Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 55
________________ શોધો કરે છે. એક સ્વર્ગસ્થ મિત્રે તો ત્યાં સુધી શંકા બતાવી હતી કે “હાથલા થોરના નાશમાં કે મેનીનજાઈટીસ વગેરે રોગોના જંતુઓ કેમ જાણે કોઈ તરફથી લાવવામાં આવ્યા હોય ? - સારાંશ કે જે પ્રજાઓ આધુનિક વિજ્ઞાનને દરેક રીતે સારું સમજીને ઉપયોગ કરે છે, તેઓ તેને આગળ વધારી, વકરો કરાવી તેને મજબૂત બનાવે છે અને એમ મજબૂત બનેલું આધુનિક વિજ્ઞાન લશ્કરી સ્વરૂપમાં દેખાવ દઈને જ્યારે તે ટેકો આપનારનો જ કે તેના જાત ભાઈઓનો કચ્ચરઘાણ નહીં વાળી નાંખે? તે કહી શકાય તેમ નથી. તેનાં જમા પક્ષે અનેક ફાયદા કરતા ઉપર જણાવેલું એક જ નુકસાન એવડું મોટું ઉધાર થાય તેમ છે કે-જે લાભ કરતાં વધી જાય તેમ છે. હાલનું વિજ્ઞાન સંહારક અને માહિંસક છે. તેમાં અસાધારણ હિંસા પડેલી છે. આ ઉપરથી બરાબર સમજી શકાશે કે આ દેશના જે વર્ગને પરદેશીઓએ સુધારક નામ આપેલું છે, તે વાસ્તવિક રીતે આ દેશનો બગડેલો વર્ગ છે. જો કે એવો વર્ગ થોડો છે, છતાં તે વધશે ખરો. પણ તે એટલો બધો નહીં જ વધી શકે-તેવાં આ દેશની સંસ્કૃતિમાં ઘણાં મજબૂત તત્ત્વો છે. આજે જાપાન ચીન ઉપર છાપો મારી રહ્યું છે. પરંતુ જે દેશો ચીનને મદદ કરશે. તેના હાથમાં ચીનને રમવું પડશે અને કાંઈક ભાગ જાપાન પક્ષનાં ગૌરાંગો પણ પડાવી જશે. છતાં ચીનની સંસ્કૃતિ એકાએક નાશ કરી શકાશે નહિ. એવા ઘણા હુમલા તેના ઉપર કરવા પડશે અને બહુ લાંબા કાળ સુધી એ પ્રજા જીવંત રહી શકશે, એ જ પ્રજાનું જીવન છે. ૪૮

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94