________________
હોઈ શકે, એ દેખીતું જ છે અને જ્યાં સુધી જૈનદર્શનને પણ વૈજ્ઞાનિક માનીએ ત્યાં સુધી તેના પ્રતિપાદક સર્વજ્ઞ હોઈ જ શકે એમ કહેવું વધારે પડતું છે. થીઅરીઓ-(Theory)નો જ્ઞાતા પોતાના વિજ્ઞાન વિષે થીઅરી(Theory)થી સૂક્ષ્મ હકીકતો સમજાવી શકે ખરો, પણ એટલા પૂરતો તેને સર્વજ્ઞ કહી ન શકાય. અલબત્ત, માન આપવા માટે આલંકારિક ભાષામાં તેને ઉપમાથી સર્વજ્ઞ કહેવામાં વાંધો નથી. જેમ કે ભા સર્વજ્ઞ, કપિલ સર્વજ્ઞ, વગેરે અને એટલી વાત સાચી પણ ખરી કે પોતાના વિષયના બીજા બધા વિદ્વાનો કરતાં તેઓ વધારે સર્વ જાણનારા, માટે સર્વજ્ઞ ખરા.
પરંતુ તત્ત્વજ્ઞાનના સ્યાદ્વાદનું નિરૂપણ સંપૂર્ણ સર્વજ્ઞ વિના થઈ જ ન શકે. જો જૈનદર્શનને વૈજ્ઞાનિકદર્શનને બદલે તત્ત્વજ્ઞાન દર્શન માનીએ તો તેના બતાવનારા સર્વજ્ઞ સિવાય સંભવી શકે જ નહીં. સર્વવિજ્ઞાનો ધ્યાનમાં આવે, તેના સંબંધો ધ્યાનમાં આવે અને તે ઉપરથી જીવનમાર્ગ સમજાય, ત્યારે તત્ત્વજ્ઞાનનું સંપૂર્ણ પ્રતિપાદન કરી શકાય. એટલે સર્વ વિજ્ઞાનોના અને તત્ત્વજ્ઞાનના જ્ઞાતા તે જ સર્વજ્ઞ. એટલે કાં તો જગતમાં સ્યાદ્વાદ નથી, અનેક વિજ્ઞાનો નથી, તત્ત્વજ્ઞાન નથી અને સર્વજ્ઞ પણ નથી અને જો લાખો કરોડો વિજ્ઞાનો હોય અને તે સર્વનો સમન્વય કરનારું તત્ત્વજ્ઞાન શાસ્ત્ર હોય અને તે સ્યાદ્વાદથી ગોચર કરાવનાર પણ હોય, તો અવશ્ય જગતમાં સર્વજ્ઞ સંભવી શકે છે.
એટલે કે, તત્ત્વજ્ઞાનને જાણનારા સિવાયના માત્ર વૈજ્ઞાનિકો સર્વજ્ઞ ન જ હોઈ શકે. સર્વજ્ઞ હોય તે જ તત્ત્વજ્ઞાની