Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતમાં સંસ્કૃત નાટક અને તેના વિવર્તા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિતાંશુ યશશ્ચંદ્ર
સંસ્કૃત ભાષાના રૂપક સાહિત્યમાં ગુજરાતનું પ્રદાન કેટલું અને કેવું, એ પ્રશ્ન આપ્યુ. આ પરિસંવાદની સામે છે. કેટલાક પ્રશ્નો નદી જેવા હ્રય છે. એમને એક છેડે માહિતીના મહાણું વ ધૂધવતો હોય છે. પેલી નદી એ સાગરમાં જઇ ને સમી જતી હોય છે. એમને બીજે છેડે, એ પ્રશ્નો જેમાથી ઉદ્ભવે છે એવી માનવીય કે પ્રાકૃતિક પરિસ્થિતિના દુ†મ ખડકલા, પહાડ જેવા, પડયો હોય છે. પ્રત્યેક પ્રશ્નનદી પોતાના એવા પર્વતમાંથી ‘પોતાનું પાણી', પેાતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ પામે છે. સાચા પ્રશ્નોને પેાતાનું વ્યક્તિત્વ હૈાય છે, તે આ રીતે. આપણા લગાવ પ્રશ્નમુખમાં પથરાયેલા પહાડ સાથે વધારે, પ્રનેાક્ષે સમાવતા માહિતી-મહાવ સાથે આછે.
*
આ પરિસંવાદ સામે પડેલા પ્રશ્ન જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂળમાંથી ઉદ્ભવે છે, અને સમજવાના આપણા સહુને ઉપક્રમ છે. પ્રશ્નને સમસ્યાયિત કર્યા વિના જે ઉત્તરા મળે, એ ઉત્તરાની વિપુલતા પેાતે જ પેલા પ્રશ્નની સમગ્રતાને ખડિત કરી શકે. બીજી રીતે કહી શકાય કે કઈ સદીના કયા વર્ષમાં ગુજરાતમાં કાં કાં તે કયા કયા લેખકોએ સંસ્કૃત ભાષામાં રૂપક સાહિત્યની કૃતિઓની રચના કરી, એની માહિતી એકઠી કરી આપવાની કામગીરીમાં જ આ પરિસ’વાદની પરિણતિ ન થવી ઘટે. આપણું એક કામ એ મૂળ પ્રશ્નના પોતાના સકેતાન, પાતાની ગૂઢ સંરચનાને ( ડીપ સ્ટ્રક્ચર્સ તે) ઉકેલવાનું છે.
પરિસ‘વાદ–પ્રશ્નના મૂળમાં બે વિભાવનાઓ રહેલી છે ઃ (૧) ગુજરાત નામક પ્રદેશ વિશેષતી વિભાવના; અને (ર) સ`સ્કૃત-સાહિત્ય નામક વાગ ્—સરચનાની વિભાવના. આ એના સંબંધની મીમાંસા એ આપણું કર્તવ્ય. આરંભે એ તપાસીએ કે સસ્કૃત સાહિત્યના સંદર્ભે ગુજરાત નામક પ્રાદેશિક્તાનું કેટલું મહત્ત્વ ગણાય?
..
‘‘ સંસ્કૃત ભાષામાં રચાયેલું સાહિત્ય ’', એવું વિધાન આપણે આજે “ ગુજરાતી ભાષામાં (મરાઠી, બંગાળી, કન્નડ આદિ ભાષામાં) રચાયેલું સાહિત્ય' એવા વિધાનના સદર્ભે કરી શકીએ છીએ. પણ આજથી આઠ કે દશ શતાબ્દિ પૂર્વે “ સંસ્કૃત (અથવા એવી જ સર્વ દેશીય પ્રાકૃત હું અપભ્રંશ ) ભાષામાં રચાયેલું સાહિત્ય ''—એવુ... વિધાન, સંભવતઃ એક આંતરિક પુનરુક્તિની લગાલગ પહેાંચી જતું, ત્યારના વાચકને લાગે. સાહિત્ય તે સ`સ્કૃત (પ્રાકૃત, અપભ્રં*શ )માં જ ૐાય, એવી સ્પષ્ટ સમજ છેક ભોજ અને હેમચંદ્ર સુધી, ‘સુ‘ગારપ્રકાશ ’ અને વિધાના સ્પષ્ટ કરે છે તે પ્રમાણે, ભારતવ વ્યાપ્ત હતી. એકદેશીય ભાષાઓના સાહિત્ય સ ંદર્ભે
કાન્યાનુશાસન 'નાં
For Private and Personal Use Only
‘સ્વાધ્યાય ', પુ. ૩૪, અંક ૧-૪, દીપાત્સવી, વસ’તપ’ચમી, અક્ષયતૃતીયા અને જન્માક્રમી 'ક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, p. xii-xviii,
* ગુજરાતી વિભાગ, ફેકલ્ટી ઓફ્ આર્ટ્સ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.