Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 28
________________ બાબતના ધંધાર્થીઓ ઉપર છે. ઇતિહાસ પાકી સાક્ષી પૂરે છે કે આ દેશમાં પરદેશીઓના આવ્યા પહેલાં દરેકે દરેક વસ્તુઓના બનાવનારા અને વેચનારા દુનિયાના કોઈ પણ ભાગ કરતાં મોટી સંખ્યામાં અને સારી કુશળતાવાળા અહીં હતા. આ દેશમાં રહેતા પ્રજાજનોની જરૂરની દરેકે દરેક ચીજો તેઓ બનાવતા હતા. એટલું જ નહીં પરંતુ, દેશાવરના લોકોની રુચિ અનુસાર તેઓના વપરાશની ચીજો પણ તેઓ બનાવતા હતા. કારીગરોમાં ચડતા ઊતરતા દરજજાના પણ અનેક વર્ગો હતા. એક જ ધંધાને લગતા સામાન્ય કળાવાળા કારીગરો જેમ હતા, તેમ જ એ જ ધંધામાં પારંગત અને પરમ નિષ્ણાત કાર્યકરો પણ હતા. જાડા ખાદીના વેજા વણનારા હતા, ત્યારે બીજી તરફ ઢાકાની મલમલ વણનારા પણ હતા. ગામડાંઓમાં પૂતળીઓ વાળા કોર છેડા નાંખનારા હતા, ત્યારે બીજી બાજુ પટોળા વણનારા પણ હતા. એમ જ સુતાર, દરજી, લુહાર, સોની તથા બીજા અનેક કારીગરો વિશે હતું. જયપુર, દિલ્હી, બંગાળનાં અમુક શહેરો કારીગરો માટે પ્રખ્યાત હતા. જુદી-જુદી કારીગીરી માટે જુદાંજુદાં ખાસ મથકો હતાં અને મથકરૂપે સ્થળો આખા ભારતમાં અનેક હતાં. એ રીતે પ્રજાને વ્યવહારોપયોગી અનેક ચીજો મળતી હતી. જો કે આ દરેક ચીજો પ્રાચીન કાળનાં વર્ણન કરતાં ઊતરતા પ્રકારની હતી. કારણ માત્ર પ્રજાની શક્તિ ઉત્તરોત્તર એટલી ઘટી હતી કે તેના પ્રમાણમાં કળા અને કારીગીરીમાં ફેર પડતો ગયો હતો. પરંતુ આજના કરતાં પરદેશીઓના આવ્યા ૨૧

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94