________________
માથું ઘાલનારાને મારવામાં શિકારે કાંઈક વધારે મહેનત પડશે. સમય વધારે જશે, કે લક્ષ્મ ભેદવામાં તેને કંઈક વધારે સાવચેત રહેવું પડશે.”
આ રીતે જોતાં તમારું દષ્ટાંત કેટલું વિષમ છે? તે તમે જ વિચારો.
અમારા પ્રજાજનો આધુનિક વિજ્ઞાનનો આશ્રય ન લેતાં અમારી આર્યસંસ્કૃતિનો આશ્રય લઈ રહ્યા છે, તેને-“આખર તો અમે તેમને અમારી સંસ્કૃતિના ઝપાટામાં લેવાના છીએ, તો પછી શા માટે જ્યાં ત્યાં ભરાઓ છો? મેદાનમાં સામા આવી જાઓ” આ દલીલો પોતાની મહેનત ઓછી કરવા માટે શિકારીઓ કરે, તેને આપણા સુધારક ભાઈઓએ વગર સમજયે ઉપાડી લીધેલી છે.
એઓ જાણે છે, કે “આર્યસંસ્કૃતિની હૂંફમાં જ્યાં સુધી ભારતની પ્રજા ભરાયેલી હશે, ત્યાં સુધી તેના ઉપર સંપૂર્ણ વિજય અશક્ય છે, એટલે આવી દલીલથી ભોળવાઈને પણ જે કોઈ તેનો શ્રેય છોડી દે, તેટલો આપણને લાભ થાય.” એ દષ્ટિથી એ દલીલ તેઓ લાવે છે અને જરૂર તેઓ તેમાંથી પણ કાંઈક ફાયદો તો મેળવે જ છે અનેક પ્રયત્નોમાંનો આ પણ તેઓનો એક સ્વપ્રગતિ માટેનો પ્રયત્ન જરૂર છે.
ખરી રીતે આર્યસંસ્કૃતિ રેતીનો ઢગલો નથી. તેને રેતીનો ઢગલો માનનારા મારા દેશબંધુઓની મનોદશા જ કેટલી વિચિત્ર છે? તે આ ઉપરથી સમજાય છે.
૫૩