Book Title: Swarodaygyan Author(s): Amrutlal Kalidas Doshi Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 7
________________ કરવા માટે ગ્રહણ કરીને આ જ્ઞાનશક્તિ સૂક્ષ્મ શબ્દરૂપે પરિણામે છે. આ ચૈતન્ય અથવા જ્ઞાનનું સ્વરણ-અનુસરણ કરનારા હેવાથી અકારાદિ સ્વર કહેવાય છે. આ મૂળ શક્તિનો અર્થ રૂપે પ્રકાશ કરનારા હેવાથી તે સ્વરની સંજ્ઞા પામે છે. આમ ત્રણ પ્રકારે દર્શાવાયેલું “સ્વર'નું આ કારણ સ્વરૂપ છે. જ્ઞાનનો અર્થ રૂપે પ્રકાશ કરવો એ તેને સ્વભાવ છે. અકારાદિ વણે તેનું કાર્ય હોવાથી “સ્વર' કહેવાયા છે. નિઃશ્વાસ, પ્રાણુના સંચારથી થતી નૈસર્ગિક ક્રિયા છે. મન તથા દેહના આંતરિક ગુણધર્મો તેમાં પ્રકાશ પામે છે. તદુપરાંત સ્વર–જ્ઞાનને પ્રકાશ કરનાર તરીકે માન્ય કરી તેને પણ “સ્વર'ની વિશેષતા સૂચક સંજ્ઞા આપવામાં આવી છે. સ્વાદય શાસ્ત્ર તેનું પ્રમાણ છે. શબ્દથી બેધ ઉત્પન્ન થાય છે તેનું પ્રમાણ જીવનમાં થતો પ્રત્યક્ષ અનુભવ છે. પરંતુ નિઃશ્વાસથી જે સ્વરજ્ઞાનની પ્રાપ્તિ થાય તે મનુષ્ય માટે સહજ અનુભવ નથી. શાસ્ત્રવચન તેનું પરાક્ષ પ્રમાણ છે. સાધના દ્વારા તેને અનુભવ પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં પ્રત્યક્ષ કરે પડે છે. સ્વરને ઉદય નિરંતર જેમાં ભાસ્યમાન થાય છે તેવા આપણા શ્વાસનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ તો તે કોઈવાર જમણી નાસિકામાંથી તે કોઈવાર ડાબી નાસિકામાંથી, ક્યારેક લાંબો કયારેક ટંકે, ક્યારેક ઊર્વ કયારેક અધે અને વળી કયારેક સન્મુખ તો કયારેક તીર્થો વહેતે અનુભવાય છે. બન્ને નાસિકામાંથી એક સાથે શ્વાસને મંદ સંચાર થતો પણ કયારેક જોવા મળે છે. શ્વાસનું વહન જે નસકોરામાંથી થાય તે બાજુમાં આવેલી શરીરની નાડીમાં પણ તેના પ્રેરક પ્રાણને વિશેષ સંચાર થાય તે સહજ છે; એટલે આ નાડીઓની પ્રકૃતિને લક્ષમાં રાખીને જમણી બાજુની નાસિકાના શ્વાસવહનને “સૂર્યનાડી”ની અને ડાબી બાજુની નાસિકના શ્વાસવહનને ચંદ્રનાડી'ની સંજ્ઞા આપવામાં આવી છે. સૂર્યનાડી તથા ચંદ્રનાડી તરીકે ઓળખાતી આ નાડીઓને કરોડરજજુની બન્ને બાજુ આવેલી “Sympathetic-સિમ્પથેટિક' અને Para sympathetic cords-પેરા સિપેથેટિક કાઝ' ક્રમશઃ માનવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 158