________________
શ્વાસોચ્છવાસમાં પુદ્ગલ દ્રવ્યો ઉપયોગી છે. જીવન-મરણ, સુખ-દુઃખ પણ તેને લીધે થાય છે.
આ કહ્યા પછી તે દરેકના એટલા બધા પેટા ભેદો સમજાવે છે કે, જ્યાં આપણી બુદ્ધિ કામ જ ન કરે. દા. ત. પાંચ વર્ણ એટલે રંગ તો સમજયા. હવે કોઈ પણ એક લાલ વગેરે રંગ લઈએ. તેનો એક નાનામાં નાનો અંશ, તે વર્ણપરિચ્છેદ કહેવાય. એવા અમુક રંગના પરિચ્છેદો ભેગા થાય, ત્યારે એક વર્ગણા ગણાય અને એવી અનંત વર્ગણાનો એક રંગસ્પર્ધક થાય, એવા વર્ણસ્પર્ધકો જગતમાં અમુક સંખ્યામાં કુલ છે. વ્યવહારમાં તેનો વિચાર જૈનશાસ્ત્રકારો આ પ્રમાણે કરે છે. જગતમાં જેટલી લાલ ચીજો હોય, તેને એકઠી કરો. લાખો કરોડો બલ્ક અનંત એવી લાલ ચીજો આપણને મળી શકશે. દરેક ચીજો એક લાલ રંગની જ ગણવાની. પરંતુ તે દરેકનો લાલ રંગ પણ એક સરખો હોય જ નહીં. કોઈકમાં ઘેરો લાલ હશે, કોઈમાં સામાન્ય લાલ હશે, કોઈમાં ખૂલતો લાલ હશે, કોઈમાં ઝાંખો લાલ હશે. તેનું કારણ શું? તેનું કારણ એટલું જ કે લાલ વર્ણના સ્પર્ધકોની સંખ્યા ઓછીવત્તી છે. જેમાં લાલ વર્ણના ઓછા સ્પર્ધકો હોય, તેમાં લાલાશની કમી હોય અને વધુ સ્પર્ધકો હોય, તેમાં લાલાશ વધારે હોય. એ જ પ્રમાણે ગંધ વગેરે વિશે પણ સમજી શકાય.
આમ કરવાથી, જગતમાંની ત્રણેય કાળની તમામ લાલાશનું માપ અને ઓછાવત્તાપણાનું શાસ્ત્રીય ધોરણ નક્કી કરી આપ્યું. શું બાકી રહે છે, કે જેને શોધવા જુદી મહેનત કરવી પડે ? હાલનું વિજ્ઞાન આ પ્રમાણે પોતાની સ્વતંત્ર શક્તિથી
૧૩.