________________
પણ એકાએક ઉત્પન્ન થયા.
“બધા ધર્મોને સરખું માન આપવું” એ ભાવના ઊભી કરી પ્રજામાંથી પોતપોતાના ધર્મ વિશેની ચુસ્તતા ઢીલી કરવામાં આવી છે. છતાં પ્રજાને ધર્મરહિત રાખવાની ઇચ્છા છે એમ માનવાને કારણ નથી. “જુદા જુદા ધર્મોને બદલે જગતમાં એક ધર્મ હોય તો ઠીક” એવી ભાવના ઊભી કરી અમેરિકામાં ૧૮૯૩માં વિશ્વધર્મપરિષદ ઊભી કરવામાં આવી હતી. એ પરિષદનું ધ્યેય-‘આખી દુનિયાના તમામ ધર્મોવાળાઓ પાસે ધીમે ધીમે જગતમાં એક જ વિશ્વધર્મ હોવો જોઈએ અને માત્ર ખ્રિસ્તી ધર્મ જ વિશ્વધર્મ થવાને લાયક છે એવી કબૂલાત કરાવવી”, એ છે.
એ કબૂલાત કરાવવા સુધીમાં યુરોપિયન લોકોએ ખ્રિસ્તી ધર્મની જુદી જુદી સ્થાપેલી અને તેના અનુકરણરૂપે તે તે અન્ય ધર્મવાળાઓએ પણ પોતપોતાના ધર્મની ઉન્નતિના ઉદ્દેશથી કૉન્ફરન્સો વગેરે સ્થાપેલી, એ બન્નેય પ્રકારની સંસ્થાઓ મારફત ધીમે ધીમે પ્રચાર કાર્ય કરીને એ ધ્યેયની સિદ્ધિ કરવાની છે.
એટલે એ પરિષદનું કાર્ય હાલમાં ઘણું જ ધીમું દેખાય છે, પરંતુ તેનો ઉદ્દેશ સિદ્ધ કરનારી એ અવાન્તર સંસ્થાઓ એ તો ઝપાટાબંધ કામ કર્યે જ જાય છે.
ખ્રિસ્તીધર્મમાં ઊંચું તત્ત્વજ્ઞાન નથી. તેમ જ તેમાં આધ્યાત્મિક જીવન વિશે ખાસ કાંઈ તત્ત્વો નથી. એટલે સામાન્ય રીતે પ્રજાને તે નીતિનો ઉપદેશ આપે છે. તેથી જ ભારતની
૬૩