, ધર્માધિકારીઓ હસ્તક પૂજારીઓ વગેરેના દરજ્જા તથા પગાર નક્કી કરવાની સત્તા વગેરે તથા સર્વ ધર્મ પરિષદોનું મોટા રૂપમાં પ્રચાર કાર્ય, પ્રાચીન શોધખોળને નામે ધર્મ સિદ્ધાંતો અને માન્યતાઓમાં અશ્રદ્ધા, વિજ્ઞાનના પ્રચારથી ધર્મનાં તત્ત્વો ઉપર અશ્રદ્ધા વગેરે પ્રચાર પણ મૂળ ધર્મોનો ઘાતક છે.
હમણાં જ “ઈંડિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' જેવી પ્રાચીન શોધખોળ કરવાનો દેખાવ કરનારી (પ્રાયઃ) સરકારી સંસ્થા પં. માલવીયાજીના પ્રમુખપણામાં એકાદ બે મહિનામાં સર્વધર્મ પરિષદ ભરવાની છે. રાજાઓ ધર્મમાં માથું મારે. પ્રાચીન
८०
Page #88
--------------------------------------------------------------------------
________________
શોધખોળ કરનારી સંસ્થા પણ ધર્મમાં માથું મારવા ઊભી થઈ. દરેક કોમોની કૉન્ફરન્સો વગેરે પણ ભવિષ્યમાં એ સ્વરૂપમાં ફેરવી નાંખશે અને ફેરવાઈ પણ જશે. કેમ કે-એ સંસ્થાઓ એમની છે. શેઠ આણંદજી કલ્યાણજી જેવી પેઢીમાં પણ એ તત્ત્વો સો વર્ષથી જ સહેજ સહેજ દાખલ થઈ ગયાં છે, તો પછી બીજાની તો વાત જ શી ! કોઈ કોઈ સામુનિરાજો અને આચાર્યો ઉપર પણ એ જ અસર થઈ છે ! તો પછી બીજાની તો વાત જ શી? માટે સર્વધર્મપરિષદના કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેવો, એટલે પોતાના ધર્મો ઉપર ઘા મારવાના કામમાં મદદ કરવી, એ અર્થ થાય છે. સાધુઓના દાખલા તરીકે કરાંચીમાં સર્વ ધર્મ પરિષદના પ્રમુખ વિદ્યાવિજયજી મહારાજ થયા. ગવર્નર સાહેબને મળેલા. દીક્ષાનો કાયદો કરાવ્યો. રાજય વહીવટ પ્રધાનોને સોંપ્યા પછી મોટા અમલદારોનું હવે ધર્મો અને સમાજોમાં પ્રેવશ કરવાનું મુખ્ય કામ છે. જે મહારાજજી સમજી શક્યા નહીં. મોટું માન સમજીને દોરવાઈ ગયા જણાય છે.
જો સમ્યકત્વ જેવી કોઈ પણ વસ્તુ હોય તો તે ગુણની તેવા કામથી મહામલિનતા થાય છે અને જો સમતિ જેવી વસ્તુ ન હોય તો પછી કાંઈ પણ વાંધો નથી અને જો હોય તો એ પરિષદોને ટેકો આપવામાં વીતરાગધર્મ, વીતરાગધર્મના ધર્માત્માઓ અને તેના સંઘનો લોપ કરવા બરાબર છે.
