________________
સાંગોપાંગ ત્રણેય કાળના રંગનું તો માપ આપી શકશે જ નહીં.
આ પ્રમાણે જ બાકીનાં બીજાં બધાં પુદ્ગલના પરિણામો વિશે સમજવું. સંસ્થાન વિશે-ગોળમટોળ, પ્રતરગોળ, સમચોરસ, ઘનચોરસ, ત્રિકોણ વગેરે આકૃતિઓની શરૂઆત, પરમાણુને બિંદુ તરીકે રાખીને પરમાણુની વૃદ્ધિથી એટલા બધા અસંખ્ય પ્રકાર પાડી બતાવ્યા છે કે જગતમાંની કોઈ પણ આકૃતિ તેની બહાર રહી શકતી નથી. તમામ સંભવિત આકૃતિઓનો તેમાં સમાવેશ થઈ જાય છે. હવે બીચારા આધુનિક ભૂમિતિ શાસ્ત્રનો તેની આગળ શો હિસાબ ?
યથાયોગ્ય યોજેલાં સ્થાન, પથારી, ભોજન વગેરે સામગ્રી જીવનકર અને આયુષ્કર રહે છે, અને એ બધાં વિપરીત હોય તથા ઝેર, શત્રુ, અગ્નિ વિગેરેથી મરણ નીપજે છે. ઇષ્ટ વર્ણાદિ સુખ આપે છે અને અનિષ્ટ દુઃખ આપે છે.
આ દરેક વિશે એટલાં બધાં વિગતવાર શાસ્ત્રીય વર્ણનો છે કે, જેમાં કાંઈ પણ બાકી રહેવા પામતું નથી.
૫૨માણુઓ ભેગા કેમ થાય છે ? છૂટા કેમ પડે છે ? એક પરમાણુમાં અનંત શક્તિઓ કેવી રીતે છે ? તેનું વર્ણન ૨૮ વર્ગ વર્ગણાઓ, ગ્રાહ્ય-અગ્રાહ્ય વર્ગણાઓ, અચિત્ત મહાસ્કન્ધો, પરિણામો, જેની જુદી-જુદી અનંત અસરો ચેતન સાથેના સંબંધોથી પુદ્ગલો ઉપર થતા નવાં નવાં પરિણામો-આ બધાંનું શાસ્ત્રીય વર્ણન એટલું બધું વિસ્તારપૂર્વક, પદ્ધતિસર, સૂક્ષ્મ વિચારથી ભરેલું, જૈનશાસ્ત્રોમાં છે કે જે જગતના કોઈ પણ
૧૪