________________
વિના, આજે શરણ આપે ખરું કે ? વ્યવહારુ બુદ્ધિથી એ સમજાય તેમ છે. હિંદુસ્તાન ઉપર તો કબજો યુરોપવાસીઓનો છે પણ તેની જોડની મહાપ્રજા ચીન ઉપર કબજો નહોતો. હવે યુરોપની પ્રગતિને ધ્યાનમાં રાખીને આ કબજો લેવાને માટે યુરોપના પ્રયાસો છે અને તેમાં છૂપી રીતે પ્રજાસંઘ સંમત ન હોય, એમ માનવાને કાંઈ પણ વાસ્તવિક કારણ નથી.
ઇટાલી અને જર્મની વગેરે ઇંગ્લૅન્ડથી વિરુદ્ધ દેખાતા હોય, પરંતુ આધુનિક પ્રગતિના કાર્યમાં સૌનો એકધારો સાથ છે જ. આપણે મુદ્રા રાક્ષસ નામના નાટકમાં વાંચીએ છીએ કે-આર્ય ચાણક્ય છૂપી પોલીસની ડાયરીઓ મંગાવે છે અને તેમાંથી ભદ્રભટાદિક સુભટોના ગુનાઓ વાંચે છે. વાંચીને તેઓને સજા ફરમાવે છે, શકટદાસને શૂળીની સજા ફરમાવે છે. તેને તેના પક્ષના શૂળી ઉપરથી નસાડી જાય છે અને તે બધા નંદોના રાક્ષસ નામના મંત્રીના ગત નોકરો તરીકે રહે છે. વાસ્તવિક રીતે તે બધા આર્ય ચાણક્યના જાસૂસો જ હતા. પરંતુ, આવી રીતે ગુનેગાર ઠરાવીને તેઓને કાઢી મૂકી સામા પક્ષમાં ભરતી કરાવીને સામા પક્ષને ઊંધે રસ્તે દોરવવામાં તેનો ઉપયોગ કરે છે ને આખરે સામા પક્ષને નબળો પાડી, રાક્ષસ જેવા નંદના બુદ્ધિશાળી મંત્રીને સમ્રાટ ચંદ્રગુપ્તના મંત્રી બનાવી, પોતાની તપોવન તરફ જવાની તૈયારી કરવાની પોતાની ધારણા પાર પાડે છે. રાજનૈતિક ભાષામાં એવા છૂપા ચોરોને બનાવટી શત્રુઓ તરીકે જાહેર કરેલા હોય છે, તેમને કૃત્ય કહેવામાં આવે છે.
૪૫