________________
કરવામાં તથા દેશ દેશના વિજ્ઞાનને પ્રતિષ્ઠા આપવામાં આવે છે.
આ દેશનો અમુક વર્ગ જાહેરમાં વિજ્ઞાનનો ભક્ત રહે, એટલે બસ છે. વિજ્ઞાનની પાછળ અનેક વસ્તુઓનો વકરો ચાલુ રહે છે. વળી વિજ્ઞાન સાથે ત્યાંના ધંધા અને સત્તાને જ ઉત્તેજન છે. અહીંની પ્રજાની સત્તા, ઉત્તેજન, અહીંના વિજ્ઞાનને મદદ વગેરે બંધ જ પડતાં જાય, તેમ તેમ અહીંની પ્રજા નબળી પડતી જાય.
આ પ્રમાણે આધુનિક વિજ્ઞાનની જાહેરાત આપનારા આ દેશનાં પ્રજાની મુશ્કેલીને આડકતરી રીતે વધુ નોતરે છે તેનો તેઓને ખ્યાલ પણ રહેતો નથી અને તેઓ ગણાય છે. દેશનેતાઓ. તેનો અર્થ એમ સમજવો જોઈએ કે આ દેશને વધુ પરતંત્ર કરવા માટે નેતા, તે હાલના દેશનેતા. કેમ કે-વિજ્ઞાનની ગુલામી એ પણ ત્યાંની પ્રજાની ગુલામી જ છે. ઘરમાં ઇલેક્ટ્રિકની લાઈટ કરવાનો સામાન ભલે દેશમાં બનેલો હોય, પરંતુ તેમાં થતી શોધની ગુલામી કાયમ માટે આપણી પ્રજાને તેમાં રાખી જ મૂકે. કોડિયામાં દીવો કેમ કરવો ? એ બાબતમાં આપણે તેમને પૂછવું જ પડે તેમ નથી.
પરંતુ ઇલેક્ટ્રિક દીવાની વપરાશમાં કાયમ એ દેશ આપણા આચાર્ય તરીકે રહેવાનો જ. ગાડું બનાવવામાં આપણો વૈજ્ઞાનિક સ્વતંત્ર રહેવાનો. પરંતુ, મોટર બનાવવામાં પરતંત્ર રહેવાનો જ. પેટ્રોલથી ચાલતી મોટર આપણે અહીં બનાવીએ, ત્યાં તો બીજા કોઈ પાવરથી ચાલતી મોટર ત્યાં ઉત્પન્ન થાય, વેગ વધે, સગવડ વધે, એટલે વળી એ વિજ્ઞાન જાણવું પડે. જાણ્યા પછી અહીં બનાવી શકાય. તે પણ આપણે બનાવીએ,
૩૮