________________
ફેરફાર થાય છે તેના ઉપર આ સંશોધન સારે પ્રકાશ પાડે છે. મસ્તિષ્ક તથા દેહના અન્ય અવય સાથે જ્ઞાનતંતુઓના સંસ્થાન દ્વારા સંબંધ, આ અવયમાં થતી ક્રિયાઓ તથા આ ક્રિયાઓને દેહના અગણિત કેમાં થતી રાસાયણિક ક્રિયાઓ સાથે સંબંધ તે સર્વેના કારણે લેહીના બંધારણ, હૃદયના ધબકારા અને શ્વાસોચ્છાસનાં પ્રમાણ પ્રકાર તથા સંખ્યા ઉપર પડતી અસર વગેરે વિશે “ફિઝિયોલેજમાં જે જ્ઞાન સંપાદિત થયેલું છે તેના આધારે, કેટલીક ખૂટતી કડીઓ પૂરી પાડીને પ્રાણશક્તિના પ્રભાવથી આ ક્રિયાઓ કેવી રીતે ક્રમશઃ થઈ શકે તેની વિશેષ માહિતી આ સંશોધન પૂરી પાડે છે. દેહ જીવંત છે, અનેક જૈવિક પ્રક્રિયાઓની જટિલ વ્યવસ્થા તેમાં જોવા મળી છે. આ સર્વે સુપેરે સમજવી હોય તો ‘ફિઝિયોલોજી ની પરિભાષામાં એક વિસ્તારપૂર્ણ સ્વતંત્ર લેખની જરૂર પડે. પરંતુ તેથી વિષયાંતર થયા વગર રહે નહિ. વિષયાંતર કર્યા વિના વાચક સમક્ષ વિષયની સ્પષ્ટતા કરવા માટે અનેક અન્યોન્ય આશ્રિત ક્રિયાઓ તથા પ્રતિક્રિયાઓ સ્વરૂપ જૈવિક ઘટનાઓના સમૂહ, શાસ્ત્રીય પરિભાષામાં સાંગોપાંગ વર્ણન કરવાનું ટાળીને, જરૂર પૂરતું તથા શક્ય તેટલી સરળ ભાષામાં જે વિવેચન કરવામાં આવશે તેને, તે અર્થમાં ગ્રહણ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
નાસિકાના ઊંડાણમાં જ્ઞાનતંતુઓની જાળ આવેલી છે. તેમાં ઉત્તેજન ગ્રાહકો– Receptors' રહેલા છે. આ ઉત્તેજન ગ્રાહકે ગંધને ગ્રહણ કરે છે. તેનાથી જ્ઞાનતંતુઓને માગ ઉત્તેજિત થાય છે. વિદ્યુતમાં પરાવર્ત થયેલી ઉત્તેજના મસ્તિષ્કના મધ્યભાગમાં સ્થિત “OIfactory. tubercule- ગધગ્રહણની સંરચના' સુધી પહોંચે છે. ગંધગ્રહણ માટેની આ વ્યવસ્થા શ્વાસમાં રહેલી પ્રાણશક્તિને પણ વિશિષ્ટ ઉત્તેજના તરીકે ગ્રહણ કરે છે. વિદ્યુતમાં પરાવત કરે છે તથા તે શક્તિને ગંધગ્રહણના વિભાગ ‘nifactory tubercule સુધી પહોંચાડે છે. ત્યાંથી તે શક્તિ પસાર પામીને “એમીગૂડેલા–Amygdela', હીપ કેમ્પસૂHippo Campus અને “હાઈપો થેમસ-Hypothalmus’ વગેરે સંરચનાઓમાં પહોંચે છે. તેમાં થઈ રહેલાં કાર્યો ઉપર તેને પ્રભાવ પડે છે. મસ્તિષ્કના ઊંડાણમાં જે અનેક અદ્દભુત સંરચનાઓનું વ્યવસ્થા તંત્ર આવેલું છે, તેમાંથી કેટલીકનો ઉલલેખ ઉપર કરવામાં આવ્યું છે. આ એક ગૂઢ વિસ્તાર છે. તેના બધાં રહસ્યો વિજ્ઞાન હજી ઉકેલી શકયું નથી. મસ્તિષ્કના આ વિસ્તારમાં મને દૈહિક કાર્યોના આદેશાની આપ–લે થતી જોવા મળે છે. મન તથા
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org