________________
દેશની મૂડી તેમાં કામમાં આવતી નથી. બુદ્ધિમાન વર્ગ પણ પગારદાર તરીકે, પેન્શનર તરીકે કે સુધારક તરીકે પરદેશીઓથી ખરીદાઈ ગયેલો છે. લાખો કરોડો વર્ષે ઘડાયેલી આ દેશની બુદ્ધિ અને શોધો કાંઈ પાંચ-પચ્ચીસ વર્ષમાં હાથ ન કરી શકાય, તેમાં વળી તેની સામે પાછી આવી જબ્બર પરદેશી હરીફાઈ. એટલે ભારતીય વિજ્ઞાનનો ચમત્કાર ન દેખાતો હોય, તેનું કારણ પરદેશી સ્વાર્થો અને તેની સાથે સંકળાયેલ સુધારક, દેશનાયક વગેરે વર્ગો છે. જેથી કરીને જેમ જેમ અહીંના મૂળ ધંધાર્થીઓ તૂટતા જાય છે. તેમ તેમ અહીંના વિજ્ઞાનની ખૂબી અદૃષ્ટ થતી જાય છે. પરંતુ, એટલું ધ્યાનમાં રાખવું કે પ્રથમ અહીંની મૂળ કારીગીરીને ગ્રહણ કરી લીધા પછી જ યુરોપ તે મૂળ ધંધાઓનો અહીંથી નાશ કરે છે અને પાછી એ જ વસ્તુ પોતાની મારફત પોતાના વિજ્ઞાન તરીકે ખીલવી પ્રચાર કરી તેમાંથી ધન કમાય છે.
દાખલા તરીકે–થલી નૃત્ય એ અદ્ભુત કળાવાળું નૃત્ય છે. આ જાતની કળા જાણનારો એક વર્ગ દક્ષિણ ભારતમાં જીવે છે અને અમુક પ્રજાજનોમાં પોતાની કળા બતાવીને આજીવિકા ચલાવે છે. આ તરફથી કેટલાક કેળવાયેલા માણસો તેમાં રોકાયા. તેઓએ યુરોપમાં તે કળા બતાવી; તેની સાથે યુરોપના પણ શીખનારા થયા. લાગવગ, સગવડ, પૈસા વગેરે સાધનોથી એ તૈયાર થાય એટલે સિનેમાની ફિલ્મોમાં તે મોટા પ્રમાણમાં દેખાય. એ ફિલ્મો જે પ્રદેશમાં કથકલી નૃત્યના મૂળ ધંધાદારીઓ રળી ખાય છે, ત્યાં પહોંચે, એટલે એ વર્ગની દશા
૩૫