________________
તેઓ પ્રતિનિધિ મોકલે છે. પણ તે મોકલવામાં પણ મુંબઈમાં સુધારક વર્ગ અને ચુસ્ત વર્ગને મારામારી થઈ હતી. તે વખતે સુધારક વર્ગના આગેવાન સુરતના વતની રતનચંદ માસ્તર તરીકે જાહેર થયેલા કોઈ જૈન ગૃહસ્થ હતા. જૈન એસોસિયેશનમાં પણ તે આગેવાન હતા. તે અંગ્રેજી ભણેલા હતા એટલે કે આપણા સમાજમાં સુધારાનાં કામો કરાવી લેવા માટે પરદેશી પ્રજાને તે વખતે તે ઘણા ઉપયોગી હતા. જેથી સરકારી મોટા મોટા ગવર્નર સાહેબ સુધીના અમલદારોમાં તેમનું માન બહુ સારું રાખવામાં આવતું હતું. સાંભળવા પ્રમાણે તે મારામારીના બીજે દિવસે યુરોપીય ઑફિસોમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે-“એમાં તમારા તરફ મારામારી ચલાવનારાઓ ઉપર તમે કામ કેમ ન ચલાવ્યું?” સાંભળવા પ્રમાણે તેમણે જવાબ આપ્યો હતો કે-“મારા ભાઈઓનો માર હતો ને?” કેમ કે તે સુધારાને પંથે ચડી ચૂક્યા હતા. પણ તે વખતે તેમનામાંથી એટલા બધા સંસ્કાર લોપ નહોતા પામ્યા, પરંતુ આજના સુધારકો તો સાધુમુનિરાજ કે સંઘની બીજી મહાન વ્યક્તિઓ સામે યુદ્ધાતદ્રા બોલવા, લખવા કે ગમે તેમ વર્તવા સંકોચાતા નથી. જોકે એટલી સુધારાની આપણા સમાજમાં થયેલી પ્રગતિની એટલે કે પરદેશીઓની યોજનાઓના વિજયની નિશાની છે, એમ તો કબૂલ કરવું જ પડશે.
હિંદમાંથી પ્રતિનિધિઓ મોકલીને ખ્રિસ્તી ધર્મ વિશ્વધર્મ તરીકે ભવિષ્યમાં બનાવનારી એ વિશ્વધર્મપરિષદને ટેકો આપી, વધુ લોકપ્રિય કરવાની બાબતમાં ઇંગ્લેન્ડની સરકારનો હાથ
૬૬