________________
પહેલાં ઘણી જ ચીજો દરેકે દરેક દેશો કરતાં ઉત્તમોત્તમ મળતી હતી. આખી દુનિયા કરતાં ચડિયાતી વસ્તુઓ હતી અને પ્રજાજીવન પણ એ ચીજોથી પોતાની જરૂરિયાત પૂરીને ચલાવી શકાય તેવું વ્યવસ્થિત અને મર્યાદિત હતું. આ બાબતમાં સો સૈકા પહેલાંનો પ્રજાજીવનનો ઇતિહાસ જોવાથી એ વાત કોઈપણને કબૂલ કરવી પડે તેમ છે.
પરદેશીઓના આગમન પછી તેઓએ યુક્તિપ્રયુક્તિઓ કરીને આ વિશાળ દેશમાં એવી રીતે પ્રવેશ કર્યો કે—જેથી કરી અહીંની કળા-કારીગીરીને કદી ન લાગેલો અસાધારણ ફટકો પડ્યો.
જો એ ફટકો પડ્યો ન હોત તો, આજે પણ આ આર્યપ્રજાની કળા-કારીગીરી અને જરૂરિયાતની ઉત્તમ ચીજો ઉત્પન્ન કરવાનું કૌશળ અજોડ જ હોત.
પરદેશના કારીગરોને ઉત્તેજન આપવા માટે પ્રથમ અહીંના માલ માટે ત્યાં વિચિત્ર જકાતી ધોરણ ગોઠવવામાં આવ્યાં. અહીં જેમ જેમ રાજકીય લાગવગ વધતી ગઈ, તેમ તેમ અહીં પણ જકાતી ધોરણ બદલાવી નાંખવામાં આવ્યું. જેમ જેમ સત્તા વધી તેમ તેમ અહીંના કારીગરો વધુ ને વધુ મુશ્કેલીઓમાં મૂકાતા ગયા. ત્યાંના કારીગરોને વધુ ઉત્તેજના મળતી ગઈ ને તેઓ પગભર થતા ગયા. તે તે કારીગરો પોતપોતાના ધંધામાં વગર હરીફાઈએ નવું નવું શોધતા ગયા અને જેમ જેમ વકરાનું ક્ષેત્ર તેમને મળતું ગયું, તેમ તેમ તેઓ આગળ ને આગળ વધતા ગયા અને સાથે સાથે શોધખોળોને નામે આપણી ઘણીખરી
૨૨