________________
સંપૂર્ણ રાજયતંત્ર પોતાની પાર્લામેન્ટ દ્વારા ચલાવે અને માત્ર યુરોપના મુખ્ય રાષ્ટ્ર સાથે ઉપરી સત્તા તરીકે સંબંધ રાખે. તે પણ ખાસ મુશ્કેલી વખતે એકબીજાને મદદ કરવા માટે, બાકી જરૂર
નહીં.
તાબાનું રાજ્ય એટલે મૂળ પ્રજાનો નાશ કરી શકાય એવી સ્થિતિમાં એ પ્રજા જ્યાં સુધી ન આવી હોય, ત્યાં સુધી માત્ર તેના ઉપર રાજયસત્તા તરીકે દેખરેખ રાખવી, તેના હિત જાળવવા અને ધીમે ધીમે પોતાના હિત સિદ્ધ કરવા અને પ્રજા નબળી પડ્યા પછી તેને પણ સાંસ્થાનિક સ્વરાજના રસ્તા ઉપર મૂકીને યુરોપીય લોકોથી એ પ્રદેશ વસાવી, પછી તેને સંપૂર્ણ સ્વરાજ અપાય, તેનું નામ સાંસ્થાનિક સંપૂર્ણ સ્વરાજ પાડવું.
હિંદુસ્તાન આજ સુધી તાબાનું રાજ્ય હતું અને છે. ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં તો સાંસ્થાનિક સ્વરાજ સ્થપાઈ ગયા જેવું છે. પરંતુ ભારતને સંપૂર્ણ સાંસ્થાનિક સ્વરાજના પાયા ઉપર હવે સરકારે મૂક્યું છે અને તેમાં કોંગ્રેસ તથા દેશનાયકોની ઘણી મહેનત અને મદદ પણ મળેલ છે. - હિંદની સંસ્કારી પ્રજામાં એકદમ સાંસ્થાનિક સ્વરાજ સ્થાપવું મુશ્કેલ હોવાથી, આજ સુધી તેને તાબાનું રાજય ગણવામાં આવેલ છે. હવે તેને સાંસ્થાનિક સ્વરાજના માર્ગમાં મૂકવામાં આવેલ છે. અમારી સમજ પ્રમાણે તાબાની પ્રજા તરીકે રહેવું વધારે સારું છે. પરંતુ સાંસ્થાનિક સ્વરાજ એટલે મૂળ પ્રજાના મોટા ભાગનો નાશ અને ગૌરાંગ પ્રજાનો વસવાટ અને
૬૦