________________
સત્તા એમ થતાં આ દેશની મૂળ પ્રજાને તે વધારે નુકસાનકારક થાય, એ સ્વાભાવિક છે, પરંતુ સ્વરાજની ધૂનમાં ચડેલાઓમાંના કોઈનેય, મુત્સદ્દીઓએ સ્વરાજની આગળ સાંસ્થાનિક શબ્દ મૂકી રાખ્યો છે, તેનો તેમ જ તેના અર્થનો અને તેના પરિણામનો પણ ખ્યાલ નથી. અસ્તુ.
આ દેશને આજ સુધી તાબાનું રાજ્ય ગણવામાં આવ્યું, તેનું કારણ માત્ર આ દેશની પ્રજા ઉપર અંકુશ મૂકવામાં અને તેમના જીવનનો પલટો આણવામાં અહીંની સંસ્કૃતિ-જેને શ્રી મુનશી પ્રણાલિકાવાદ કહે છે-તે મોટું નડતર છે. સંસ્કૃતિનું કેન્દ્ર ધર્મો છે અને ધર્મોમાં જૈનધર્મ અને તેમાં પણ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ બહુ જ મજબૂત પાયારૂપ છે.
એક વખત એવો હતો કે ધર્મોમાં જરા પણ હાથ નાંખવાથી પરદેશી પ્રજા અહીંની પ્રજાનો વિશ્વાસ ગુમાવે તેમ હતું. જેથી તેઓને તત્કાલીન રાજ્યનીતિને અનુસરીને જાહેર કરવું પડેલ છે કે-“અમો કોઈના ધર્મોમાં હાથ ઘાલીશું નહીં. સૌને પોતપોતાના ધર્મ પ્રમાણે વર્તવાની છૂટ રહેશે” અને આજે પણ બહારથી એ નીતિનું પાલન બરાબર કરવામાં આવે છે.
આમ જાહેર કરવા છતાંયે ધર્મોમાં પણ આડકતરો હાથ ઘાલ્યા વિના એ પ્રજા રહી જ નથી. બહુ જ ધીરજથી, ખૂબીપૂર્વક, દૂરંદેશીપણાથી, વિશાળ કાર્યક્રમની યોજનાથી, જેના ભાવિ પરિણામ વિશે તત્કાળ કશી કલ્પના ન કરી શકાય
૬૧