Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 11
________________ છતાં “કાન્ટ” વગેરે ફિલસૂફો એ તત્ત્વજ્ઞાનના અભ્યાસની પાઠશાળામાં પાટી ઉપર ધૂળ જ નાંખી છે, એમ કહેવું પડશે અને બીજા પણ અનેક આધુનિક વિદ્વાનો એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે. પ્રાચીન કાળનાં દર્શનો અને ધર્મ તરફ જોઈશું, તો તે પણ બધાં વૈજ્ઞાનિક ધર્મો જણાશે. આગળની ભૂમિકા ઉપર કોઈ ચડેલાં જણાતાં નથી. એટલું ખરું કેટલાક ધર્મ સામાન્ય ભૂમિકા કરતાં ઉપરની ભૂમિકા ઉપર હશે, ત્યારે કેટલાક એક કરતાં વધુ વિજ્ઞાનોના પાયા ઉપર રચાયેલા માલૂમ પડશે. દા. ત. વેદાંત, “જગતમાં કેવળ એકલું બ્રહ્મ છે-જગત માત્ર બ્રહ્મમય જ છે”, એમ કહીને જગતન. એકીકરણનું વિજ્ઞાન પૂરું પાડે છે, ત્યારે વૈશેષિકદર્શન વગેરે પૃથક્કરણ સમજાવે છે. ન્યાયદર્શન પ્રમાણશાસનું વિજ્ઞાન સમજાવે છે. ત્યારે મીમાંસકો શપ્રમાણના વિજ્ઞાનને દઢ કરે છે. સાંખ્ય પ્રકૃતિ અને પુરુષમાં જગતને વહેંચે છે અને યોગદર્શન યોગવિદ્યાનું વિજ્ઞાન પૂરું પાડે છે. બૌદ્ધદર્શન જગતની અનિત્યતા અને વૈરાગ્યભાવનાનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે વેદાંત માત્ર જગત નિત્ય જ છે, એમ કહીને નિત્યતાનું વિજ્ઞાન પૂરું પાડે છે. છંદ અવેસ્તા મન-વચનકાયાની પવિત્રતા ઉપર ભાર મૂકે છે. ત્યારે ખ્રિસ્તી ધર્મ સહનશીલતા અને પરદુઃખભંજન પરોપકારની નીતિનું માત્ર જ્ઞાન આપે છે. કુરાનેશરીફ શ્રદ્ધા અને મક્કમતા દઢ કરે છે. ચાણકયનું અર્થશાસ, ચરકનું આરોગ્યશાસ, પાણિનિનું વ્યાકરણશાસ, મમ્મટનું કાવ્યપ્રકાશ, ભરતનું

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94