________________
વસવાટ માટે-ખેતી માટે-ઘણા દેશો અપાવી દેશે. આ ભૂમિમાં પણ જેમ તેઓએ બીજા ટાપુઓમાં સંસ્થાનો સ્થાપેલાં છે, તેમ સંસ્થાન સ્થાપશે. આ દેશના ઘણા લોકો કદાચ તેઓના હાથ નીચે ચાલ્યા ગયા હશે. છતાં આ દેશના તત્ત્વજ્ઞાનમાંથી જન્મેલો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રનો માર્ગ ચાલતો જ હશે. આજે એ લોકો કેળવણી અને ઉદ્યોગ એ બે શબ્દો મારફત પ્રજાઓને આકર્ષે છે. પરંતુ, તેમાં સ્વાર્થ પડેલો છે એટલે તે બહાર આવી જતાં તેના ઉપર પ્રજાઓનો વિશ્વાસ ૨હેશે જ નહીં. આ બધો ઘોંઘાટ બંધ પડતાં, ત્રણ રત્ન અને તેને અનુસરીને ગોઠવાયેલું તત્ત્વજ્ઞાન અને બીજા વિજ્ઞાનને તે વખતે પણ જીવનમાં રહેલાં જોવામાં આવશે અને એ રીતે તત્ત્વજ્ઞાન અબાધ્ય છે. એમ વધારે સ્પષ્ટ સાબિત થઈ ચૂકશે.
હાલનું વિજ્ઞાન પ્રજામાં લોકપ્રિય કરવા માટે અનેક ચીજોરૂપે પ્રજાના ઉપયોગમાં આવતું દેખાય છે, પરંતુ તેનો આખર ઉપયોગ લડાઈઓ અને લશ્કરી તત્ત્વોમાં છે. જ્યાં સુધી પ્રજાઓનાં કેટલાંક તત્ત્વો હાથમાં ન આવ્યા હોય, ત્યાં સુધી જીવનની સગવડ માટે એ વપરાય છે પછી તરત જ લશ્કરી સ્વરૂપમાં એકી ઝપાટે પ્રજાઓનો દાળાવાટો કાઢી શકે છે. હરીફાઈ વિના કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ ન થાય અને વૈજ્ઞાનિક લડાઈઓ એ હરીફાઈનું ક્ષેત્ર છે. ગમે તેવું સુંદર મશીન કે સાધન, સામો હરીફ તોડી નાખે, એટલે તે નબળું સાબિત થાય. એટલે નબળાવાળો સામાનું અનુકરણ કરીને તેના કરતાં સરસ બનાવવાની મહેનત કરે. આજે ડૉક્ટરો સંહારક જંતુઓની
૪૭