________________
હતો જ અને છે. વીરચંદ રાઘવજી ગાંધી તથા સ્વામી વિવેકાનંદ વગેરે તેમની સહાયથી જ ત્યાં જઈ શક્યા હતા.
એ પ્રથમ વિશ્વધર્મપરિષદ વિશેનું પ્રથમ પુસ્તક પણ લંડનમાં જ બહાર પડે છે. પૂ. આત્મારામજી મહારાજની સ્તુતિ વગેરેનું તાત્પર્ય પણ જૈન કોમને તેમાં ભાગ લેતી કરવાના ધ્યેયથી હતું, એ હવે બરાબર સમજાય છે. અહીંથી ગયેલા પ્રતિનિધિઓ વળતાં ઇંગ્લેન્ડ જાય છે અને ત્યાં જો જૈનધર્મ અંગીકાર કરવા મી. હર્બટ વોરન જેવા તૈયાર બેઠા હતા. તે ઝટ જૈનધર્મી બની બેસે છે. તે શા માટે એ વખતે જૈન બનવા તૈયાર થયા? તેનો ખુલાસો ઋષભ મહાવીર સંઘ સ્થપાતાં આપણને બરાબર મળી રહે છે.
આ અરસામાં થિયોસૉફિટ સંસ્થાઓ સ્થાપનાર મિ. બ્લેવસ્કી (એવું નામ યાદ છે) તે ક્ષણિક બૌદ્ધ થાય છે. ભારતમાં પાંચ વર્ષ રહે છે, ને પોતાની સ્થાયી સંસ્થા સ્થાપી જાય છે. એ સંસ્થાના પ્રચારકાર્ય માટે શ્રીમતી એની બેસંટ રુદ્રાક્ષની માળા પહેરે છે, હિંદુ ધર્મના વખાણ કરે છે. તારક સંઘ સ્થાપે છે, ને એ સંઘનું પ્રચાર કાર્ય કરે છે, મેમ્બર બનાવે છે, સંસ્થાઓ સ્થાપે છે. ગીતાનું ભાષાંતર તથા રુદ્રાક્ષની માળા તો માત્ર હિંદુ શ્રોતાઓનો વિરોધ ન રહે અને પોતાના ભાષણો સૌ છૂટથી સાંભળે, ત્યારે તેમાંથી થોડા થોડા મેમ્બરો મળી રહે, તે માટેની યુક્તિ હતી. ત્યાર પછી કૃષ્ણમૂર્તિ જગગુરુ બની બુદ્ધના ભગત બનવાનો દેખાવ કરે છે, ને ધર્મોની ગુલામીમાંથી નીકળી જવાનો યુવકોને બોધ કરે છે.