________________
તંત્રનું નિયમન કરે છે. આ જરૂરિઆતને સંદેશ મરિતષ્કનાં ઉપરોક્ત કેન્દ્રો ઉપર પડતાં તે મુજબ તેમાં ક્રિયા થાય છે અને તેથી દેહમાં કાર્યવેગની વૃદ્ધિની જરૂર હોય તે જમણી નાસિકાનું દ્વાર વિકાસ પામે અને શ્વાસનું ગ્રહણ ત્યાંથી થાય છે જે મસ્તિષ્કના ચેકસ કેન્દ્રને ઉત્તેજના પહોંચાડવાનું કાર્ય કરે છે. જીવનને કાર્યવેગ ઓછો કરવાનું જરૂરી બને ત્યારે મસ્તિષ્કનાં ઉપરોક્ત કેન્દ્રો તે રીતે સક્રિય બને છે તથા જમણી બાજુની નાસિકાનું કેન્દ્ર સરકાચ પામતાં તે બાજુનું શ્વાસગ્રહણ બંધ થાય છે. નાસિકાના દ્વારેને સંકેચ અથવા વિસ્તાર દેહની આંતરિક જરૂરિયાત મુજબ કુદરતી થાય છે. શ્વાસગ્રહણમાં રહેલું પ્રાણતત્વ મસ્તકનાં કેન્દ્રોને ક્રિયાશીલ રહેવામાં સહાયક બને છે. સ્વસ્થ શરીરમાં આપોઆપ ચાલતી
આ ક્રિયા સ્વાસ્થને પિષક બને છે. પરંતુ બીમાર શરીરમાં આ ક્રિયા વિપરીત ચાલતી હોય છે એટલે બીમારી હોય ત્યારે જે બાજુને શ્વાસ ચાલતો હોય તે નાસિકા બંધ કરીને બીજી બાજુને શ્વાસ ચલાવવાની સ્વરદયમાં ભલામણ કરવામાં આવી છે તથા તેને ઉપાય દર્શાવવામાં આવ્યો છે. આવી રીતે ધીરજથી પ્રયોગ કરવાથી બીમારીને કાળ ઓછો થાય છે તે અનુભવથી સિદ્ધ થઈ શકે એમ છે. આમ સ્વરોદયની ક્રિયાને આરોગ્યની દૃષ્ટિએ સમર્થન મળે છે.
સ્વરોદય જ્ઞાન ઉપરનું વૈજ્ઞાનિક સંશોધન ભલે પ્રાથમિક અવસ્થામાં હોય પરંતુ તે આ જ્ઞાનની ઉપયોગિતા સિદ્ધ કરવા માટે તથા તેને વ્યવહારિક લાભ મેળવવા માટે તથા તે અથે વાચકમાં આ શાસ્ત્ર પ્રત્યે અભિરુચિ જાગૃત કરવા માટે પર્યાપ્ત છે.
પરંતુ સ્વરોદય જ્ઞાનનો મૂળ હેતુ પરમાર્થિક છે. વ્યાવહારિક લાભો પણ પરમાર્થ સિદ્ધિ કરવા માટેની અનુકૂળતાએ સજવા માટે સ્વરોદય શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે. ચિદાનંદજીએ પણ આ જ્ઞાનના નિરૂપણને મૂળભૂત આશય પરમાર્થ છે તે જૈન તત્વદર્શનને અનુરૂપ એલીથી સમજાવવા માટે આ ગ્રંથમાં અનેક રીતે પ્રયત્નો કર્યા છે.
સ્વરદયને પ્રાણુયામ ધ્યાનની પ્રથમ ભૂમિકા તરીકે તથા દેહ તથા જીવનું ભેદજ્ઞાન કરવા માટે ડિસ્થ યાનના એક પ્રકાર તરીકે વર્ણ છે તે આ ગ્રંથની નિજી વિશેષતા છે. આ આશય માટે પ્રાણાયામની વ્યાખ્યા વ્યાપક કરી ધ્યાનનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાણુંયામ યાનની દશ ભૂમિકામાં સ્વરેાદય જ્ઞાનની ઉપલબ્ધિને પ્રથમ ભૂમિકા
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org