________________
પ્રસ્તુત ગ્રંથમાં શું અધ્યયન કરશો તેની આછી રૂપરેખા – અનુક્રમ
પ્રસ્તુત ગ્રંથના વાચકે નોંધ લેવી. શબ્દાર્થ જોતા જવા.
વાચનાર જોશે તો સમજાશે કે સ્વરૂપની સાધનાના સોપાન ચઢવાવાળો સાધક છે. તેને સંસારમાંથી ઊઠવાનું છે તેથી ગ્રંથના અધ્યાયના ક્રમમાં તેની ભૂમિકાને લક્ષ્યમાં રાખી છે. પ્રથમ અધ્યાય સંસારના સ્વરૂપનો છે. જેમાં સંસારમાં રહેવાવાળા સાધકને
મુક્તિનું લક્ષ્ય લેવાનું છે. બીજો અધ્યાય સંસાર જેના પર ઊભો રહ્યો છે. એ પર-ભાવનો છે. અર્થાત્
ભૌતિકતાની પ્રચુરતા દર્શાવી છે. ત્રીજો અધ્યાય પરભાવથી ઉપર ઊઠવા સાધનાનો છે. જેની વિશદતા બતાવી
છે કે સાધનાની દઢતા કેવી હોય ? ચોથો અધ્યાય અધ્યાત્મયોગ છે કારણ કે સાધનામાં અધ્યાત્મયોગ અત્યંત
આવશ્યક છે. પાંચમો અધ્યાય અધ્યાત્મનું પરિણામ મુક્તિના બીજ સમકિતનો છે. છઠ્ઠો અધ્યાય સમ્યક્તની પરિપક્વતા માટે તત્ત્વની સમજ તથા યોગ્યતા માટે
દ્રવ્ય ગુણ પર્યાયની કંઇક રૂપરેખા છે. સાતમો અધ્યાય પરમાત્માએ નિશ્ચયધર્મના લક્ષ્ય માટે બતાવેલ ત્રિપદી ઉત્પાદ
વ્યય ધ્રૌવ્યનો છે. જે વડે જીવનું જે નિરાવરણ જ્ઞાન છે તેનું
લક્ષ્ય થાય છે. આઠમો અધ્યાય આ તત્ત્વદષ્ટિની સાધનાની ભાવિ ફળશ્રુતિ કેવળજ્ઞાન છે.
કેવળજ્ઞાનની ફળશ્રુતિ મુક્તિ છે. તેનું લક્ષ્ય થવાનું રહસ્ય છે. નવમો અધ્યાય મુક્તિને બાધક કર્તા-ભોક્તાભાવની વૈભાવિક અવસ્થા છે. તેના
નિવારણ માટે સ્વભાવદશાનું નિરૂપણ છે. દસમો અધ્યાય સ્વભાવ દશાને પામેલો જીવ અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે સંસારની અજ્ઞાનવશ અનાદિથી સેવેલી યાત્રાનો દસમા અધ્યાયમાં અંત આવે છે. અમરત્વની પ્રાપ્તિ પ્રક્રિયાનો લેખ તેમાં ઉમેર્યો છે. એથી આ ગ્રંથ સોપાન – નિસરણીના ભાવથી ગૂંચ્યો છે.
પારિભાષિક શબ્દોની સંક્ષિપ્ત અર્થાવલિ આ સાથે મૂકી છે.
૧૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org