Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 13
________________ સરળ શબ્દાર્થ અક્રિય : એક પદાર્થ બીજા પદાર્થની ક્રિયા ન કરે, અથવા સહક્રિયા. અગુરુલઘુત્વગુણ : જડ અને ચૈતન્ય બંનેમાં હોય. જે શક્તિના કારણથી એક દ્રવ્ય અથવા ગુણ અન્ય રૂપે ન પરિણમે. અથવા ગુણ વિખરાઈને જુદા ન પડે. સૂક્ષ્મ પરિણમન થયા કરે. અગુરૂલઘુ : લોઢાના ગોળા જેવો ભારે નહિ કે રૂ જેવો હલકો નહિ. અથવા સિદ્ધના જીવોને ઉચ્ચનીચ ગોત્રકર્મનો અભાવ. અઘાતીકર્મ : નામ, ગોત્ર. વેદનીય અને આયુષ્યની પ્રકૃતિ જે આત્માના ગુણોને આવરણ કરે તે શુભાશુભ હોય. અછેદ્ય : કોઈ નિમિત્તથી છેદાય નહિ. આત્મા અભેદ્ય છે, અછેદ્ય છે. અદ્વૈત : અભેદ - અભિન્ન, એકરૂપ. અંતર્મુહૂર્ત : ૧ સમયથી માંડીને ૪૮ મિનિટનો સમય. તેમાં વચ્ચેનો બધો સમય નાનુંમોટું અંતર્મુહૂર્ત ગણાય. અંતઃકરણ : મનની શુદ્ધ અવસ્થા. આત્મસ્ફુરણા. અધ્યાત્મ : આત્મ પ્રેરિત ભાવ, આત્મ સમીપનું અનુસંધાન. અધ્યાસ : જે તે પ્રકારનો ભ્રમ અથવા ગાઢ પરિચય, દેહાધ્યાસ વગેરે. અનાદિઅનંત : અનાદિ જેની આદિ-પ્રારંભ નથી. અનંત જેનો અંત નથી તેવા વિશ્વના જીવાદિ તત્ત્વો. અધિકરણ: સાંસારિક ક્રિયાનાં સાધનો, શસ્ત્ર વગેરે. અધિષ્ઠાન અપ્રમત્ત મુનિજનોનું સાતમું ગુણસ્થાનક, પ્રમાદ રહિત દશા. અવાંતરસત્તા : અંતરગત સત્તા. અવિનાશી : નાશ ન પામે તેવું. અવધિજ્ઞાન : ચૌદરાજલોક, (વિશ્વના) રૂપી પદાર્થોને અતિન્દ્રિય જ્ઞાન વડે અલ્પાધિક જાણે. અવગાહન : જગા, જીવનું શરી૨ પ્રમાણ ક્ષેત્ર, આકાશનો અવગાહન ગુણ. અસદ્ભૂત : જેમકે નિશ્ચયની દૃષ્ટિએ તત્ત્વની વિપરીત સમજ તે અસદ્ભૂત વ્યવહાર છે. હું દેહ છું, વિગેરે અસાધારણ ગુણ : જે ગુણ અન્ય પદાર્થમાં ન હોય. જેમ કે આત્માનો ચેતનગુણ અને પુદ્ગલનો જડ ગુણ. જે ગુણથી પદાર્થ ઓળખાય. Jain Education International ૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 290