________________
તરફ અણગમો ઉત્પન્ન કરવાની અને ત્યાંના વિજ્ઞાન તરફ આકર્ષણ ઉત્પન્ન કરવાની યુક્તિયુક્ત ખૂબી ભરેલી ગુપ્ત કે પ્રગટ, સાક્ષાત્ કે પરંપરાએ અવશ્ય ગોઠવણ હોય છે. એ ગોઠવણ શાળા-કૉલેજોનું શિક્ષણ લેતા યુવાનો ઉપર અજબ અસર કરે છે, જે ત્યાંનાં ઘટક તત્ત્વોની કાયમ તરણ કરે છે. તેમાંના જે વધારે મોટી ઉંમરના અને દેશસેવાને નામે બહાર પડેલા હોય, તે જ દેશનાયકો. તેમની અને તેમના સૈન્યરૂપ યુવકોની પ્રગતિમાં વેગ એટલે આધુનિક વિજ્ઞાનને વેગ, આધુનિક વિજ્ઞાનને વેગ એટલે ગૌરાંગયુરોપીય પ્રજાની પ્રગતિને વેગ અને જગતમાંની કોઈ પણ પ્રજાની વિશેષ પ્રગતિ એટલે કોઈ પણ બીજી પ્રજાઓની વિશેષ અવનતિ, એ તેઓ ભૂલી જાય છે.
યુવકોને આગળ વધારવાની હિલચાલનું મૂળ આ રીતે ગોઠવાયેલું છે. એ સૂક્ષ્મ બુદ્ધિથી જ સમજાશે.
અહીં એક એ પ્રશ્ન થશે કે ભલે મોઘમ રીતે દરેક પદાર્થનું વિગતવાર વર્ણન જૈનશાસ્ત્રોમાં કરેલું હોય, પરંતુ તેટલાથી તે વ્યવહારોપયોગી ન થાય. દરેકે દરેક વસ્તુને વ્યવહારોપયોગી બનાવ્યા વિના તે બધું નકામું પડે છે. વળી વ્યવહારોપયોગી વસ્તુઓમાં પણ હલકી જાત તથા ચડિયાતી જાત હોય છે. તેના કરતાં પણ સારી જાતની વસ્તુ જોઈતી હોય, તે શોધખોળથી મેળવી શકાય છે. માટે શોધોની જરૂર પડે છે. શાસ્ત્રોમાં બતાવેલું શાસ્ત્રીય વિજ્ઞાન વ્યવહારમાં ઉપયોગી થઈ શકતું નથી.
૧૮