જ્ઞાતિઓની લોહીની પવિત્રતા જળવાશે નહીં, તો પણ એ જ પરિણામ છે. જ્ઞાતિઓની મૂળ પૉલિસી કરતાં જુદી જ રીતે કામો કરવાને માટે પોરવાડ સમેલન, ઓસવાળ સમેલન
Page #89
--------------------------------------------------------------------------
________________
વગેરે પ્રથમ તો હિતની વાતો કરીને મંડળો ભરાવા લાગ્યાં છે. તે પણ સુધારાને અનુસરી ઠરાવો કરશે. તે ઠરાવો જો કે કોઈ માનશે નહીં. પણ એકાદ એવા મુદ્દા માટે કેટલાક લોકમત કેળવાઈ ગયો હશે, કે સરકાર કોઈ એવો કાયદો કરે, તેમાં એ લોકો ટેકો આપવાના અને જ્ઞાતિના મૂળ આગેવાનો આંખો ચોળીને બેસી રહેવાના અને કાયદો “અમુક જ્ઞાતિના અમુક માણસોની સહાનુભૂતિથી” ઠોકાઈ જવાનો. જેમ કૉન્ફરન્સની જૈનસંઘમાં ખાસ કશી અસર ન પડી હોય, પણ રાજ્યસત્તાએ દીક્ષાનો કાયદો કરવામાં તેની મદદ લઈ લીધી. જો કે એ કામ પૂરતો જ તેનો જન્મ હતો. હવે વિશ્વધર્મના વિચારો ફેરાવવામાં તેનો, યુવક સંઘ, કોંગ્રેસના પ્રધાનો વગેરેનો ઉપયોગ થશે અને તે પ્રમાણે થઈ રહ્યો છે. માટે જ્ઞાતિઓની પવિત્રતા ટકાવી રાખવામાં સંઘની પણ રહ્યા છે. આવા સંમેલનો જ્ઞાતિઓને ફટકો મારશે. ધર્મનાં સૂક્ષ્મ તત્ત્વો સમજનારા પરદેશથી આવશે, પાળનારા આવશે, અભ્યાસીઓ આવશે. પણ તમારું રહસ્ય સમજવા અને તેના ઉપર ક્યાંથી ઘા કરી શકાશે, તેનો અભ્યાસ કરવા. પ્રો. ગ્લાઝેનાપનું પુસ્તક જૈનીઝમ પણ આજ દષ્ટિથી લખેલું છે. “ક્યાં ક્યાં જૈનોનું બળવાન પાસું છે? ક્યાં નબળું પાસું છે? આપણને મદદ કરનાર કોણ કોણ જૈનો છે?” વગેરે પોતાના રાષ્ટ્રીય હિતના મુદ્દા ધ્યાનમાં રાખીને એ લખવામાં આવેલું છે.
વળી એક બીજો સો પાનાનો નિબંધ લખીને તેણે છેવટે સાબિત કરવા પ્રયત્ન કર્યો છે કે “જૈનધર્મ હિંદુધર્મનું એક સ્વરૂપ
૮૨
Page #90
--------------------------------------------------------------------------
________________
છે અને સો વર્ષમાં તે પોતાના મૂળ ધર્મમાં ભળી જશે.''
જગતના વિદ્યમાન ધર્મોના પુસ્તકોમાં પણ એ ધ્વનિ મૂકેલ છે.
પરમાણંદ કાપડિયાના અમદાવાદના ભાષણમાં પણ એ ધ્વનિ છે. હમણાં એક જૈનેતર વિદ્વાનના ભાષણમાં પણ “જૈનોને પૂજારી તરીકે હિંદુ બ્રાહ્મણો રાખવા પડે છે, માટે જૈનધર્મને મૂળ હિંદુ ધર્મમાં ભળી જવું પડશે.' એ ધ્વનિના ભાષણની સમાલોચના જૈનપત્રના અગ્રલેખમાં જ હતી.
શા. મનસુખ રવજીએ જૈનકોમનો મૃત્યુઘંટ નામનો લેખ લખ્યો હતો.
આપણા યુવાનો મારફત સંપ્રદાયોનો નાશ કરે. હિંદુઓ, જૈન, બૌદ્ધ વગેરેનો નાશ કરે અને ખ્રિસ્તીઓ બધાનો નાશ કરે અને વિશ્વધર્મપરિષદનું ધ્યેય સિદ્ધ થાય.
:
આ માટે હે એકાન્તત ઃ શાસનભક્ત નરવીર ! તારું શું કર્તવ્ય ! તે આ ઉપરથી તું સમજી લેજે.
૧. વિશ્વધર્મપરિષદના કાર્યમાં ટેકો ન આપવો જોઈએ.
૨. સર્વધર્મ પરિષદનાં કાર્યોમાં ટેકો ન આપવો જોઈએ. તે તેની પેટા સંસ્થાઓ છે.
૩. અસ્વાભાવિક રીતે નવા જૈનો બનાવવાનાં કાર્યોમાં ટેકો ન આપવો જોઈએ. સરાક વગેરે જાતિઓને જૈન બનાવવાનું કાર્ય નવા જૈનો બનાવવા તરફ ઘસડી જશે.
