Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 51
________________ થયાં હોય, તે મજબૂત ન જ થાય અને એકની યા બીજાની કોઈ પણ યુરોપીય રાષ્ટ્રની જ સત્તા આજ કરતાં કેટલેક વધુ અંશે એ દેશોમાં સ્થાપિત થઈ ચૂકી હોય, પછી તે ઇટાલીની કે જર્મનીની કે રશિયાની કે ફ્રાન્સની કે ઇંગ્લેન્ડની હોય. માત્ર પ્રજાસંઘના ગૌરાંગ આગેવાનોને એટલું જ જોવાનું હોય કે- “યુરોપીય રાષ્ટ્રોની એકંદર સત્તા આગળ વધી કે નહીં ?” ગુરુઓ, રાજાઓ, જાગીરદારો અને ધનિકોની સત્તા તોડવા પરદેશીઓએ જ કોમ્યુનિસ્ટોને છેટે રહીને ગોઠવ્યા છે, તે એ મારફત એ ચાર સત્તા તૂટ્યા પછી, તે સત્તાઓ કોમ્યુનિટોના હાથમાં રહેવાની નથી એ સ્પષ્ટ છે. એ સત્તા પરદેશીઓના હાથમાં આવવાની પણ જ્યાં સુધી એ કામ પૂરું ન થાય ત્યાં સુધી અથડામણો ચાલવા દેવાની અને પરદેશીઓએ તટસ્થ ભાવે બેઠા બેઠા જોવાનું સત્તાઓ તૂટ્યા પછી માત્ર સત્તા સ્થાપિત કરવાનું જ કામ બાકી રહે. ચીનની અંદર તો રાજાની સત્તા અને પ્રજાસત્તાક એ બે ભાગ તો આજ સુધીના પરિચયથી પાડી દીધેલા છે જ છતાં એ દેશની પ્રજા સ્વતંત્ર રહી છે. હવે તેને ખોખરી કરવા જાપાને ઉશ્કેર્યા વિના કેમ ચાલે ? અને ઇંગ્લેન્ડ તો દરેકને સમતોલ રાખવાની પોલિસી બહાર પાડનારું રહ્યું, એટલે લડાઈને સીધી ઉત્તેજના કેમ આપે ? આ સ્થિતિમાં ઈટાલી વગેરેને આ કાર્ય કરવા દેવામાં તેમને હરકત આવે નહીં એટલે ચીનને ઇંગ્લેન્ડ વગેરેનું શરણ લેવું પડે, એ શરણ આપવાના બદલામાં ઇંગ્લેન્ડ કાંઈ પણ શરતો કરાવ્યા વિના, ભવિષ્યનો પોતાને લાભ જોયા

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94