Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 13
________________ દેહની અરસપરસ અસર ઊભી કરતું અટપટું અને સૂક્ષ્મ પ્રભાવક્ષેત્ર પણ અહીં આવેલું છે તેથી આ વિસ્તાર ગતિશીલ થતાં તેમાં અનેક કાર્યો થાય છે. અરસપરસ સમૂહમાં થતાં કાર્યો જોવા મળે છે. પ્રાણશક્તિ પ્રથમ એમીગડેલામાં તથા ત્યારબાદ ઉપર નિર્દેશિત અન્ય સંરચનાઓમાં ફેલાય છે, તેમાં ક્રિયાઓને પ્રેરે છે. ડાબી બાજુની નાસિકાથી થતું શ્વાસનું ગ્રહણ ડાબી બાજુના મસ્તિષ્ક મધ્યવર્તી એમીગૂડેલા'ના કેન્દ્રને તથા જમણી બાજુની નાસિકાથી થતું શ્વાસનું ગ્રહણ જમણી બાજુના મસ્તિષ્ક મધ્યવર્તી “એમીગૂડેલા'ના કેન્દ્રને ઉત્તેજિત કરે છે. ડાબી બાજુના મસ્તિષ્કનું નિયામક કેન્દ્ર શરીરના ચય અને અપચયની ક્રિયાઓને ઉપશાંત કરવાનું કાર્ય કરે છે તેથી શરીરના સવ અવયવોની ગતિવિધિને વેગ ઘટે છે, શરીરની ઉષ્ણતા ઘટે છે. “સ્વરોદય’માં ડાબી બાજુની નાસિકામાંથી થતા શ્વાસવહનને “ચંદ્રનાડીનું નામ આપ્યું છે તે સાર્થક છે કારણ કે તે સૌમ્ય પ્રભાવ–સૂચક છે. તે મુજબ જમણી બાજુના મધ્યવર્તી મસ્તિકનું નિયામક કેન્દ્ર જ્યારે જમણી બાજુની નાસિકા દ્વારા ગ્રહણ થતા શ્વાસના સંસ્પર્શથી ઉત્તેજિત થાય ત્યારે દેહમાં ચાલતી ચય (કોષવૃદ્ધિ) અપચય (કોષક્ષય)ની ક્રિયાઓને વેગ વધે છે, શરીરના અવયવોને કાર્યવેગ વધે છે, ઉષ્ણતાની વૃદ્ધિ થાય છે. જમણી બાજુથી થતા શ્વાસવહનને “સૂર્યનાડીનું નામ આપ્યું છે તે ખરેખર આ દષ્ટિએ ઉચિત છે. સમયે સમયે ચય અપચય ક્રિયાના કાયવેગની વૃદ્ધિ તથા ઉપશમન કરવાનું તંત્ર ગોઠવીને પ્રકૃતિએ જીવનધોરણની પ્રવૃત્તિમાં સ્વાસ્થષિક સમતુલા જાળવી રાખવાની વ્યવસ્થા ગોઠવી છે. જે દેહયંત્ર ચલાવવા માટે બ્રેક' તથા એકસેલરેટરની ગરજ સારે છે. આવી આંતરિક સંતુલન જાળવવાની વ્યવસ્થાના અભાવમાં જીવનની હાનિ થયા વગર રહે નહીં તે સમજી શકાય તેવું છે. દેહમાં સતત ચાલતી ચય તથા અપચયની ક્રિયાના કાર્યવેગની વૃદ્ધિ તથા ઉપશમ કરવાના નિયમન તંત્રને શ્વાસવહન સાથે સંબંધ સ્થાપીને, પ્રકૃતિએ ખરેખર કેવી અદ્દભુત રચના ગોઠવી છે તે જાણવા જેવું છે. દેહમાં ગોઠવાયેલી ચય તથા અપચયની ક્રિયાના કાયવેગનું નિયંત્રણ આપોઆપ થયા કરે તેવી વ્યવસ્થાનું તંત્ર પ્રકૃતિએ માનવદેહમાં ગોઠવ્યું છે. દેહની સવ ક્રિયાઓના ફળસ્વરૂપે ઊભી થતી જીવનની જરૂરિયાત આ 12 lain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 158