________________
વ્યવહારમાં પણ ઢીલા થાય. એમ સામાન્ય સિદ્ધાંતના સ્વીકાર માત્રથી ખ્રિસ્તી સંસ્થાઓ તેઓને ખ્રિસ્તી ધર્મના મેમ્બરો માની લે અને સંખ્યાની વૃદ્ધિમાં ગણે.
૧૮૯૩માં ભરવામાં આવેલી પ્રથમ વિશ્વધર્મપરિષદ જો કે અમેરિકામાં ભરાઈ છે, પરંતુ તેમાં ઇંગ્લેન્ડનો મુખ્ય હાથ છે. તે કેટલાક પુરાવાથી નક્કી થાય છે. ઇંગ્લેન્ડનું રાષ્ટ્ર ભારતમાં બે રીતે કામ કરી શકે છે. તો વિશ્વધર્મપરિષદ વગેરે વ્યાપક સંસ્થા દ્વારા પ્રજાનો લોકમત (૧) વિશ્વધર્મ તરફ કેળવે છે અને (૨) અહીંના લોકોમાં લાગવગ, કાયદા વગેરેથી વિશ્વધર્મને અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરવા તે તે ધર્મોમાં સંસ્થાઓ સ્થાપે છે, આડકતરું ઉત્તેજન આપે છે, તેવા તેવા માણસોનો સુધારક વર્ગ ઉત્પન્ન કરે છે અને તેને ઉત્તેજે છે. મૂળ વર્ગને પણ હાથમાં રાખીને પોતાને માટેનો માર્ગ સરળ થાય તેવા માર્ગ થાય તેવા માર્ગ ઉપર લઈ જઈ શકે છે. સારાંશ કે-અંદરથી અને બહારથી એમ બન્નેય રીતે કામ કરી શકે છે.
પ્રથમ તો તે પરિષદના ચેરમેન રેવરંડ (ખ્રિસ્તી પાદરી) છે. એ સભા કોણે ગોઠવી ? કયા કયા ધર્મના ગુરુઓને મળીને એ સંસ્થા ગોઠવી ? તેમને ચેરમેન કોણે નીમ્યા ? એ બધું અંધારામાં છે. પૂજય આત્મારામજી મહારાજને મેમ્બર થવાનું આમંત્રણ આવે છે, તેથી તેઓ ઉપરના પ્રશ્નો વગર પૂછ્યું મેમ્બર થઈ જાય છે. શ્રીજૈનશાસને તન, મન, સર્વસ્વ અર્પી ચૂકેલા એ મહાત્મા એ સંસ્થાના મેમ્બર શી રીતે થવાને પ્રેરાયા? તે એક જૈન મુનિ તરીકેના ધર્મો વિચારતાં સમજી શકાતું નથી.
૬૫