________________
વિરોધીઓ છતાં હાલના વિજ્ઞાનના તે ભક્ત રહેવાના જ. હાલના વિજ્ઞાનના ભક્ત તે પરદેશી માલના અને પરદેશી યંત્રવાદના મોટામાં મોટા ભક્ત, એ વાત જરા સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી જોવાથી તરત જ સમજાઈ જશે.
પરદેશી વિજ્ઞાનના ભક્ત તેના ગુણ ગાવાના જ. એ ગુણ ગાવામાં જ પરદેશી માલ અને પરદેશી યંત્રવાદની અજબ જાહેરાત પડી છે. માલની જાહેરાત કરતાં પણ એ સીધી, વધારે સજ્જડ, આડકતરી જાહેરાત છે.
“હાલનું વિજ્ઞાન સુંદર છે, સરસ છે, ઉત્તમ છે, ઉપકારક છે.” આ ભાવનાનો એ અર્થ થાય છે કે—તે ખીલવું જોઈએ. તે કયારે વધે ? તેના જોર ઉપર ઉત્પન્ન થતો માલ વધુ પ્રમાણમાં ખપે. તેમાંથી નફો મળે, મૂડી વધે અને તે મૂડી વિજ્ઞાનની વધુ ખીલવટમાં રોકાય, તો જ વિજ્ઞાન આગળ ખીલે ને ? એમને એમ તો ખીલી શકે જ નહીં. આ રીતે હાલના વિજ્ઞાનની જાહેરાત કરનારાઓ પરદેશી સંસ્કૃતિ, માલ અને કારીગીરીની ઉસ્તાદીપૂર્વક જાહેરાત કરનારા છે. આ દેશમાં આવો વર્ગ પોતાને માટે ઉત્પન્ન કરી લેવાનું માન તો એ કુશળ પરદેશીઓને જ આપવું જોઈએ. એવા માણસો જાહે૨ સભાઓમાં, છાપાઓમાં, મ્યુનિસિપાલિટીઓમાં અને અનેક ઠેકાણે માન પામે, એ પણ એટલું જ સ્વાભાવિક છે. આ ઉપરથી દેશનાયકો, સુધારકો અને હાલનું વિજ્ઞાન, એટલે શું ? “મેઈડ ઇન ઇન્ડિયા” એટલે શું ? તે બરાબર વાચકોના સમજવામાં આવ્યું હશે. એક ડૉક્ટર થાય એટલે ત્યાંના દવાના કારખાનાને
•
૩૩