________________
ગૃહોદ્યોગની, હસ્તોદ્યોગની, ગ્રામોઘોગની હિલચાલ શરૂ કરવામાં આવી છે.
દાખલા તરીકે-શાક સમારવું હોય, છાશ ઝેરવી હોય, સોપારીનો ભૂકો કરવો હોય, બીડી સળગાવવી હોય, નખ કાપવા હોય, એવા પ્રસંગોમાં પણ યંત્રોથી જ કામ લેવું અને તેવા યંત્રો ઉત્પન્ન થઈ ચૂકેલા છે. તેનો મોટા પ્રમાણમાં પ્રચાર કરવા માટે ગૃહોઘોગ અને હસ્તોદ્યોગની ખિલવણીની હિલચાલ છે અને આ હિલચાલને મોખરે તો રેંટિયા દાદા જ બેસવાના. સરકારી ઉદ્યોગશાળાઓમાં પણ રેંટિયા દાદાને સરકારી પ્રધાનો પણ સ્થાન આપવાના જ. તેની પ્રતિષ્ઠાની આડ નીચે મોટા પ્રમાણમાં પરદેશી યંત્રવાદ સ્થાન પામવાનો છે અને રેંટિયા દાદા બેઠા બેઠા ઝોકાં ખાધા ક૨શે, કે એકાદ ખૂણો સંભળીને ખૂણો પાળતા બેઠા હશે. તેનું પૂજન પણ થતું હશે, તેને કદાચ રંગબેરંગી શણગાર પણ પહેરાવવામાં આવ્યા હશે. કારણ કે હવે પછીના યંત્રવાદને પગભર કરનાર એ દાદાનો પોતાના ઉપર ઉપકાર છે, એટલું તેનું માન જરૂર એ યંત્રવાદ રાખવાનો જ. આ રીતે હવે પરદેશી યંત્રવાદને આ દેશમાં મજબૂત સ્થાન આપવા છતાં આ દેશના શુદ્ધ સ્વદેશી વાદી સુધારકો આ વાત કબૂલ કરશે નહિ. પરંતુ, તેઓ પરદેશી વસ્તુઓના કટ્ટર વિરોધી રહેવાના, એ વાત તો સ્પષ્ટ જ છે. પરદેશી માલના વિરોધી રહેવાના, પણ પરદેશી માલના આત્માના વિરોધી નહીં જ રહેવાના. પરદેશી માલ કે પરદેશી યંત્રવાદનો આત્મા, તે હાલનું વિજ્ઞાન. પરદેશી માલના કે પરદેશી યંત્રવાદના
૩૨