________________
ગ્રંથમાં નથી. કોઈ પણ વૈજ્ઞાનિક શોધી શકે તેમ નથી. તેમાં આજની ઇલેક્ટ્રિકસિટી, રેડિયમ, ટેલિવિઝન, ફોનોગ્રાફ વગેરેનાં તત્ત્વોનો ક્યાંકનો ક્યાંક સમાવેશ થઈ જાય છે. કોઈ બાબતમાં સંજ્ઞાભેદ, નામભેદ, વ્યાખ્યાભેદ, ઉપયોગી જણાય, તેટલા ઉપરથી તેની શાસ્ત્રીય વ્યવસ્થાને ક્ષતિ આવતી નથી. વખત જતાં હાલનું વિજ્ઞાન પણ એવા ઘણા ભેદોમાંથી પર થઈ ઘણી બાબતમાં એકમત થતું જાય છે.
પ્રાચીન ગ્રંથોમાં મોટા મોટા સિદ્ધાંતો-વૈજ્ઞાનિક નિર્ણયો, ઘણા જ ટૂંકાણમાં અને સૂત્રાત્મક રીતે લખેલા હોય છે. ત્યારે હાલનાં પુસ્તકોમાં એક સૂત્ર જેટલી વાતને માટે મોટું ચાળીશપચાસ રૂપિયાનું વૉલ્યુમ હોય છે, એવાં સૂત્રાત્મક વાક્યોના પણ
જ્યાં સંખ્યાબંધ ફકરાઓથી વસ્તુઓનું વર્ણન કરેલું છે, તેમાં કેટલી બધી બાબતો સમાતી હશે? જરૂરી નકશા, જરૂરી ચિત્રો, જરૂરી સમજનાં દૃષ્ટાન્તો પણ તેમાં સંખ્યાબંધ હોય છે. વાંચ્યા વિના, વિચાર્યા વિના, તુલના કર્યા વિના, સમજ્યા વિના, “આવું કંઈ છે જ નહીં” એવું બોલતા, માત્ર હાલના વિજ્ઞાન પર ફિદા થતા આ દેશના યુવાનોને જોઈને બહુ જ ગ્લાનિ થઈ આવે છે કે “અરે ! બીચારા પોતાના ઘરની વસ્તુ સમજ્યા વિના બીજી તુચ્છ વસ્તુ ઉપર કેવા મુગ્ધ બની ગયા છે”? બાળક જેમ માત્ર ચળકતા રમકડા ઉપર રાજી રાજી થાય અને ઊંચ-નીંચુ થાય, તેમાં ઉંમર લાયકને માત્ર હાસ્યવિનોદ સિવાય કંઈ પણ ન જણાય. અહીં તો હાસ્યવિનોદનો પણ અવકાશ નથી. કારણ કે પોતાના બંધુઓનો બુદ્ધિભ્રંશ થવાથી તેઓ અવળે માર્ગે દોરાઈ
૧૫