________________
જાય છે, તેમ તેમ એ વર્ગ કાયમ ત્યાંની કળાના ટેકામાં ઊભો રહે છે, તેમાં કોણ કોણ માણસો હોય છે, તે સમજવું જરૂરનું નથી. પણ એક સંખ્યા જાણ્યે અજાણ્યે કાયમ તે વર્ગ તરીકે ટકી રહેલી છે અને તેનો વિરોધી વર્ગ ઉત્પન્ન થતો જાય છે, તેમ તેમ સુધારક વર્ગ વધારેને વધારે સાવચેત રહે છે અને તે હરીફાઈમાં ઊભો રહી વધુ આગળ વધવા તત્પર રહે છે. પરદેશી લોકો બન્નેયને ઉત્તેજે છે. સુધારક વર્ગ જેમ જેમ જાહેરમાં આવે તેમ તેમ પોતાના માલનો વકરો વધે અને વિરોધી વર્ગ જેટલા જોરથી વિરોધ કરે તેટલા જોરથી સુધા૨ક ગણાતો વર્ગ વધુ ને વધુ મક્કમ થવા મહેનત કરે. બસ, આ બે વર્ગની હરીફાઈ ચાલ્યા કરે. એટલે પરદેશી ઉસ્તાદો નિશ્ચિતપણે ગણતરી કરીને વચ્ચેથી પોતાનો ધંધો વધાર્યે જાય. તેઓને માત્ર આ બે વર્ગની હરીફાઈ છાપાં મારફત હંમેશા ટકાવી રાખવી પડે, એટલે પછી બેડો
પાર.
દાખલા તરીકે—એક વખત સુધારક વર્ગ એવો હતો કે “વિલાયતી માલ જોઈએ. અસલ વિલાયતી જોઈએ. નકલ નહીં. બસ ફેન્સી જોઈએ. ફેશનેબલ જોઈએ” ત્યારે વિલાયતી માંગનારા સારા ગણાતા હતા, વિલાયતી વેચનારા સારા ગણાતા હતા અને વધુ પૈસા પેદા કરી શકતા હતા. વિલાયતી પસંદ કરનારા સમજુ ગણાતા હતા અને તેની વાત કરનારા વિદ્વાન શિરોમણિ ગણાતા હતા. આ આખું વાતાવરણ વિદેશી માલના વકરા માટે બસ હતું.
હવે, ભારતભૂમિમાં જ પરદેશી મૂડીનાં કારખાનાં
૨૫