________________
મારી સમજ પ્રમાણે પ્રજાસંઘથી ઈટાલી વગેરે છૂટા પડેલા જણાય છે, તે રાજનૈતિક પરિભાષા અનુસાર કૃત્ય વર્ગ હોવાનો સંભવ છે. પાછળથી બધા મળી જવાના ખરા. આ છે આખી કૃત્ય પોલિસી હોય, તો તેનો છેવટનો મોરચો ભારતની પ્રજા ઉપર છે, તેમાં પણ ભારતની સંસ્કૃતિ ઉપર છે, તેમાં પણ જૈન સંસ્કૃતિ ઉપર છે અને તેમાં પણ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ઉપર છે, કારણ કે-આર્ય સંસ્કૃતિને ટકાવવાનો, વિશ્વની કલ્યાણ ભાવનાનો અને એકંદર ભારતના દરેક ધર્મોને ટકાવવાનો વાસ્તવિક આધાર તેના ઉપર છે.
આ બધું થવાથી વિજ્ઞાન આજ કરતાં ઘણું જ આગળ વધી ગયું હશે. પરંતુ વિજ્ઞાનનો ખજાનો એટલો બધો ઊંડો છે કે, એક એક બાબતમાં તેનો પાર પામવાને લાખો વર્ષ જોઈએ છે. વૈજ્ઞાનિક સંશોધકો પણ આ વાત સમજે છે. પરંતુ હાલમાં વ્યાપારી હરીફાઈ વગેરે કારણોથી તેમાં આગળને આગળ તેઓ વધ્યે જ જાય છે અને દુનિયાની બીજી પ્રજાઓ ઉપર પોતાની સરસાઈ વધાર્યે જાય છે. જો છેવટ સુધી તેઓ એમને એમ ચાલુ રાખે, તો અંદરને અંદર કાપાકાપી ચાલે. આ વિજ્ઞાનની ઉત્પત્તિ પરોપકાર બુદ્ધિમાંથી જન્મેલ નથી, પરંતુ પ્રજાકીય સ્વાર્થમાંથી જન્મેલ છે. એ બાબતમાં યુરોપના મિ. ગ્રેગ તથા ટોલસ્ટોય પણ અમારા વિચારને સંમત છે. એટલે આ વિજ્ઞાન નિર્મૂળ છે અને શુભ છેડાવાળું જ નથી, માત્ર કામચલાઉ અને ક્ષણિક છે. એટલે અમુક વખત પછી તેને બંધ થયા વિના ચાલે તેમ છે જ નહીં.
અલબત્ત, વચલા કાળમાં દુનિયાની ગોરી પ્રજાઓને