________________
તમારા આ શબ્દો તમોએ પોતે ઉપજાવી કાઢેલા નથી, પરંતુ આધુનિક વિજ્ઞાનની આ દેશમાં પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરનારા વર્ગે કૉલેજોમાં, વર્તમાનપત્રોમાં જાહેર ભાષણોમાં, પાઠ્યપુસ્તકોમાં આજ સુધી ફેલાવ્યે રાખેલી દિલીલોની ધીરે ધીરે થયેલી એક સામટી અસરને પરિણામે તમે આમ બોલી શકો છો. તમારા આ દરેક શબ્દો ઉછીના લેવાયેલા છે. સ્વયં વિચાર શક્તિથી જન્મેલા નથી. એ પ્રચાર કરનારા પ્રચાર કરે, તેની સામે અમારે કાંઈપણ કહેવાનું હોય જ નહીં, તેનો જવાબ પણ આપવાનો હોય નહીં. પરંતુ અમારા ભાઈઓ ઉપર તેની અસર થઈ હોય છે, એટલે તેમાંના જે કોઈ નિખાલસ દિલના હોય, તેની સમજ માટે અમારે જવાબ આપવો પડે છે.' પરંતુ, જેઓ તેમાં રૂઢ વિચારના અને માત્ર ચુસ્ત બની બેઠેલા અંધશ્રદ્ધાળુ હોય છે, તેમને માટે કોઈ પણ પ્રયત્ન કરવો નકામો થાય છે.
પરદેશી પ્રજાઓ પોતાના સ્વાર્થ માટે જે કાંઈ પ્રયત્નો કરે, તે ક્ષમ્ય છે અને તેની અસર નીચે અમારા થોડા ઘણા જે ભાઈઓ આવી જાય, તેથી જે કાંઈ નુકસાન આ મહાપ્રજાને થવું જોઈએ, તે થવાનું જ છે. તે અમે કલ્પીને જ બેઠા છીએ. એવા થોડા ઘણા આ દેશની સંસ્કૃતિ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કળા, ધર્મ અને તેને અનુસરતા રીતરિવાજની નિંદા કરવાના જ છે. રૂઢિને નામે ખોટા વહેમોને નામે, જુલમને નામે, સામાજિક જુલમને નામે, ધાર્મિક જુલમને નામે, ધમધતાને નામે તેઓ પરદેશીઓની સાથે ઊભા રહેવાના જ છે અને આ પ્રયત્નથી જ