Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 57
________________ આજના વખાણથી અને ભવિષ્યમાં ક્ષયકર આજની દેખીતી ઉન્નતિથી જાપાનની પ્રજાએ રાજી થવા જેવું લાગતું નથી. એ જ સ્થિતિ તુર્કની અત્યારની ઇસ્લામનીતિ વિશે પણ સમજવાની છે. જે પ્રજાઓ આધુનિક વિજ્ઞાનને રસ્તે ચડી નથી, તેમની સાથે જુદી જાતની લડાઈઓ લડવી પડે અને વિજ્ઞાનને રસ્તે ચડેલ સાથે વૈજ્ઞાનિક સાધનોથી લડાઈ ચાલે છે. એ હરીફાઈમાં આજ કરતાં પણ કાળી પ્રજાઓ અંદરખાનેથી વધારે ખોખરી થઈ જવાની આ વખત પણ આવશે. માટે આધુનિક વિજ્ઞાનને રસ્તે નહીં ચડેલી શ્યામ પ્રજા ફાટેતૂટે કપડે પણ આખર લાંબો કાળ જીવંત રહેશે. કારણ કે. લશ્કરી દોરથી મારી મારીને કેટલીક પ્રજાને મારી શકાય? તેમ જ જુલમથી સંસ્કાર પણ કેટલાક બદલી શકાય? ગમે તેમ કરો તો પણ કાંઈને કાંઈ રહી જ જાય. આમ આખર થાતાં થાકતાં જે કાંઈ રહી જશે, એ જ ભારતનો વિજય, ભારતના તત્ત્વજ્ઞાનનો વિજય, ભારતની સંસ્કૃતિનો વિજય. આ બધી ધમાલ વચ્ચે અને પછી પણ જે કાંઈ થોડો ઘણો વર્ગ પણ ભારતીય જીવન પ્રમાણે જીવતો રહેશે, એ જ તેનો વિજય હશે. માત્ર આમાં ધીરજની ઘણી જ આવશ્યકતા રહેશે. ખરી ધીરજ રાખી શકશે તે જ વિજયી થશે. બાકી આધુનિક વિજ્ઞાનને જેઓ ટેકો આપી રહ્યા છે, તેઓ આ દેશના લોકોનો પ્રજાદ્રોહ, દેશદ્રોહ, સંસ્કૃતિદ્રોહ, ધર્મદ્રોહ કરે છે. તેમાં સંશયને અવકાશ નથી. ૫૦

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94