________________
માટે જૈન તત્ત્વજ્ઞાન ત્રણેય કાળ માટે સદા અબાધ્ય જ છે. કેમકે તેનો રત્નત્રમય જીવન માર્ગ અબાધ્ય છે. તેમાં શંકાને સ્થાન છે જ નહીં. જુદા જુદા કાળક્રમે જુદા જુદા મગજના માણસો જુદી જુદી શોધો અને પોતાના વિજ્ઞાનો ઊભા કરે છે, પરંતુ વખત જતાં તે અદશ્ય થાય છે અને મૂળ તત્ત્વજ્ઞાન જગતમાં ચાલુ રહે છે. જૈનદર્શનના ઇતિહાસની સાથે વખતોવખત ઘણ વૈજ્ઞાનિકો પોતપોતાની અસરો મૂકતા ગયા છે તેમ આધુનિક વૈજ્ઞાનિકો પણ થોડું ઘણું પોતાનું મૂકતા જશે અને એ શાંત થયે, પરિણામે મૂળ વસ્તુ જ કાયમ રહેશે.
૫૮