________________
સંગ્રહ વધતો ગયો. ઉત્તરોત્તર શોધકો થતા ગયા. કારખાનાં થયાં. એમ યંત્રવાદ ઉત્પન્ન થયો. અનેક દેશમાં ફરતા મુસાફરો નવા-નવા અનુભવોનો ઉમેરો તેમાં કરતા ગયા. આ હાલના વિજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ છે. થોડા ઘણા પ્રાચીન વિચારકોના વિચારોને વિશેષ પુષ્ટિ આપી સિદ્ધાંત તરીકે નક્કી કર્યા એટલે વિજ્ઞાન ઊભું થયું.
ઇંગ્લૅન્ડ અને યુરોપની સામાન્ય બુદ્ધિની પ્રજા ભારત અને ચીન જેવી સંસ્કૃતિવાળી મોટી મોટી પ્રજાઓ સાથે એકલે હાથે હરીફાઈ કરી શકે તેમ હતી જ નહીં. એટલે યંત્રોની મદદ વિના તેઓને ચાલે તેમ હતું જ નહીં. આ હરીફાઈમાંથી ઉત્પન્ન થયેલી યંત્રવાદની તીવ્ર ભૂખમાંથી યંત્રવાદ ઊભો થઈ ગયો અને તે શાસ્ત્રીય સ્વરૂપ લેતો ચાલ્યો. કોઈપણ તેની સાથે જોડાયેલી અનેક વસ્તુઓમાં શોધખોળ શરૂ થઈ. દુનિયાની જાણવાની એવી શાખા નહીં હોય, કે જેને જાણવા માટે તે ગૌરાંગ પ્રજાના માણસો તે વખતથી રોકાઈ ગયેલ ન હોય.
હવે તમે સમજી શકશો, કે વિજ્ઞાન અને યંત્રવાદ એટલે યુરોપની કળા અને કારીગરોને આગળ વધવાનું અને આ દેશની કળા અને કારીગરોને નબળાં પાડવાનું એક સાધન.
આ દેશમાં ‘સુધારક' શબ્દ ધારણ કરનાર એક વર્ગ પરદેશીઓએ ઘણા વખતથી ઉત્પન્ન કરેલો છે. તે વર્ગ મારફત તે પ્રજાઓ આ દેશમાં પોતાના કારીગરોની જાહેરાત ફેલાવી શકે છે અને તેઓના માલના વકરાનાં ક્ષેત્રો ઉઘાડી શકે છે. એ વર્ગમાં તેઓની પ્રતિષ્ઠા ટકી રહે તે માટે નવું નવું આકર્ષક તત્ત્વ મૂલ્યે
૨૪