Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 10
________________ તે વિવતો સ્થૂળ ભાવ પામતાં પદાર્થો ઉત્પન્ન થયા એટલે કે “ભૂત” થયા. પાંચ પ્રકારમાં વિભક્ત થવાથી પંચ મહાભૂત કહેવાયા. વિજ્ઞાને પદાર્થ માત્ર સૂક્ષ્મમાં શકિત સ્વરૂપ છે તે માન્ય કર્યું છે. પરંતુ હવે તે એવી ધારણું પ્રત્યે વળી રહ્યું છે કે સ્થળમાં ભલે પદાર્થો અલગ ભાસે પરંતુ તેઓ અંતિમ એવા અણુના અશ અથવા કણસ્વરૂપમાં તે પ્રકૃતિમાં વ્યાપ્ત એક મહાશકિતનો સ્થાનિક, બહુરૂપી તથા ક્ષણિક આવિષ્કાર છે. તેનું અસ્તિત્વ પૂર્ણપણે ભિન્ન પૂરવાર કરી શકાતું નથી. તેને અનેક પ્રકારના સંબંધમાં સુગઠન પામેલી વ્યાપક વ્યવસ્થાના વિશિષ્ટ ગુણ ધરાવતા એક ભાગ રૂપે ગ્રહણ કરવું પડે છે. જે પ્રાણને વિશ્વમાંથી ગ્રહણ કરીએ છીએ તે સર્વત્ર છે. સર્વ પ્રાણીઓ અને પદાર્થો સાથે અનુસંધાન પામેલા છે, પરંતુ તેની અભિવ્યકિત પ્રાણીઓમાં જોવા મળે છે. તેથી તેને જીવનશકિત તરીકે ઓળખીએ છીએ. તે પ્રાણ અતીત, વર્તમાન તથા અનામત સર્વ વિશ્વ ઘટનાઓ સાથે અગમ્ય રીતે સંકળાયેલા છે એ આ શાસ્ત્રનો વિશ્વાસ છે. તેથી ઘટનાઓને તિષની જેમ વિસ્તારપૂર્વક ફળાદેશ સ્વરોદયના આધાર ઉપર આ ગ્રંથમાં જણાવવામાં આવ્યો છે. શાસ્ત્રો શ્વાસની ક્રિયારૂપી દર્પણમાં આ અદશ્ય શક્તિના પ્રભાવને નિહાળે છે પરંતુ આ અદશ્ય શકિતને વિદ્યુતના માધ્યમ દ્વારા દશ્યમાન કરવાના તથા તેના ફોટા પાડીને અભ્યાસ કરવાનું શકય બન્યું છે. “હાઈ ફ્રીકવન્સી ઇલેકટ્રિક ફિલ્ડ ઉપજાવી કિરલેન ફેટોગ્રાફી ટેનિક'થી સજીવ ધાન્ય, વૃક્ષનાં પત્ર, પુષ્પ, ફળો, મનુષ્યના હાથ ઇત્યાદિ ગોઠવીને ફોટાઓ લેવાનું તથા વિશિષ્ટ પ્રકારના દમ્ કાચનાં ઉપકરણોમાંથી તેઓને નજરે જોવાનું પણ શક્ય બન્યું છે. નિજીવ વસ્તુઓના ફોટા પાડવામાં આવ્યા ત્યારે તેમાંથી શાંત પ્રકાશ ઝરતો નિહાળવામાં આવ્યું પરંતુ સજીવ પદાર્થોનાં ચિત્રો અથવા દો નિહાળતાં મનને મુગ્ધ કરે તેવા રંગબેરંગી પ્રકાશના પરિવર્તન પામતા પ્રવાહ જોવા મળ્યા. તંદુરસ્ત મનુષ્યના હાથમાંથી ઊઠતી બહાર વહેતી તરંગલીલાઓ સ્પષ્ટ જ હોય છે. છતાં તેની ન સમજાય તેવી રીતે અસ્પષ્ટ છાપે કયારેક ઊઠતી જોવા મળી ત્યારે તેને ટેકનિકની કોઈ ભૂલ માનવામાં આવી. પરંતુ આવું બન્યા પછી ટૂંક સમય બાદ એ જ મનુષ્ય રોગગ્રસ્ત થતાં જણાયા. મન જ્યારે ક્ષોભ પામ્યું હોય ત્યારે પણ પ્રકાશના તરંગનાં ચિત્રો મંદ અથવા અલગ પ્રકારનાં જોવા મળ્યાં. મનુષ્યના સ્વારથ્યના તથા તેના મનદૈહિક આવેગોને રંગબેરંગી પ્રકાશમાન તરંગો સાથે ગાઢ - 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 158