Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 79
________________ લાગવગથી પરિષદનાં ધ્યેયોનો વધારે સારી રીતે પ્રચાર કરી શકાય. વળી જૈનધર્મનું કેન્દ્ર ગુજરાત, તેમાં સત્તા નામદાર ગાયકવાડ સરકારની, તેમાં પ્રવેશ કરવા માટે જૈનોને દબાવ્યા પછી ઊછરતી પ્રજામાં સર્વધર્મના જ્ઞાનનો ફેલાવો નિશાળો મારફત કરવાને લાગવગવાળું દેશી રાજ્ય જ જોઈએ. બ્રિટિશ સરકાર એકદમ એવી શરૂઆત કરી શકે નહીં. ધારાસભામાં પસાર કરાવવું પડે. વિશાળ લોકમત કેળવાયા વિના હાલ સુરતમાં એમ બની શકે નહીં. નામદારા ગાયકવાડ સરકાર પોતાની નિશાળોમાં એ શિક્ષણ પ્રચારવાનું લગભગ વચન આપી ચૂક્યા જેવું છે અને અહીં આવ્યા પછી તુરત જ જગતના વિદ્યમાન ધર્મો નામના ખ્રિસ્તી પાદરીના પુસ્તકનું ભાષાંતર પણ બહાર પડાવી દીધું છે ! એ ખ્રિસ્તી પાદરીએ વિચિત્ર મૂળ પુસ્તક લખ્યું છે. ડોળ જાણે દરેક ધર્મનું તત્ત્વ સમજાવવાનો પ્રયત્ન કરેલ છે અને સર્વધર્મ તરફ સમભાવ બતાવતા હોય એવો દેખાવ કરેલો છે. જે ધર્મ સહેલાઈથી તોડી શકાય તેવા છે, તેનો તો તેણે ઉલ્લેખ જ કર્યો નથી. પણ જે તોડવા મુશ્કેલીવાળા છે, તેવા અગિયાર ધર્મોના વખાણ કરી તેનાં તત્ત્વ સમજાવ્યા છે અને ગુણદોષની મીમાંસા કરી છે. પરંતુ આખર-સંખ્યા, વિશ્વધર્મને લાયકના ગુણો, વગેરે તત્ત્વથી ૧. ખ્રિસ્તી ધર્મ જ વિશ્વધર્મ થવાને લાયક છે. ૨. ઈસુખ્રિસ્ત એ જ એક સર્વગુણ સંપન્ન દેવ છે. ૭૨

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94