૮૩
Page #91
--------------------------------------------------------------------------
________________
૪. ચતુર્વિધ સંઘર્તી અને તેના પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ સિવાયની કોઈપણ સંસ્થાના કાર્યને ટેકો ન આપવો
જોઈએ. ૫. જ્ઞાતિઓની રીતસર સભાઓ સિવાય, તેનાં સંમેલનો અને
મંડળોને ટેકો ન આપવો જોઈએ. ૬. સર્વધર્મનાં તત્ત્વો સમજવાની વાત બાળજીવોને ન
સમજાવવી જોઈએ. ૭. સમજુ સ્વધર્મીબંધુઓને આવા અજ્ઞાન ભરેલા
નુકસાનકારક વિચારોની સમજ પાડવી. ૮. તીર્થંકરપરમાત્મા, ત્યાગીગુરુઓ અને આગમોક્તધર્મની
પ્રતિષ્ઠા ટકાવી રાખવા આકાશપાતાળ એક કરવાં. ૯. સંઘમાં ફેલાતી બેકારીના ઉપાય તરીકે જેમ જેમ હાલનાં
સાધનોનો ઉપયોગ કરવામાં આવશે, તેમ તેમ વિશ્વધર્મપરિષદનાં ધ્યેયો સિદ્ધ થવાનાં. માટે બેકારી ન
લાય તેને માટે સાવચેત રહેવું. તેવા કાયદા ન થાય, તેવાં
કાયદેસર પગલાં લેવાં. ૧૦. બેકાર જૈનબંધુઓ માટે ફંડ કરી તેમને આશ્રિત બનાવવાને
બદલે દુનિયાના વિશાળ ક્ષેત્રમાં સ્વપુરુષાર્થથી આગળ આવે તેવો માર્ગ તેમને માટે ખુલ્લો રાખવો. મદદની સંસ્થાઓ ખોલાવી તેઓને પુરુષાર્થ કરતા આજે આવવું નહીં જોઈએ.
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૧. દરેક ધર્મોના ધર્મગુરુઓ સાથે આ બાબતનો સહકાર સાધી
તેમને આ તત્ત્વો સમજાવી તેમના ધર્મો ટકાવવાના પણ
માર્ગો બતાવવા અને પરસ્પર સહાયક થવું. ૧૨. ગીતાર્થપરંપરા પ્રાપ્તસામાચારી ઉપર રુચિધારક અને તેના
પાલક ધર્મગુરુઓના માર્ગમાં વિજ્ઞભૂત થતા કાયદાકાનૂનો ન થાય, તેવા પ્રયત્નો કરવા. એ જ અબાધ્ય જૈનશાસન છે અને તે જ સદા જગતનું અનન્ય શરણ છે. રીતસર પ્રતિનિધિત્વવાળી ભારતીની જગતશેઠની સંસ્થાને ઢાંકી દેવા બિનકાયદેસર પ્રતિનિધિત્વથી પરદેશીઓએ ઉત્પન્ન કરેલી અને આગળ વધવા દીધેલી
કિૉંગ્રેસ વગેરે સંસ્થાઓનાં કાર્યોમાં ટેકો ન આપવો જોઈએ. ૧૪. બ્રિટિશ સરકારની રાજ્ય વ્યવસ્થાનો વિરોધ ન કરવો.
પણ આપણા જીવનમાં પ્રવેશ કરનારી યોજનાથી સાવચેત
રહેવું. ૧૫. દુનિયામાં સીધી કે આડકતરી રીતે જગતકલ્યાણકર જૈન
શાસનને નુકસાન કરનાર ક્યાંય પણ કાંઈપણ તત્ત્વ ઉત્પન્ન થાય, તે જાણવાની સાવચેતી રાખવી અને તે વધુ
પ્રસરે નહીં તેને માટે પ્રયત્નો કરવા. ૧૬. બેકારીમાં પણ ધર્મ, વૈર્ય ન છોડવાની સ્વધર્મીબંધુઓને
ધીરજ આપવી ને મક્કમ બનાવવા. ૧૭. સમાજવાદ, સામ્યવાદ, કોમ્યુનિસ્ટપક્ષ વગેરે તત્ત્વો
૮૫
Page #93
--------------------------------------------------------------------------
________________
આખર તો ગોરી પ્રજાને આગળ વધારનારાં છે. માટે
તેઓથી પણ તટસ્થ જ રહેવું. ૧૮. કોઈ પક્ષ સાથે વિરોધ કરવો ન પાલવે, તો ન કરવો,
પરંતુ ધર્મ-હાનિકર સહકારમાં તો પૂરો સંયમ રાખવો. ૧૯. આપણા માર્ગભૂલેલા કેટલાક યુવકો અને દેશનાયકો તરીકે
ગણાયેલા દેશબાંધવો અને ધર્મબાંધવોને દેશહિત, પ્રજાહિત, ઐતિહાસિક, આર્થિક, રાષ્ટ્રીય, શારીરિક, ધાર્મિક, સામાજિક વગેરે સત્ય દષ્ટિબિંદુઓથી સત્ય
સમજાવવા ખાસ પ્રયત્ન કરવો. ૨૦. પરચૂરણ પ્રવૃત્તિઓ બંધ પાડીને એક ધર્મરક્ષા તરફ જ
દરેક શક્તિઓને હવે કેન્દ્ર કરવાની અતિ અગત્યની
જરૂર છે. ૨૧. મહાવીર જયંતી વગેરે અશાસ્ત્રીય અને આધુનિક ઉત્સવો
આ ધર્મ વિઘાતક પ્રવૃત્તિઓને વધુ વેગ આપશે, માટે તેથી દૂર રહેવું જોઈએ.
