________________
વિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન, ભૂતલ, ભૂસ્તર વગેરે વિજ્ઞાનો, રાનીતિ, શિલ્પ, જ્યોતિષ, ગણિત, શબ્દશાસ્ત્ર, યોગ, વગેરે લાખો વિજ્ઞાનો બતાવ્યાં છે. તેનો પરસ્પર સંબંધ બતાવી, જીવનમાં ઉપયોગ અને તત્ત્વજ્ઞાનમાં સમન્વય બતાવેલો છે. માટે બહુ જ સારી રીતે અભ્યાસ કરનારને આ દર્શન તત્ત્વજ્ઞાન દર્શન જ લાગશે, જ્યારે બીજું કોઈ પણ દર્શન જ્ઞાનના સંગ્રહે વિજ્ઞાનરૂપ ભાસશે. વેદાંત એટલે વેદોનો સાર, પણ વેદો તત્ત્વજ્ઞાનમય નથી. મીમાંસકો પણ માત્ર “વિચારકો જ છે, અર્થાત્ સાંગોપાંગ તત્ત્વ પ્રાપ્ત કરી શક્યા નથી’” વગેરે.
જૈનોના નયો તે તે વિજ્ઞાનના અભિપ્રાયો વ્યક્ત કરે છે અને જૈનોનું પ્રમાણ તત્ત્વજ્ઞાન દૃષ્ટિનો અભિપ્રાય વ્યક્ત કરે છે. બીજાની પ્રમાણ વ્યવસ્થા કરતાં જૈનોની પ્રમાણ વ્યવસ્થા આ રીતે જુદી પડે છે. આ ઉપરથી જોતાં વેદાંતદર્શન, ન્યાયદર્શન વગેરે દર્શન શબ્દો નયદૃષ્ટિથી એકાદ બે કે તેથી વધારે વિજ્ઞાનો સૂચવે છે. ત્યારે સ્યાદ્વાદ શબ્દ તત્ત્વજ્ઞાન સૂચવે છે. સ્યાદ્વાદ શબ્દનો પ્રયોગ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી છે અને તે દૃષ્ટિથી જ પ્રયોગ થઈ શકે, માટે સ્યાદ્વાદ શબ્દનો પ્રયોગ જ તત્ત્વજ્ઞાનપણું સૂચવે છે.
એ શબ્દ તત્ત્વજ્ઞાનશાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે. તત્ત્વજ્ઞાનશાસ્ત્રમાં જ નયસંબંધી વિચાર હોઈ શકે. બીજા દર્શનો તો એક એક નયરૂપ જછે, એટલે તેમનામાં નયસંબંધી વિચાર ન હોય, એ સ્વાભાવિક છે. તેઓના પ્રમાણની વ્યાખ્યાઓ પણ એકદેશીય જ હોય છે.
આ ઉપરથી જુદાં જુદાં વિજ્ઞાનોના જ્ઞાતાઓ સર્વજ્ઞ ન