________________
તો કબૂલ કરવું જ પડશે કે-જ્યારે અદ્ભુત શોધખોળથી ભરેલું વિજ્ઞાન કુદરતી રીતે ઉત્પન્ન થઈ ચૂક્યું છે, આપણે તેની સામે ટકી શક્યા નથી, ટકી શકીએ તેમ નથી, તો પછી તેના લાભથી વંચિત રહેવું એ કેટલી મૂર્ખતા છે ?”
એ વિજ્ઞાનની ઉત્પત્તિ સામે આપણે પ્રથમથી જ કાંઈ પણ કરી શક્યા નથી અને જાપાન વગેરે તેની મદદથી સાધારણ પ્રગતિ કરી રહેલ છે. તો પછી આપણા બાપના કૂવામાં બૂડી મરવાનો જ વિચાર રાખીશું તો શું બૂડી મર્યા વિના રહીશું ? માટે જો આપણે આપણી પ્રજાનો ઉદ્ધાર ચાહતા હોઈએ, તો આપણે પણ હાલના વિજ્ઞાનનો સ્વીકાર કર્યે જ છૂટકો છે, તેમજ તેણે પણ આપણા જીવનમાં ઘણી રીતે પાકે પાયે પ્રવેશ કરેલ છે, તે કોઈ રીતે હવે નીકળી શકે તેમ નથી. ગમે તેટલા ધમપછાડા કરવામાં આવે, પણ તમારું કાંઈ પણ હવે વળે તેમ નથી, શાહમૃગને શિકારી મારવા આવે, ત્યારે બચાવ માટે રેતીના ઢગલામાં માથું ઘાલે, તે શી રીતે બચી શકે ? “અમારું સારું છે”, “અમારું જૂનું સુંદર હતું”, “ઘણું ઉત્તમ છે.” “તેમાં ઘણી અદ્ભુતતા છે.” એવાં એવાં ગાણાં ગાવાથી હવે શું વળવાનું છે ? તમો પોતે પણ જીવનની ઘણી ખરી જરૂરિયાતો હાલના વિજ્ઞાનની મદદથી પૂરી કરો છો એ નિર્વિવાદ સિદ્ધ છે. તો પછી તેની સામે બખાળા કાઢવા અને-“એ ખોટું એ ખોટું” એમ બોલ્યા કરવું એમાં ડહાપણનો ક્યાં અંશ છે ? તે સમજી શકાતું નથી. વધારે સ્પષ્ટ ભાષામાં કહીએ, તો એ મૂર્ખાઓનો જ પ્રલાપ છે. તે સિવાય બીજું કાંઈ પણ નથી.’’
૪૦