________________
તેઓને સારા પગારો, મોટી આવકો, આ જમાનાની ઊંચા પ્રકારની પ્રતિષ્ઠા, એશઆરામ અને સુખસગવડ મળી રહ્યાં છે અને મળશે. પરદેશીઓની સેવાઓનો એ બદલો છે. પરંતુ, પરદેશીઓની ખૂબી એ છે કે-તે વર્ગ એ વાત સમજી શકે નહીં. તેઓ તો એમ જ સમજે છે કે-“અમે તો અમારા દેશનો ઉદ્ધાર કરીએ છીએ.” પરદેશી લોકો આ દેશમાં પોતાની લાગવગ અનેક રીતે ઊભી કરી શકે છે. પ્રથમ પ્રજામાં સારી લાગવગ ઊભી કરી. ૧૮૫૭ના બળવા પહેલાં રાજાઓમાં લાગવગ સારી ઉત્પન્ન કરી લીધી હતી. પછી અમલદાર સ્વરૂપના આ દેશના પ્રજાજનોની લાગવગ ઊભી કરી કામ ચલાવ્યું હતું અને હાલમાં દેશનાયક તરીકે ગણી કાઢેલા પ્રધાનોના સ્વરૂપમાં પોતાની લાગવગ ઊભી કરીને આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ બધી પરિસ્થિતિને અંગે જે કાંઈ નુકસાન આ દેશની મૂળ પ્રજાને થવાનું હશે, તે થવાનું જ છે. તેના બચાવની આશા પણ અમે રાખી નથી.
પરંતુ આવો વર્ગ તેત્રીસ કરોડમાં ગણ્યાગાંઠ્યો છે, છાપાંઓમાં જે મોટા હેવાલો આવે છે, તે ઉપર ભરમાવાને કારણ નથી. આવા કેટલાક વર્ગ સિવાય બાકીનો પ્રજાનો મોટો ભાગ કરોડોની સંખ્યામાં રહેલો આ દેશની સંસ્કૃતિ પ્રમાણે જીવે છે. તેમાંથી ચલિત કરવાને પરદેશીઓને અનેક પ્રયત્નો કરવા પડે છે. તે જ સાબિત કરે છે કે-“હજુ અહીંના વિજ્ઞાન તથા તત્ત્વજ્ઞાનની પ્રજાના જીવન ઉપર મોટામાં મોટી અસર છે. ભારત વર્ષ એવો એક દેશ છે જે કે જેની પ્રજાનો મોટો ભાગ હજુ
૪૨