Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 17
________________ પહેલી પૂજા છે. તેમજ “જેમ જેમ આધુનિક વિજ્ઞાન ખીલતું જાય છે, તેમ તેમ જૈન સિદ્ધાંતો સાબિત થતા જાય છે,” તે પણ અર્ધ સત્ય કે ખોટું છે. કેમ કે એક નક્કી થઈ ગયેલી બાબતને ફરીથી શોધવા માટે શક્તિ, ધન અને સમયનો વ્યય કરવો એ જગતને સત્યથી વંચિત રાખે છે. એટલે કે જગતમાં કેટલું નુકસાન થાય છે, એ દેખીતું જ છે. એટલે હાલની શોધોથી જૈન સિદ્ધાંતનાં કેટલાંક તત્ત્વો સાબિત થતાં હોય, તેટલા ઉપરથી જૈનદર્શનનું તત્ત્વજ્ઞાનદર્શનનું માન સચવાતું નથી. મી. ટેસીટેરીએ વાક્યો ઉચ્ચારીને જૈનોને પણ હાલના વિજ્ઞાનની ખિલવણીમાં સામેલ કરવાની યુક્તિ વાપરે છે, “પોતાના શાસ્ત્રના સિદ્ધાંતો સાબિત કરવાની લાલચથી પણ જો તેઓ આકર્ષાય, તો હાલના વિજ્ઞાનને સારો ટેકો મળે,” એ આશયથી જૈનદર્શનના વખાણ કરે છે, બાકી તેમાં કશી ખાસ વિશેષતા નથી અને એવા વખાણથી ભોળવાવાનું યે નથી. જગત મિથ્યા પ્રયાસ છોડીને એ "સિદ્ધમતને વળગીને આગળ ચાલવું તેને બદલે આજની યુરોપીય દુનિયા ભાંગફોડમાં પડેલી છે અને તત્ત્વજ્ઞાનદર્શનને વળગેલાઓને પણ વિજ્ઞાનની આકર્ષક અને ઉત્તેજક વાતો કરીને તત્ત્વજ્ઞાન અને તેને અનુસરતા યોગ્ય જીવોને આર્ય જીવનથી દૂર કરે છે. ૧. સિદ્ધ મોપયયો પામ નિમણ 1 - પુવવવવસૂત્ર હે લોકો ! સિદ્ધિ-ચોક્કસ તરીકે સાબિત થઈ ચૂકેલા શ્રી જિનમતને પ્રયત્નપૂર્વક નમો.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94