ગોરી પ્રજાઓ રાજ્ય સત્તા મારફત આડકતરી રીતે શી રીતે ધર્મોમાં પ્રવેશ કરવા પ્રયત્નો કરી રહેલ છે અને તેનું છેવટનું શું પરિણામ છે? તે વિશે પ્રમાણભૂત લેખ લાંબો થવાથી અને વખતસર બહાર પાડવા રીતસર તૈયાર થઈ શકે તેમ ન હોવાથી ટૂંકામાં સૂચિતરૂપે આ સામાન્ય નિબંધ અત્રે મૂકવામાં આવેલ છે.
Page #94
--------------------------------------------------------------------------
________________ પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસનો જન્મ રાજકોટ પાસેના ખેઈડી ગામમાં વિ. સં. ૧૯૪૯માં માઘ માસમાં. જન્મ પછી થોડા જ સમયમાં પિતાશ્રીને ધંધા માટે સરધાર પાસેના રાજકોટના જાડેજા ઠાકોરશ્રીના ભાયાતી ગામ (પાધરાના) સમઢીયાળા રહેવા જવાનું થવાથી કિશોરાવસ્થા સુધી ઉછેર ત્યાં જ થયો. ગામમાં જ ગુજરાતી ચાર ચોપડી સુધીનો અને અંગ્રેજી બે ચોપડી સુધીનો અભ્યાસ કર્યો. મહેસાણાની પાઠશાળામાં ધાર્મિક ગ્રંથો, સંસ્કૃત આદિનો સારો અભ્યાસ કર્યો. વિ. સં. ૧૯૮૯માં મહેસાણા પાઠશાળામાં મેનેજર તરીકે જોડાયા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના તેઓ પંડિત હતા. દિનપ્રતિદિન અવિરત પરિશ્રમ લઈને તેમણે મહેસાણા પાઠશાળાને ઉત્તમોત્તમ વિદ્યાધામ બનાવ્યું હતું. અનેક અભ્યાસીઓને અને અનેકાનેક મુનિમહાત્માઓને તેમણે પોતાની ભણાવવાની અજોડ કળાથી અભ્યાસ કરાવી તૈયાર કર્યા હતા. | આર્યસંસ્કૃતિના પાયાના તત્ત્વો અને ટોચની મહાસંસ્કૃતિના તેઓ સુકુશળ, ઊંડા અને સૂક્ષ્મ વિવેચક હતા. ધાર્મિક, આર્થિક, સામાજિક, અને રાજકીય એમ માનવ જીવનના મુખ્ય ચાર પાસાઓ અને તેની સાથે સંબંધ ધરાવતા અનેક વિષયો જેમકે વ્યાપાર, કૃષિ, અર્થતંત્ર, આરોગ્ય, ઇતિહાસ, યોગ, અધ્યાત્મ, રાજનીતિ, સંસ્કૃતિ, સમાજ જીવન અને વ્યવસ્થા, આર્થિક પ્રશ્નો, સ્ત્રી-પુરુષમાં ભેદ અને સમાનતા, તત્ત્વજ્ઞાન વગેરે ઉપર તેમણે લખેલા હજારો લેખો અને લગભગ પાંચ હજાર જેટલા અપ્રગટ નિબંધો-લેખો તેમના ઊંડા જ્ઞાન અનેવિદ્વત્તાનો પરિચય આપે છે.