Book Title: Swarodaygyan Author(s): Amrutlal Kalidas Doshi Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 8
________________ આથી ફલિત થાય છે કે નાડીમાં જોવામાં આવતા ઉશ્વાસના પરિવર્તનના મૂળમાં અતિ ચંચળ પ્રાણશકિતમાં થતા ફેરફારો કારણભૂત છે. તેથી તે માત્ર શ્વાસની ધૂળ ક્રિયા ન રહેતાં પ્રાણનાં લક્ષણો દર્શાવનારી બની રહે છે. શાસ્ત્રોએ આ પરિવર્તનને પાંચ પ્રકારમાં વર્ગીકૃત કર્યા છે તથા પ્રત્યેક નિશ્ચિત થયેલા પ્રકારને તત્વની સંજ્ઞા આપી છે. દા. ત. શ્વાસ જ્યારે નાસિકા સન્મુખ ચાલતો હોય અને તેનું વહન બાર આંગળ દૂરથી હથેળીમાં થતા સ્પર્શથી અનુભવી શકાય ત્યારે તેને પૃથ્વીતત્વની સંજ્ઞા આપવામાં આવી છે. શ્વાસમાંના વાયુના પરમાણુઓ પ્રાણુશકિતથી પ્રેરાઈને નિશ્ચિત આકાર તથા ગતિ ધારણ કરે છે જે પ્રયોગ દ્વારા અનુભવી શકાય છે. દર્પણ સન્મુખ રાખીને જે તેના ઉપર નિઃશ્વાસ છોડવામાં આવે તો હવામાં રહેલા ભેજને કારણે એક ધૂંધળી છાપ પડે છે. આ છાપ ચરસ, ગોળ વગેરે આકારની હોય છે. તે છાપની આકૃતિને અભ્યાસ કરવાથી કયા તરવમાં શ્વાસ ચાલે છે તેનું આકાર મુજબ અનુમાન થઈ શકે છે. દા. ત. પૃથ્વી તત્વની ચોરસ છાપ ઊઠે છે. કંઠમાંથી શબ્દકે સૂર રૂપે કે શ્વાસમાંથી ઉપર દર્શાવ્યા મુજબ તરવરૂપે નિસરણ પામતા સ્વરને વર્ણયુકત કહેવામાં આવ્યું છે. અ, આ, ઈ વગેરે વર્ણાક્ષરો તરીકે પ્રચલિત છે. તંત્રમાં પ્રત્યેક વર્ણાક્ષરને ષોમાં નિશ્ચિત સ્થાન આપીને સંપૂર્ણ વર્ણમાળાને દેહ અંતર્ગત પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. રંગ માટે “વ” સંજ્ઞા ભાષામાં આપવામાં આવી છે. અક્ષરની જેમ પ્રત્યેક ચક્રમાં પીળા, લાલ વગેરે રંગસૂચક “વણું” એગના ગ્રંથમાં દર્શાવવામાં આવ્યા છે. પ્રકાશ તથા વનિના ભેદ એટલે કે શબ્દો અને રંગો માટે સમાન સંજ્ઞા “વણું' નિશ્ચિત કરવામાં આવી છે. એક જ સ્પંદનાત્મક શક્તિની તેઓ અભિવ્યકિત છે તે હેતુ તેમાં અભિપ્રેત હોઈ શકે છે ! દેહમાં ધૂળરૂપે કોઈ ચક્ર જોવામાં આવતાં નથી પરંતુ સુષુમણા નાડીનાં ચોકકસ રથાનમાં પ્રાણનો પ્રવાહ સવિશેષ અને વલયાકારે વહેતો, સૂક્ષ્મ ચિંતનમાં અનુભવાતાં, શાસ્ત્રજ્ઞોએ આ અનુભવને યોગ્ય સંજ્ઞાઓ આપીને ષક્રનું સવિસ્તર વર્ણન કર્યું છે. તેમાં પ્રત્યેક ચક્રનાં વર્ણ તથા તત્વ દર્શાવ્યાં છે. વિશેષમાં જે સામાન્યપણે રહેલું હોય તે “તત્ત્વ” કહેવાય છે. તત્વ શબ્દ જાતિસૂચક છે. જાતિના સમાન ગુણધર્મને તે પ્રકાશ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 158