________________
સુધારકવર્ગનો લેશમાત્ર વિશ્વાસ કરવો હિતાવહ નથી. તેઓને નથી અહીંની સંસ્કૃતિનું જ્ઞાન કે નથી તેઓને પરદેશીઓની પ્રગતિની જાળની વિશાળતાની માહિતી. તેઓ પ્રજાના કેટલાક ભાગનો વિશ્વાસ મેળવીને જે જે સંસ્થાઓ ચલાવે છે, તે દરેક પણ આખર તો નુકસાનમાં જ પરિણત થવાની છે.
શાહમૃગનું દૃષ્ટાંત પણ ભ્રમ લાવનારું છે. આપણે તેઓને કહીશું-એ દષ્ટાંત આપી તમે એમ કહેવા માંગો છો કે “શિકારી જ્યારે સામે ઊભો છે, અને શાહમૃગ રેતીમાં માથું ઘાલે, એટલે શું તે બચી શકવાનું છે ?”
બરાબર છે કે બચી શકે નહિ, પણ તો પછી શાહમૃગ શું કરવું? એમ અમે તમને પૂછીએ છીએ.
તમે કહેશો કે “બચવા માટે નાસી છૂટવું કે બીજા મજબૂત સ્થાનનો આશ્રય લેવો.”
તેમ બની શકે તેમ ન હોય, તો શું કરવું? શું શિકારીની સામે ગોળી ખાવા જવું કે બીજું જે બને તે કરવું?
એક શાહમૃગ સામે ગોળી ખાવા જાય છે અને બીજું રેતીમાં માથું ઘાલીને બચવાની ચેષ્ટા કરે છે. બેમાંથી વધારે ઠીક પ્રયત્ન કોનો છે? જો કે બન્નેય મરી જવાના છે. પણ બેમાંથી અંશતઃ પણ વધારે બુદ્ધિ કોણ ચલાવે છે?
તમારે કહેવું જ પડશે કે “સામે ચાલનાર કરતાં રેતીમાં
૫ ૨.